________________
હિંદુસ્તાનની સંપત્તિ આપે, તો પણ હું તેને કદી છોડું નહિ.”
“ પુસ્તક તરુણાવસ્થામાં સુમાર્ગ દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મનરંજન કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણું જીવન આપણને નકામું લાગવા દેતા નથી. વળી તે આપણી ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશાનો નાશ કરે છે. ”
૪ એક પાશ્ચાત્ય પંડિતનો તે એટલે સુધી મત છે કે:-માણસને લુગડાંલત્તાંની જેટલી જરૂર નથી, તેટલી પુસ્તકોની છે. તે પોતે પણ જરૂરનાં પુસ્તકો ખરીદી લેતાં સુધી લુગડાં લેવાનું મુલતવી રાખતો. તેને સિસેરોનાં પુસ્તકે બહુ ગમતાં હતાં. તે વાંચતા ત્યારે ત્યારે હું વધારે સારો થયો છું' એમ તેને લાગતું. ”
“ઉત્તમ ગ્રંથે, તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌર્ય, વૈર્ય તથા પરોપકારવૃત્તિને વિસ્તારે છે; અને જેમ જેમ એ દૈવી ગુણેની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવોની જડ નાશ પામતી જાય છે.”
“ સુખ, વિદ્યા અથવા પ્રમાણિકતાના પ્રેમીઓએ તો જરૂર પુસ્તકને શોખ રાખવો.”
“ ગ્રંથની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તો એ ગ્રંથેજ માનસવાણીથી તમને કહેશે કે – અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે હું અને વાપરો, એટલે તમારું કલ્યાણ થશે.શું આ માનસવાણુ ઓછી કિંમતી છે ?”
उत्तम जीवनचरित्रानो महिमा
જીવનચરિત્ર એ એક પ્રકારનું દર્પણ છે. જેમ અરીસામાં મનુષ્ય પોતાની મુખાકૃતિમાં ખાંપણ જુએ છે, ત્યારે તે ખાંપણને કાઢી નાખવા અને કાંતિમાં વધારો કરવા માટે પ્રયત્ન કરે છે, તેમ ચરિત્રરૂપી આરસીથી પોતાને સ્વભાવમાં વળગેલાં ભૂખણદૂષણ-ગુણદોષ-તેના જેવામાં આવે છે અને તેમ થતાં દુષણને ક્ષય અને ભૂષણમાં વૃદ્ધિ કરવાને તે જાગૃત થાય છે. વળી જે કામ ઉપદેશ અથવા બંધ કરવાથી નથી બનતું, તે કામ જીવનચરિત્ર સહેલાઈથી પાર પાડી શકે છે. અતિ શ્રમ લઈ વિદ્યા ભણે, દેશાટન કરો, સ્વદેશહિતેચ્છુ થાઓ, પ્રેમશૌર્ય દાખવે, એવા એવા ઉપદેશ મુખે અથવા પુસ્તકદ્વારા કરવાથી જેવી અને જેટલી અસર થાય છે, તેના કરતાં એવા ગુણોથી અંકિત થઈ પ્રખ્યાતિમાં આવેલા મહાપુરુષોનાં ચરિત્રો વાંચી સમજવાથી અધિક અસર થાય છે. વાંચનારના સ્મરણસ્થાનમાં તેની આબાદ ઉંડી છાપ પડે છે અને પછી તે તેને અનુસરીને ઉત્તેજિત થઈને બહાર પડે છે. ”
ઉત્તમ ચરિત્રો તેના વાચકને બતાવી આપે છે કે, એક સામાન્ય મનુષ્ય પણ પિતાનું જીવન કેટલી હદ સુધી ઉત્તમ બનાવી શકે તથા કેવાં ઉચ્ચ કાર્ય કરી શકે અને જગતમાં કેટલી બધી સારી અસરો ફેલાવી શકે.”
ચરિત્રોના વાચનથી આપણું ચૈતન્ય સતેજ થાય છે; આપણી આશામાં જીવન આવે છે; આપણામાં નવું કૌવત, હિંમત અને શ્રદ્ધા આવે છે; આપણે આપણું ઉપર તેમજ બીજાઓ ઉપર શ્રદ્ધા રાખીએ છીએ; આપણામાં મહત્ત્વાકાંક્ષા જાગે છે; આપણે રૂડાં કાર્યોમાં જોડાઇએ છીએ; અને મોટાઓનાં કામમાં તેમની સાથે હિસ્સેદાર થવાને પ્રેરાઈએ છીએ. આ પ્રમાણે જીવનચરિત્રાના સહવાસમાં રહેવું, જીવવું અને તેમાંના દાખલાઓ જોઈને ઋરણયમાન થવું, એ તે તે ઉત્તમ આત્માઓના સમાગમમાં આવવા બરાબર અને ઉત્તમ મંડળમાં સહવાસ કરવા બરાબર છે.”
“મહાન સ્ત્રીપુરુષોનાં જીવનચરિત્રનું ચિંતન કરાય છે, ત્યારે બરાબર સમજી શકાય છે કે, મહત્તાને દરવાજે સર્વને માટે ઉઘાડો છે.”
શિક્ષણનું મેટામાં મોટું લક્ષ્ય ચરિત્ર સંગઠન છે અને ચરિત્ર સંગઠનમાં મોટામાં મોટી મદદ મહાન સ્ત્રીપુરુષોનાં જીવનચરિત્રોના અભ્યાસથી મળે છે માટે જીવનચરિત્રનો અભ્યાસ કરવો એ શિક્ષણનું એક મોટામાં મોટું અંગ માનવું જોઈએ.”
' “માનવજાતિના વર્તનને ઉચ્ચ સ્થિતિએ લાવવામાં રૂડાં મનુષ્યોનાં જીવનચરિત્રાએ જે અસર નિપજાવી છે, તેનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું થોડું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com