________________
એક પ્રચંડ વ્યાયામસંધ એક પ્રચંડ વ્યાયામસંઘ (“હિંદુસ્થાન તા. ૮-૧૧-૨૬ના અંકમાંથી)
ગુજરાતમાં તેનું અનુકરણ થવાની જરૂર છેલ્લી લડાઈ પછી ઝેકોસ્લોવાકીઆ એ દેશ સ્વતંત્ર થયો છે. તે પહેલાં બહેમીઆના એક ભાગતરીકે તે સ્ત્રીઓના તાબામાં હતો; અને એંટ્રીઆના તાબામાં હતો ત્યારથી જ ત્યાં વ્યાયામ સંધની ચળવળ શરૂ થઈ હતી. હાલમાં હિંદમાં અને ખાસ કરીને ગુજરાતમાં વ્યાયામ તરફ લોકાભિરુચિ વધતી જાય છે તેવે વખતે, ડેકોસ્લોવાકીઆમાં ઉભી થયેલી પ્રચંડ વ્યાયામ સંસ્થાની ચળવળ ઉપરથી એવી સંસ્થાઓની સંઘના કેવી રીતે કરવી તે સંબંધમાં વાચકને ઠીક જાણવાનું મળશે, એમ સમજીને આ લેખ આપવામાં આવે છે.
આ સંઘટનાનું “સોકેલ સંઘટના” એવું નામ છે. સોકેલ એટલે કાકાકૌએ અને સંઘના પ્રત્યેક સભાસદની ટોળીમાં સંઘના ચિતરીકે કાકાકૌઆનું અકે પીછું હોય છે, તેથી એ ચળવળનું નામ સામેલ ચળવળ' એ નકકી થયેલું છે.
બળવાન શરીર આ ચળવળના પ્રવર્તક મીરોસ્લાવ ટીશ એ એક જાની-નવી કળાના અભ્યાસી અને તcવજ્ઞાની હતા. ગ્રીસ અને ઇટલીને સ્મૃતિમય પ્રાચીન ઈતિહાસ વાંચીને ઝેક રાષ્ટ્રની સ્વતંત્રતા ઘેર કરવા સારૂ માનસિક અને શારીરિક તૈયારી કરવી એ હેતુથી તેમણે આ ચળવળ શરૂ કરી. ઇ. સ. ૧૮૬૦માં ઍક્ટિવાની આપખુદ સત્તાનું જોર કમી થયું તે વખતે 32 ટીશ માત્ર ૨૮ વર્ષ ના જુવાન હતા. તે પછી બે વર્ષ પૂર્ણ તૈયારીમાં ગાળી ૧૮૬૨ની સાલમાં પોતાના ધ્યેયનું નાનકડા પ્રમાણમાં દિગ્દર્શન કરવા માટે તેમણે એક વ્યાયામ મંડળ સ્થાપન કર્યું. ડીટીશની ક૯૫ના અને ઉદ્દેશ રાષ્ટ્રીય નેતાઓએ માન્ય કર્યા અને તેમણે તાબડતોબ તેનો પ્રચાર કર્યો. દેશને પરતંત્રતામાંથી ઉદ્ધાર વ્યાયામ સંઘટનાની મારફત કરો, એ કલ્પના જર્મનીની એકીકરણની ચળવળમાં રનવેરીન' નામની વ્યાયામ સંસ્થાના કામ ઉપરથી ડ૦ ટીશને સૂઝેલી હોવી જોઇએ; પણ કરશે જર્મન સંધટનામાંના વધારાના કડક નિયમોનો ભાગ કાઢી નાખીને તેને બદલે સ્વયંસ્કૃત સહકારી ખાતાના તત્ત્વ ઉપર આ ચળવળ શરૂ કરી. વ્યાયામની સાથે સાથે માનસિક ઉન્નતિને પણ તેટલું જ મહત્ત્વ આપવાથી તેને રાષ્ટ્રીય સ્વરૂપ પ્રાપ્ત થયું. ‘બળવાન શરીર’ એવું આ સંસ્થાનું ધ્યેય હોવાથી એક એકલાથી કશું વળે નહિ. સઘળા લોક આ સંઘટનામાં સામેલ થાય તેજ કામ પાર પડી શકે. એવું સમુદાયમાટેનું ધ્યેય પણ આ ઘટનામાં સભાસદો સમક્ષ હોવાને લીધે તેને પ્રજાકીય સ્વરૂપ પણ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થયું.
પાંચ લાખ સભાસદ 32 ટીસને પહેલા ફનર નામના એક શ્રીમાન વેપારીની સહાયતા મળી. એ વેપારીએ પિતાનું તમામ નાણું પ્રેગમાં મધ્યવતી વ્યાયામશાળા બાંધવા સારૂ આપ્યું. એજ વેપારીની પુત્રીએ ડે ટીરશની સાથે લગ્ન કર્યું અને ૧૮૮૪ ની સાલમાં ટીશ ગુજરી ગયા પછી આ સેકેલ ચળવળ તેની પત્નીએ પૂરેપૂરી ખંતથી ચાલુ રાખી. હાલમાં આ ચળવળના અધ્યક્ષ 3૦ જેફ સીનર છે અને એ સંસ્થાના કુલ ૫,૦૦,૦૦૦ સભાસદો હોઈ તેમાં અડધોઅડધ સભાસદી પુરુષ, ૧ લાખ સ્ત્રીઓ, ૯૦ હજાર તરુણ સ્ત્રીપુ અને ૨૨ હજાર બાલકબાલિકાએ છે. આ સંઘટનાની સગવડમાટે ૫૩ જુદા જુદા પ્રાંતવિભાગે કરેલા હોઈ તેના તાબામાં એકંદર ત્રણ હજાર કરતાં પણ વિશેષ સ્થાનિક સકલ સંસ્થાઓ છે. પ્રત્યેક સભાસદને વાર્ષિક લગભગ ૭ શિલિંગ જેટલી ફી આપવી પડે છે. તેમાંનો ૧ શિલિંગ પ્રાંતિક સંસ્થાઓ માટે જાય છે અને તે સંસ્થા તેમાંથી ૪ પેન્સ મળ્યવતી સંસ્થા તરફ મોકલે છે.
ખાસ મહેસવ આ સંઘને દર પાંચ-છ વર્ષે એક ખાસ મહત્સવ કરવામાં આવે છે અને તે માટે સભાસદ દીઠ ર શિલિંગ જેટલો ફાળો એકઠા કરવામાં આવે છે. ચાલુ સાલમાં એ મહત્સવ થયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com