________________
www w
wwwwwwwwww
vvvvvvvvvvvvvvvvvvvvvv
muvuuuwuwu
મહાન દેશસેવક કેવા હેય-૯૫થર બુરબેન્ક
૨૭૫ આ બને વાત સાદી અને સૌને જાણીતી છે. “સ બ્રીડીંગ” તે કુદરત રોજી પવન, માખી અને પતંગીઆ મારફત કરે છે અને “ડાવાન ને માટે તો એજ રીતે નવી નવી જાતો-શું ઝાડપાનની કે પશુ ઈ૦ ની–પ્રથમ પેદા થયેલી. “લાઈન બ્રીડીંગ” પણ જૂની કરામત છે; પણ બને. નો સુયોગ સાધવ અને તેની પાછળ અથાગ પરિશ્રમ, સતત ખંત અને અખૂટ ધીરજ એ જોઈતા પ્રમાણમાં રાખવાં એ બુરબેન્ક” ની સફળતાની કુંચી આજસુધીમાં આ રીતે સેંકડો નહિ, હજારો નહિ, પણ કડો પ્રયોગો “ બુરબેનકે ” કરીને અનેકવિધ ઝાડપાન, ફળ, ફુલ આપ્યાં છે, આપે જાય છે અને આપવા ધારે છે. બીજા જેટલેથી સંતોષ પામે, અહે હો ! એમ ધરાઈ જાય, તેનાથી વધારે કરી બતાવવાની એની વૃત્તિ છે. પિતાનું ધાર્યું પરિણામ ન આણી શકાય, પિતાનું મન પરિપૂર્ણપણે સંતોષ ન પામે, ત્યાંસુધી બીજાને મન અમૂલ્ય એવા છે પણ તે બજારમાં વેચવા કાઢે નહિ, એવી તેની ખાસિયત છે. નાની જગ્યા–એની પાસે બધું થઈ માત્ર બાવીસ એકર જયા છે-અને લાખો છોડ પ્રયોગ માટે ઉછેરવાના એટલે થોડા ઉપયોગી છેાડ કે ધર વીણી કાઢી બાકીના એ બાળી મૂકે છે. બજારભાવે એની એવી એક એક હોળીની કિંમત દશહજાર ઑલર થાય છે. આપણે ત્યાં અને અમેરિકામાં એ બીજા પ્રયોગ કરનારાઓને એમ કરવાની જરૂર ન પડે અને થોડીક મહેનત અને ઝાઝા અંતે સારાં પરિણામ આવી શકે; પણ બુરબેન્કને તો પોતાનું ધાર્યું જ કરવાની અને તે ન થાય ત્યાંસુધી પૂરી ધીરજથી પ્રયોગ કર્યા કરવાની ટેવ છે. દરેક વર્ષે લાખો બીજનાં ધરૂ કરે, તેમાંથી પરાણે પાંચ-પચીસ છોડ પસંદ કરે અને તેનાં જતન કરી મેટાં થાય, ત્યારે તેનાં બીજ ઉતારી તેનાં કરી લક્ષાવધિ ધરૂ ઉછેરે. એમ પાંચસાત પદી સુધી મહેનત કરે, ત્યારે એકાદ છે. એને મનપસંદ પરિણામ આપે. ઉપર જણાવી ગયેલા વટાણા પાછળ એને છ પેઢીના પ્રયોગ કરવા પડેલા, કેટલાકને માટે તો એને પચીસ પચીસ વર્ષનાં વહાણાં વાતાં સુધી ધીરજ રાખવી પડેલી. બટાકાની પેઠે સહેજમાં તો કાઈકજ વાર એ ફાવે છે. બાકી એને ખંત-ધીરજ બડ઼ રાખવી પડે છે.
મેટાં ફળ-ઝાડ જેમને દરેકને બીજમાંથી ઉગી ફળ આવે, ત્યાંસુધી ઓછામાં ઓછાં દશબાર વર્ષ જોઈએ. તેના પ્રવેગો પાંચસાત પેઢી સુધી કરવામાટે મનુષ્યની જીંદગી પૂરતી નથી અને બુરબેન્કને નામે તો એવાં અનેક નવીન ફળઝાડ ચઢી ચૂક્યાં છે, પરંતુ તેથી આશ્ચર્ય પામવાનું કારણ નથી. અનેક પ્રયોગને અંતે એણે સિદ્ધ કર્યું છે કે, બીજમાંથી જરાક મોટું ઝાડ થાય એરહે એજ જાતના મોટા વૃક્ષ ઉપર તેની કલમ ચઢાવી દેવાથી બે વર્ષમાં ફળ બેસે છે અને તેથી લગભગ ત્રણ પેઢીના અખતરા એકજ પટી જેટલા વખતમાં થઈ શકે છે. જયાં જ્યાં બની શકે ત્યાં ત્યાં અખતરામાટને સમય બને તેટલે ટેકો કરવાની એની એક ખાસિયત છે. સતત પ્રયત્નથી એની આંખ, એની ધ્રાણેયિ એવાં ટેવાઈ ગયાં છે કે હજારે નમુનામાંથી એને જોઇતા ચારપાંચ નમુના એ પાંચદશ મીનીટમાં જુદા પાડી શકે. હજારે પૂલમાંથી સહેજ જૂદી પડતી ગંધવાળું કે સહેજ જૂદા પડતા રંગની છાંયવાળું ફુલ તેને એકદમ જડી આવે. આમ પણ એ સમયને બચાવ
છે. ઘરના ઉછેરમાં. એને ખાતર પાણી આપવામાં અને હવા તથા ગરમી આપવામાં જાતે ઝીણવટથી તકેદારી રાખે છે. બીજ પણ પોતાની નજર આગળ સંગ્રહે છે. આમ પ્રયોગ નિષ્ફળ ન જાય, જલદી થાય, એ માટે બધી ઝીણી વિગતો ઉપર એ જાતે ધ્યાન આપે છે.
દરેક ઝાડ કે છેડમાં સૌથી પહેલી વાત એ નિરોગીતાની જુએ છે. જરાય રોગી, નમાલું કે તાકાતવગરનું ધરૂ એ તરતજ ઉપાડી નાખે. ગમે તેવું સુંદર ફુલ કે સ્વાદિષ્ટ ફળ થવા સંભવ હોય, પણ જે ઝાડ કે છોડ રોગ સામે ટકકર ઝીલે તેમ ન હોય તો એ આખો અખતરો ફરીથી કરે. જે જંતુ તેનો નાશ કરી શકે, જે ભેજ કે ઉબાથી તેને હરકત આવે, તે ગમે તેટલા જથાબંધ કે ગમે તેવાં સુંદર ને સ્વા ફિલ કે ફળ આપનાર ઝાડને તે પોતાના બગીચામાંથી દેશપાર કરતાં અચકાય નહિ. બુરબેન્ક પોતાને ત્યાં કોઈ પણ જાતની જંતુનાશક દવા કે પદાર્થ વાપરતા નથી. એને દરેક રોગ સામે ટક્કર ઝીલી શકશે એવી ખાત્રી થયા પછી જ એ ઝાડ બજારમાં મૂકે છે.
આપણે બુરબેન્કના ચરિત્રમાંથી શું શીખીએ? આપણે ત્યાં હવાપાણીની અનુકુળતા છે, સૂર્યનારાયણની આપણા ઉપર મહેર છે, અનેકવિધ વનસ્પતિ આપણે ત્યાં ઉગે છે, ઉગી શકે છે. આપણે વધારે સારાં ફળ નથી જોઇતાં, વધારે મીઠાશ આપણાથી નથી જીરવાય એવી, આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com