________________
૮૦
(૮
“ સારસના મેળાવા ”
સારસના મેળાવા ”
(લેખકઃ-નારણદાસ જમનાદાસ મહેતા-પ્રાંતિજ ‘ગુજરાતીપ‘ચ’ ના એક દિવાળીના અંકમાંથી) સારસને સ્નેહ કવિએએ જગતપ્રસિદ્ધ કર્યાં છે; કારણ તે સ્નેહ નૈસર્ગિક અને સ્વાભાવિક છે. આવા શુદ્ધ સ્નેહનું પાન કરતા સારસના જોડાને જોડાજોડ ધીમી ચાલે ચાલતાં અને પળે પળે પોતાના સાથીના સામી અમીભરી ષ્ટિ નાખતાં જોઇ કયા સહૃદય મનુષ્યને અસર નહિ થાય ? મનુષ્ય માબાપે પેાતાનાં બાળકાનાં ઢીંગલાઢીંગલીના જેવાં માત્ર લડાવા લેવામાટેજ કરેલાં લગ્નથી જોડેલાં વય, જ્ઞાન અને સ્વભાવનાં કોડાંને વ્યાવહારિક ખડકૈાથી ભરપૂર આ સંસારના સમુદ્રમાં હડસેલી મૂકે છે અને તે કૂટાતાં, પીટાતાં, ગળકાં ખાતાં ખાતાં, છેવટે એક દિવસ પણ આરામના ભગવ્યાવિના, વિષ્ણુ હૃદયે સંસાર છેાડી જાય છે. આવાં કજોડાં જોઇએ તેટલાં નજરે પડે છે. તેમાં શુદ્ધ સાત્વિક સ્નેહનું તેા નામજ ક્યાંથી હોય ? પરંતુ ઉલટા અભાવ અધવગરને હાય છે. એક તરફથી મનુષ્ય જે પેાતાના જ્ઞાનને લઇને પ્રભુની સર્વ ચૈતન્યકૃતિમાં સર્વાંત્તમ હાવાના દાવા કરે છે, તેજ બીજી તરફથી દુનિયામાં સર્વ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જે “સ્નેહ ” તેમાં એક પક્ષીથી ઉતરે છે !
સારસા સ્નેહ એવે! તે! સચાટ છે કે એકના લય થતાં બીજું પાછળજ મરે છે. આવે! સ્નેહ સહજ પ્રાપ્ત થતેા નથી. ખરૂં પતિત્રત સારસ માદાનું છે અને ખરૂં પત્નીવ્રત સારસ નરનું છે; એટલુંજ નિહ પણ સારસના આખા જીવનનું અવલેાકન કરીશું તેા જણાશે કે, તેનુ જીવનજ સ્નેહમય છે.
સર્વ
એકલાં પતિપત્નીમાંજ સ્નેહ છે તેમ નહિ, પણ પેતાના બાળકપ્રત્યેની માયા અને તેના જીવનની કાળજી તેમનાં અતુલ સ્નેહનું દર્શન કરાવે છે.
વાવણીની મેાસમ પછી તુરત સારસ ઈંડાં મૂકે છે. ઈંડાં મૂકવાને માટે બનતાંસુધી ખાણ અને શ્વાલાના મૂળની જમીન પસંદ કરે છે. આ જગ્યાએ ઉંચાણુ હેાવાથી પાણી નડતું નથી અને ખાણુ અગર પાળાનું એથુ મળવાથી કાંઇક લપાવાના આધાર મળે છે. ઘણેભાગે એક સારસ માદા એ ઇંડાં મૂકે છે, કાઇકજ એક મૂકે છે; પણ એથી વધારે કાઇ મૂકતી જણાઇ નથી.
ઇંડાં મૂકયા પછી ચારામાટે એકજ જાય છે. એક તે વારાફરતી ખેદાની સંભાળ રાખવા ત્યાંજ રહે છે. આવે વખતે કાઇએ આવી જગ્યા પાસેથી વગર લાકડીએ નીકળવુ બહુ ખાટુ' છે; કારણ સારસ તુરત શ’કાશીલ થાય છે તે તેની લાંબી ચાંચથી એવા તે સખ્ત હુમલેા કરે છે કે તેમાંથી અચવુ મુશ્કેલ થઇ પડે છે.
આવા કાષ્ઠ પ્રસંગે જાતને બચાવ કરવા જતાં અગર કોઇ વાધરી અગર બજાણીઆ ઇંડાનાં કાયલાં, જે દવાના ખપમાં આવે છે, તેને ખાતર કદી ઈંડાં અથવા બચ્ચાંને! વધ કરે છે તે તેવે વખતે આ ગરીખપણ મમતાળુ પક્ષીનું આક્રંદ વગરસમજે પણ જોનારને કરુણાજનક લાગે છે અને જોનાર સહેજ આંસુ અણુમાં પણ સારે છે. જ્યારે આવા માણસ એ જગ્યાએથી ખસે છે ત્યારે આ જોડુ તે જગ્યાએ જઇને જુએ છે અને તે ઈંડુ અથવા ઇંડાના ભાગ કે મરેલ અચ્યુ ત્યાં હોય છે તે! આસપાસથી ઝીણાં લાકડાં અગર રાડાંના કટકા લાવી તેનાથી તે નિર્જીવ વસ્તુતે ઢાંકે છે; એટલુંજ નહિ પણ તેવે વખતે કયાંય ધૂણી નજરે પડે છે તે તેવી જગ્યાએે જઇ માણસ ન હેાય તે। સળગતુ કીટીૐ ચાંચમાં પકડી લાવો લાકડાં-રાડાંના ઢગલાપર મૂકે છે અને સળગે તે તુરત ત્યાંથી ચાલવા માંડે છે, ફરી આ જગ્યાપર તે બેડું કદી આવતું નથી, હમેશમાટે તે સ્થાનને ત્યાગ કરે છે.
એપ્રીલ મહિનામાં બચ્ચાં મેટાં થયાં ગણાય છે. આ મહિનાની આખર અને મે મહિનાની શરૂઆતમાં આ પક્ષીના મેળાવા થાય છે. મેળાવાની જગ્યા જળાશય અને સહેજ ટેકરાટેકરીવાળી પસદ કરે છે. ખારી નદીપર, મહેસાણા લાઇનપર દેÀાજમહેસાણા વચ્ચે અને કટાસથી ઘેાડે છેટે આવા મેળાવા લેવામાં આવેલા છે. આ મેળાવામાં આસપાસનાં બધાં સારસ પક્ષી અચ્ચાં સાથે આવે છે. બધાં રાતના એકજ જગ્યાએ જમા થાય છે. સવારમાં બહાર ચારામાટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com