________________
નવી મા હોય તે ને બાપ પણ થાય ને?
૨૮૧ નીકળે છે અને બચ્ચાંઓને ભેળી આરો થતાં એકબીજાના પરિચયમાં આવે છે. આ મેળા આ પ્રમાણે છથી આઠ દિવસ ચાલે છે. તેમના નિયમાનુસાર તેનો અંત આવતાં છેલ્લે દિવસે સવારના પક્ષીઓ વેરાવા માંડે છે, ત્યારે બબ્બે બબ્બે પક્ષી પોતપોતાની મનપસંદ દિશા લે છે; ને જેને જેડી ના મળી હોય તેજ છેવટે એકલું ચાલ્યું જાય છે. આવાં એકલવાયાં પક્ષીઓ ઘણી વખત જોવામાં આવે છે. તે જોડી નહિ મળવાના સબબે રહેલાં હોય છે તેજ.
આ પ્રમાણે દરવર્ષે નિયમિત જગ્યાની આસપાસ સારસ પક્ષીની ન્યાત મળી પોતાના બચાને પોતાનો સાથી પસંદ કરવાની તક આપે છે અને સાત-આઠ દિવસનો પરિચય થયા બાદ પસંદ પડતા સાથી સાથે જીવન સાંધી આપી સર્વે છટાં પડે છે.
ક્યાં સારસ પક્ષી અને કયાં હિંદુ જનસમાજ ! ! એક પક્ષી હોવા છતાં પોતાના બચ્ચાનું જીવન સુધરે તેને માટે આટલી કાળજી રાખે છે, ત્યારે બીજું મનુષ્ય હોવાનો દા કરતાં છતાં લાકડે માંકડ વળગાડી બનેનું જીવન દુ:ખમય બનાવવા બનતું કરે છે. એકનો એહ કહેવતરૂપ થઈ પડે છે, ત્યારે બીજામાં નેહનો છાંટ દેખાતો નથી. એકના મોતથી બીજું સારસ દેહ સમ૫ણ કરે છે, ત્યારે ધણી અગર સ્ત્રીના મરણમાં સ્ત્રી અગર પુષ છૂટકારે સમજી સંતોષ માની ઓચરે છે કે:-“ ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશ શ્રી ગોપાળ.”
આ પણ એક કુદરતની અજબ બલિહારી છે.
ચોવીસ ઈશ્વરાવતારનું નામસ્મરણ
ગંભીર ચૌપાઈ. જય જય આદિ વરાહ, મીન વામન અવંતર; સનકાદિક નરસિંહ દેન, વર ધ્રુવ ધવંતર કપિલ કમઠ હયગ્રીવ, હંસ હરિ નર નારાયન; ઋષભદેવ રધુવીર, કૃષ્ણ પરિબ્રહ્મ પરાયન. બુદ્ધ નિકલંકી વ્યાસ, પશુ પૃથવી કે ઈશ; પરસુરામ અભિરામ, યજ્ઞદત એ ચાવીશ; તિનકે પદ અરવિંદ, વંદ પુનિ વંદન કર; હિનહિ ચરનકિ રેનું, સદા મેરે શિર ધરહે. પાદકિ રેનુ પ્રસાદ, ખુલેં અનુભવકે લોચન; દેખ્યા ચેતન બ્રહ્મ, ભયા જિનર્તે ભવ મેચન; અબ ન પ ભવકૂપ, રૂ૫ નિજ અપના પાયા; દેવા ગુરુ દયાલ દયા, કરી મોહિ બતાયા.
નવી મા હાય તો નવો બાપ પણ થાય ને?
(હિંદુસ્થાન તા. ૩-૮-૨ માંથી ) [ બાપદીકરો એટલા પર બેસી વાતો કરતા હતા. બાપે છોકરાને કહ્યું કે –“આ તારી નવી માને તારે બા કહેવી.”]
છોકરો:-બાપા ! તમે મારે માટે નવી મા કેમ લઈ આવ્યા ? બાપ-તારી જુની મા મરી ગઈ એટલે તને ગમે નહિ તેમાં.
છોકરો ત્યારે બાપા તમે મરી જશો, ત્યારે મારી આ નવી મા મારે માટે કોઈ ના બાપ લઈ આવશે કે ?
બાપ –મેર ગધેડા, એમ તારાથી બેલાય છે ? છોકરે –કેમ બાપા! એમાં ખોટું શું? બાપ-તારી માથી બીજીવાર પરણાયજ નહિ.
છોકરો -ત્યારે બાપા! તમને પરમેશ્વરે પરવાનગી આપેલી કે તમારાથી મારેમાટે જોઈએ તેટલી મા અણાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com