________________
૨૭૮
ધર્મવીર હકીકતરાય ધર્મવીર હકીકતરાય
( “જન્મભૂમિ' તા. ૧૧-૧-૨૭ ના અંકમાંથી ) - ધર્મવીર બાળક હકીકતરાયજીને જન્મ ફરૂખશિયર બાદશાહના શાસનકાળમાં સંવત ૧૮૨૦ માં પંજાબના પ્રસિદ્ધ નગર સિયાલકોટમાં થયો હતો. એના પિતાનું નામ વાઘમલ અને માતાનું નામ ગોરાં હતું. એ ક્ષત્રિય જાતિને પુરુષ હતો. વાઘમલજી સયાલકેટના હાકેમના દરબારમાં એક ઉચ્ચ પદપર નોકર હતા. ઉચ્ચ પદ અને ઉત્તમ જ્ઞાતિના હોવાથી હકીકતરાયનો વિવાહ સંબંધ સિંહસંપ્રદાયના એક ઉચ્ચ કુળના ક્ષત્રિયની પુત્રી સાથે થયો હતો. હું જ્યારે હકીકતરાય પિતાને સાસરે ગયા ત્યારે તેમના સસરાએ પિતાને ત્યાં રાખી ધર્મની મહત્તાનું જ્ઞાન આપ્યું. આ ઉપદેશની તેમને ઘણી અસર થઈ. તે ધર્મપ્રેમી અને સત્યવીર બની ગયા. ત્યાંથી પિતાને ઘેર આવી શાળામાં ભણવા જવાનું શરૂ કર્યું.) આ વખતે હકીકતરાયની ઉંમર બાર વર્ષની હતી.
શાળામાંથી એક દિવસ મોલવીસાહેબ બહાર ગયા હતા,એ લાગ જોઈ મુસલમાનના છોકરાએ હકીકતરાયની છેદણી શરૂ કરી. તેમણે સતીશિરોમણિ સીતાજીને ગાળો દેવા માંડી અને જૂઠ કલંક ચઢાવવા લાગ્યા. હકીકતરાયથી હવે શાંત ન રહેવાયું. તેમણે પણ તેના ઉત્તરમાં મહમદ સાહેબની છોકરી ફાતિમામાટે (જે શબ્દોનો પ્રયોગ મુસલમાન છોકરાઓએ સીતાજીને માટે કર્યો હતો.) તે શબ્દોનો જ પ્રયોગ કર્યો. આથી મુસલમાન છોકરાઓએ મળીને હકીકતરાયને ખૂબ મા. મેલવી સાહેબ આવ્યા કે તરતજ તેમને મુસલમાન છોકરાઓએ કહ્યું કે, કાફર હકીકતે રસુલે અલ્લાહની શાહ જાદી કાતિમાને ગાળો દીધી. હકીકતરામે તેના જવાબમાં કહ્યું કે, પહેલાં એમણે મહારાણી સીતાપર જ ' કલંક લગાવી ગાળા દીધી, તેજ શબ્દ મેં ફાતિમાને માટે કહ્યા છે. એ સાંભળતાંજ મોલવી સાહેબનો પારો રહી ગયે. હકીકતરાયને લાત, મુકા,સોટીઓથી ખૂબ માર્યો અને પછી તમામ હકીકત લખીને તેને કાની પાસે મોકલી આપો.
કાએ હુકમ કર્યો કે, જે હકીકતરાય તોબાહ પોકારીને મુસલમાન થઈ જાય તો તેને છોડી દેવો; નહિ તો તેને ગર્દન મારવો. આ હુકમ સાથે લઈ મુકર્દમે ચલાવવા સિયાલકોટના હાકેમ અમીરબેગની પાસે મોકલી આપો.
અમીરબેગ કાજી અને મેલવીના મેએથી સર્વ વૃત્તાંત સાંભળીને ઉત્તર આપે કે:-“બાળકનું લડવું, ઝગડવું અને ગાળાગાળી કરવાનું હમેશ થયાંજ કરે; માટે એવી બાબતમાં સારા અને વિચારશીલ માણસોએ ધ્યાન આપવું ઉચિત નથી, માટે આપ એ ઝગડાને વધારે ના જગાડે. છોકરાઓને ધમકાવી છેડી મૂકી હકીકતરાયને પણ સારી રીતે ધમકાવી જવા દો.
કાજીએ કહ્યું કે, ધર્મની આજ્ઞામાં બુદ્ધિ અને ન્યાયને અવરોધ નથી આવી શકતો. એણે તો કુરાન અથવા તરવારને આધીન થવું જોઈએ. અમીરબેગ આ ઘોર અત્યાચાર કરવાનું ચાહતો નહોતો, એટલા માટે તેણે પોતાને માથેથી આ બલા ટાળવા માટે હકીકતરાયનો મુકદ્દમે લાહોરના સુબેદારની પાસે મોકલી આપ્યો.
હકીકતરાયની સાથે તેની મા, બાપ, નાનકડી વિવાહિત સ્ત્રી અને નગરનાં સેંકડો માણસો લાહોર ગયાં.
જ્યારે કાજીઓએ કોઈ પ્રકારથી માન્યું નહિ, ત્યારે લાચારીથી સુબેદારે હકીકતરાયનું શિર કાપવાની આજ્ઞા કરી. આ આજ્ઞા સાંભળતાંજ હકીકતરા ની માં ગાંડાની પેઠે દોડી અને હકીકતરાયને છાતીસરસો ચાંપી રોતી રોતી કહેવા લાગી -“બેટા! મુસલમાન થઈ જા; જીવતે હોઈશ તો તારી પૂંઠ જોઇને પણ મારી આંખો ઠરશે ! તારાસિવાય અમારી-વૃદ્ધોની સેવા કેણ કરશે?”
હકીકતરાય હાથ જોડી બોલ્યો કે –“માતાજી ! જે મળમૂત્રના શરીરને માટે આપ આટલું રુદન કરે છે અને મને ધર્મથી પતિત કરવાનું ચાહે છે, તે એક દિવસ માટીમાં મળી જવાનું ને ? જનની ! આપણે આર્યધર્મ છોડીને તારી કુખને અને પિતાજીના વંશને કલંકિત કરવા નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com