________________
૭૬
મહાન દેશસેવા કેવા હોય?—લ્યુથર બુરબેન્ક વધારે પેદાશ નથી ગમતી, એવું તે કાઈજ નહિ કહે. આપણને ઠળિયાવગરનાં જાંબુ કે ગેટલાવગરની કેરી નથી ભાવતી એમ નથી. પીચના ઠળિયામાંથી બદામ નીકળે એ સૌને ગમે. બટાકાના છોડ ઉપર ટમેટાં ઉગે એ શાકભાજીના બગીચાવાળાને ગમે. બોરસલીને ચીકનાં ફળ બેસે ( બને એક જ જાત હોવાથી આ ખ્યાલ હવાઈ નથી ) તે સુગંધી પુષ્પ અને સ્વાદુ ફળનો સુરોગ થાય. બારના કાંટા અને ળિયા બને કાઢી નાખવા જેવી વસ્તુ છે. કંટાવગરના શેર દાખલ કરવા જેવી વનસ્પતિ ગણાય. આમાં કશું અશક્ય નથી. કાંટાવગરનાં ગુલાબ આપણે ત્યાં ઉછરતાં જોયાં છે. રાયણ ઉપર ચીકુની કલમ હાલ થઈ છે. તે કીમીઓ હવે સૌ જાણી શકે તેટલો સહેલો થયો છે. રણોલી બોરની કલમે સદ્ધર થયું, તે સૌ જાણે છે. આજે ગુજરાતમાં ફળઝાડનો શોખ વધ્યો છે, પણ આવડત વધી નથી. ઘેડા ધનવાનોના બગીચા વગરબીજેથી પવાણના અભાવે ફળની ખેતીની પીછેહઠ થશે અને વળતાં પાણી સારું હશે તેયે ઘસડી જશે. આવે વખતે સારા અનુભવી અખતરા કરનારાઓ, આપણાં ખેતીવાડી ખાતાંઓ, આપણા ખેતીવાડીના ગ્રેજયુએટ, આપણે અનુભવી ખેડુતો અને આપણા શેખીન ધનિકે થોડા થોડા પ્રયોગ કરે, થોડાંક પણ સારું વળતર આપે એવાં ફળાઉ ઝાડો ગુજરાતને આપે. તો આપણા ખેતીપ્રધાન દેશમાં લાવધિ નાણું પેદા કરવાની અને બચાવવાની તક ગુજરાતને મળે. અરે, નવા પ્રયોગ ન કરવા હોય તે જે પ્રયોગ સફળ થયા છે, તેજ દાખલ કરે અને વિસ્તારે તમે ઘણું છે. માત્ર એ દિશામાં કાઈ પહેલ કરે તેની બેટ છે. આ પણા બેડ ઉદ્યોગ અને મહેનતુ તો છે જ. અજ્ઞાન હશે, જરા નવી ઘરેડમાં પડતાં વાર લગાડે એવા જૂના મનને પણ હશે, પરંતુ પડોશમાં નવી નતના પ્રયોગ થતાં જ એ અને પિતાનીજ જેવી જમીનમાં પિતાને મળે તે કરતાં વધારે નફો થતો જુએ તો એ નવા પ્રયોગને લાભ ન ઉઠાવે એવા મૂર્ખ નથી અને અહીં જ સરકાર અને ધનવાનું કાર્યક્ષેત્ર છે.
બુરબેન્કને હજુ ઘણું કરવાની ઉમેદ છે. હજુ સુધી જે કર્યું છે, તે કરવા ધાયું છે તેના હિસાબે કાંઇજ નથી; અને જે કરી શકાય તેવું છે તેનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, એમ એ આજે એની ૭૮ વર્ષની ઉંમરે કહે છે. “ હજુ તે મેં મારું કાર્ય માત્ર આવ્યું છે. ઝાડને માણસના ઉપયોગમાં લાવવાના કામની હજુ શરૂઆત છે. ભવિષ્યમાં હું ઝાડ અને છેડ ઉપર વધારે ફળ બેસે એમ કરવા ઇચ્છું છું, પણ એના કરતાં તેમને અધિક મિષ્ટ, અધિક સારવાર અને ખુશનુમા બનાવવા ઈચ્છું છું. એમાં એવા ગુણો ઉતારવા ઇચ્છું છું, કે જેથી તે બહુ દિવસ સુધી સુરક્ષિત રહી શકે, સડે નહિ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતાં ખરાબ ન થાય અને એમાંનો પ્રત્યેક ઝેરી કે હાનિકારક અંશ દૂર થઈ જાય. ભાગ્યે એ કઈ દિવસ વીતતે હશે, કે જ્યારે કાંઈને કાંઈ નવી વાત હું ન શીખતે હે ઉં. કામ કરનારે છેડને ઓળખવા એ અત્યંત આવશ્યક વાત છે. આવતા પાંચ વર્ષમાં આજસુધી નથી કર્યું એટલું કામ કરવા ધારું છું.” - બુરબેન્ક કેવળ બગીચાવાળો નથી. એને હૈયે દેશદાઝ છે. એણે પ્રયોગ કરીને ઝાડપાન ઉછેરવા ઉપરાંત મનુષ્યની ( એ ““માનવ-છોડ ” કહે છે ) ઉછેર ઉપર પણ વિચાર કર્યો છે. એના મત પ્રમાણે જન્મ અને દ્ધિ વનસ્પતિ–પશુ-મનુષ્ય ત્રણેમાં એક જ રીતે થાય છે. નરમાદાનો સંગ એ ત્રણેમાં ઉત્પાદનકારણ છે. હવાપાણી અને બરદાસ્તથી ત્રણે વૃદ્ધિ પામે છે. બીજગત ગુણ-અવગુણ પેઢીઉતાર ત્રણેમાં ઉતરે છે. “ ફ્રેંસ બ્રીડીંગ” અને “લાઈન બ્રીડીંગ પશુમાં આપણે અજમાવીએ છીએ, વનસ્પતિમાં અજમાવીએ છીએ, મનુષ્યમાં અજમાવી શકીએઅજમાવી જેવાં જોઈએ. વનસ્પતિ અગર પશિની પેઠે મનુષ્યની પ્રગશાળા તે નજ થાય, પણ લગ્ન વખતે ગ્ય કાળજી રાખવામાં આવે તે પ્રજા જરૂર સુધરે. કેની સાથે લગ્ન કરવાં એને કરતાં કોની સાથે ન કરવાં, એ વાત ઉપર વધારે કાળજી રાખી શકાય; અને બીજી વાત રહી ઉછેરની. એમાં જરૂર આપણે વધારે ધ્યાન આપવું ઘટે. જેટલાં જતન ઝાડ કે પશુનાં કરીએ, જેટલી કાળજી આપણા માની ગુલાબ કે મેગરાના ખાતર પાણીની રાખીએ, તેટલી અને તેથી અનેકગણી વધુ કાળજી આપણા ભવિષ્યના પ્રજાજનની ન રાખીએ, એ મૂર્ખાઈ નહિ તે બીજું શું? પેઢીઉતાર ગુણ સચવાય, દુર્ગણ નાશ પામે, પ્રજા સશક્ત અને સુંદર બને, એ બધા તરફ નજર રાખવી ઘટે અને વનસ્પતિ અને પશુઉછેર શાસ્ત્રમાંથી શેાધેલાં સો શક્ય હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com