________________
उत्तम ग्रंथोना सेवननो महिमा
(અનેક ઉત્તમ પુરુષના ઉદ્દગાર) यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं, किं तस्य शुष्कैश्चपलाविनोदैः॥ અર્થાત જેને સારા સારા ગ્રંથ વાંચવા વિચારવાનું સદ્ભાગ્ય મળેલું હોય, તેને ચપળાના (લક્ષ્મીના–સ્ત્રીના ) શુક વિનેદ શી ગણતરીમાં છે ?
- “તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડે છે, પણ એવું તે તમે થોડું વાંચે તેજ સારૂં. ગીતાજી વાંચે, વેદાંતનાં બીજા પુસ્તક વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.”
* “સ્વામી વિવેકાનંદ “પુસ્તકમાં હું ગુંથાયેલો રહી શકતો, તેથી મને બે માસ વધારે જેલ મળત તોપણ હું કાયર નહિ થાત; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારો કરી શકવાથી હું ઉલટો વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે. x x એક પછી બીજું, એમ પુસ્તકે વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશો.”
6 મહાત્મા ગાંધીજી » મને પુસ્તકે વાંચવાથી જે આનંદ મળે છે તેવો આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામથી નથી મળતો. * * * માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. x x x બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. ૫ આદિના જેવી ઈદ્રિયતૃપ્તિસિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. x x x સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદૈવ સાહિત્યસરોવરનાં કમળાની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય, તેને તો સાહિત્યસિવાયનાં સ્વર્ગીય સુખો પણ તુછજ લાગે છે.” “અંકિમચંદ્ર
“ગરીબોને દરિદ્રતામાંથી છોડવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શકિત છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી.”
“ મારા * “જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે અને પુસ્તકો તે એ સમુદ્રનો લાભ લઈ શકાય તેવાં વહાણો છે; જ્ઞાન એ સૂર્ય છે અને પુસ્તકો એ આપણા ઘરમાં આવી શકે છે તેને પ્રકાશ છે; જ્ઞાન એ સેનાની ખાણ છે અને પુસ્તકો એ તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કિંમતી નેટ છે અને પુસ્તકે એ આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકે તે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકે તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તકે એ આપણને રહેવાલાયક મકાને છે; જ્ઞાન એ અનાજનો ભંડાર છે અને પુસ્તકો એ તેમાંથી તૈયાર થયેલા રોટલા છે; જ્ઞાન એ મેઘ છે અને પુસ્તકો તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સર્વશક્તિમાન પરમાત્મા છે તથા પુસ્તકે એ તે પરમાત્માનો રસ્તો દેખાડનારા પૂજનીય દે છે.”
વર્ગનાં ર » પુસ્તકો પ્રત્યેને નેહ એ ઈશ્વરના રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે.”
ખરાબ ચેપડીઓનું વાચન, એ તો ઝેર પીવાસમાન છે.”
“મહેલોથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સંતેષ તમને નહિ મળે, તે સંતોષ તમને ઉત્તમ પુસ્તકોથી પ્રાપ્ત થશે.”
“રાકવિનાના શરીરની પેઠે જ્ઞાનવિનાનું મન પણ નિર્માલ્ય છે. એ જ્ઞાનને મેળવવાનું સર્વોપરિ સાધન વાચન હેવાથી જે ઘરમાં સારાં પુસ્તકો નથી, તે ઘર ઘર નહિ પણ નિર્માલ્ય તનમનવાળાં જીવતાં મુડદાંઓને રહેવાની ઘોર છે.”
એક વિદ્વાન ઠીક જ કહે છે કે, “વાંચવાની હેશ છોડી દેવાના બદલામાં કોઈ મને આખા - રા. ૨-૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com