________________
૨૯૪
મહાન દેશસેવા કેવા હોય?-યુથર બુરબેન્ક આજ તે પણ દૂર થઈ ગયા હશે. એ કાંટા ન હોય તો કંઈક અંશે એ ખાદ્ય અને સ્વાદિષ્ટ પણ હોય છે. આપણે ત્યાં ગરીબ લેકને એ વાદથી ખાતાં જોઈએ પણ છીએ; પરંતુ ખરા વાદથી ધનવાનો પણ સફરજન-નારંગી જેઓ પોતાના ભાણામાં એને બેસાડે એવાં બનાવવા મી. બુરબેન્કનો પ્રયત્ન છે અને એ ફળ બેસે છે કેટલા ? અકેક ફાફડે સો સે. એક એકરમાં સે ટનથી વધુ અને સુંદર દેખાવ ન આપે તો બુરબેન્કને હાથ કેમ ઓળખાય ? અત્યારસુધીમાં (૧૯૦૭ સુધીમાં ) ધોળાં, પીળાં, જાંબુડી એમ અનેક રંગનાં અને કંઈક સ્વાદવાળાં ફળની જાત તૈયાર થઈ છે. કેવળ ફળની દૃષ્ટિથી પણ કાંટાવગરની થેરીનાં ઝાડ દરેક બગીચામાં રોપાવાં જોઈએ.
ઝાડના થડને પણ એણે વશ કર્યું છે. ધાર્યું મજબૂત લાકડું બનાવવું, તેને જલદી ઉગાડવું, એને ઇમારતી કામમાં આવે એવું કરવું, નાનું કરવું, મોટું કરવું, એ સૌ એને હુકમ પ્રમાણે જ જાણે બને છે. “ક” ઈ. પિોણોસો-સો વર્ષે તૈયાર થતાં ઝાડની ઈમારતી લાકડા તરીકેના વાપરમાં ઘણો નાશ થઈ ગયો છે અને અત્યારે એવી ઝડપે દુનિયા ચાલે છે કે, ઈમારતી લાકડામાટે પચાસ-પોણોસો વર્ષ વાટ જેવી તેને પાલવતી નથી. મી. બુરબેન્કે નવ વર્ષમાં તૈયાર થઈ જાય અને ઈમારતી કામમાં આવે એવું પાકટ અને કદમાં મોટું થાય એવું ઝાડ બનાવ્યું છે-બનાવ્યું એજ શબ્દ એને માટે જુગતે છે. ઈમારતી કામમાં આવે એટલું જ નહિ પણ પુષ્કળ જથામાં
ખવાય એવાં ફળ બેસે છે. અખરોટનું જ એ ઝાડ. “રોયલ વૅલનટ' નું ઝાડ મોટું થાય છે, જલદી થાય છે, ફળ સારા અને મેટા પ્રમાણમાં આપે છે અને “ક” જેવું લાકડું આપે છે. “બેરી નાં ઝાંખરાં દૂર કર્યાની અને ચેસ્ટનટનાં ઝાડ નીચાં કર્યાની વાત આપણે વાંચી ગયા.
અનાજ ઉપર એને હાથ ન ફર્યો હોય એમ તે કાંઈ બને ? અમેરિકા મકાઈ ઠીક પ્રમાણમાં ઉગાડે છે. એક સાંઠે પંદર પંદર દાડા બેસે એવી જાત તેણે બનાવી છે. મીઠાશ વધારે હોય, દોડા દીઠ દાણા વધારે હોય એવી જત, દાણામાં “ સ્ટાર્ચ' વધારે હોય એવી જાત, પીળા, લાલ કે સફેદ દાણુ બેસે એવી જાત એમ અનેક જાત તેણે ઉગાડી છે. ઘઉંની જાત પણ નવીન બનાવી છે. કણસલા દીઠ દાણ વધારે ઉતરે, રોગની સામે ટકકર ઝીલે અને બધી જાતનાં હવાપાણીને અનુકૂળ હોય, એવી જાત બનાવી છે. “રાઈ” ના દાણા પણ બેવડા મોટા થાય એવું કર્યું છે. જંગલી ધાન્ય સુધારીને નવી જાતનું ધાન્ય બનાવવાનું હાથ પર લીધું છે. બગીચામાં આંતરે અરે શોભાના છેડતરીકે અનાજના કયારા કરવા એની ભલામણ છે. આથી પ્રગ, શોભા અને ખોરાક ત્રણેની અનુકુળતા થાય છે.
એ જે જે વસ્તુ હાથમાં ઝાલે છે, તેમાં તેની સર્વગામી દષ્ટિ હોય છે. એ જાણે છે કે એક જ વસ્તુ અનેક કારણે કિંમતી ગણતી હોય છે. કોઈકને કદ મોટું હોય તે પસંદ, તો બીજાને મીઠાશ પસંદ, ત્રીજાને ફાલ મોટો બેસે તે ઉપર લક્ષ્ય ને ચોથાને એના સ્વરૂપનો મોહ. બુરબેન્ક જ્યારે પ્રયોગ કરે છે, ત્યારે આ કારણે બે ચાર જાત નીપજાવે છે અને બને ત્યાં સુધી બને તેટલા બધાએ સારા ગુણ એકમાંજ એકત્રિત કરી શકાય તેવી તજવીજ કરે છે. આ જ કારણે ફૂલ શોભીતાં અને છેડ ખાવ મૂળવાળા બને, થડ ઈમારતી લાકડું આપે અને ફળ બજારમાં પૈસા અપાવે એવાં ઝાડ છે. તરફ એનું લક્ષ વધારે હોય છે.
પણ આ બધું અને આટલું બધું એ કરે છે શી રીતે ? એના હાથમાં કોઈ જાદુઈ વિંટી કે લાકડી આવી ગઈ છે, કે જેથી ફળ, ફુલ, ઝાડ એના હુકમમાં રહી તેનું કહ્યું કરે ? કે એ કાંઈ રસાયણ પ્રયોગો અજમાવે છે? કે એ કરે છે શું? એણે શું કર્યું છે, તે જાણવા કરતાં શી રીતે કર્યું છે તે જાણવું આપણને વધારે ઉપયોગી થઈ પડશે. એણે જીવનભરમાં કશું ખાનગી નથી રાખ્યું. જે કાંઇ એણે કર્યું છે, કરે છે કે કરવા ધારે છે, તે સધળે બધાની આગળ ૦ સંકેચવગર રજુ કરી દે છે. પૂરી માહિતીની જેને ઈરછા હોય તે એનાં પુસ્તક વાંચી શકે છે; પણ આ લેખમાટે તો બેજ શબ્દોમાં એની કીમી આગરી જણાવી શકાય; તિર્થંકજનન (ક્રોસ બ્રીડગ) અને વીણામણ (લાઈન બ્રીડીંગ). બે જૂદી જૂદી જાતનાં પુષ્પના પુંકેસર અને સ્ત્રીકેસરના સંયોગથી ત્રીજી જાત ઉત્પન્ન કરવાની કળાને તિર્યકજનન કહે છે અને એક જ જાતમાંથી સારું બીઆઉ વણી તેમાંથી છોડ ઉગાડી, તે પૈકીનાં સારાં બીજ સંગ્રહી, વળી ફરીથી તેમાંથી જ પાક લે, એમ બે પાંચ સાત પેઢી સુધી વીણી વીણીને બીજ સંઘરવું એ વીણામણ(લાઈન બ્રીડીંગ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com