________________
પ્રકાશકનું નિવેદન તીસ લેખ ચુને જાના; ઐસા કામ જીસને કભી કિયા હોગા વહી જાન સકતા હૈ. યહ સેવક કી તરહ જીનકે યાદશક્તિ કી કમી ઔર પ્રકૃતિ કી જડતા ઇત્યાદિ હરકતું ન હોવે, ઉનકી બાત દૂસરી છે.”
યહ સેવક કી માતૃભાષા હિંદી નહીં હોને સે ઇસ નિવેદન મેં ગલતિયાં દિખ પડે છે ક્ષમા કર કે સુધાર લીયેગા.” તે સત્તા સંવત ૧૯૭૩ માર્ગશીર્ષ શુકલપંચમી. છે ભિક્ષ-અખંડાનંદ
નવેમ્બર ઇ. સ. ૧૯૧૬. ઇ મંત્રી-સ. સા. વિ. કાર્યાલય. ઉપલા લેખમાં આવા સંગ્રહો દરવર્ષે પ્રસિદ્ધ કરવાની જરૂર જણાવવા છતાં અત્યારસુધી અત્ર તરફથી તે મુજબ બન્યું નથી. આ સંગ્રહ વખતે પણ મનમાં એમ થયા કર્યું છે કે, વિવિધ ગ્રંથમાળાઠારા અથવા જૂદા માસિકરૂપે ઉત્તમ લેખેના આવા સંગ્રહોજ માત્ર આપ્યા કર્યા હોય તો કેવું સારું ! ગુજરાતી કરતાં હિંદી માસિકોમાં કેટલાક લેખ વધારે મહત્ત્વના અને અસરકારક શૈલીમાં આવતા હોવાથી માત્ર તેવા હિંદી લેખોના સંગ્રહ પણ ગુજ૨ લિપિમાં નીકળ્યા કરે પણ તે માનસિક ખોરાક ગુર્જર પાઠક માટે મહત્ત્વને, રસપ્રદ અને ઉત્સાહવર્ધક નિવડે, અને તેની સાથે તેમને દેશભાષા પણ સારી પેઠે આવડતી ચાલે. ગુજરાતી પાઠકો માટે હિંદી ભાષા સમજવામાં જેમ સુગમ છે, તેમ તે યાત્રામાં અને બીજી રીતે પણ ઉપયોગી થાય તેવી છે. ઈશ્વ
છા હોય તો અત્ર તરફથી પણ વહેલે મોડે આ ગ્રંથમાળાદ્વારા એવા સંગ્રહેજ માટે ભાગે નીકળતા ચાલે, એ અશક્ય નથી. આ સંગ્રહમાં પણ લગભગ ત્રીજા ભાગ જેટલા (૯) લેખો હિંદી ભાષામાં અપાયા તે ઉપલીજ સમજણથી અપાયા છે.
આમાંના લેખોની પસંદગી અને છપાઈ સવા વર્ષ પર શરૂ થઈ ચૂકેલી, તેથીજ એમાં કનખલના રામકૃષ્ણ મિશનવાળો લેખ લેવાય હતે.
હરકેાઈ પુસ્તકની પેઠે આ પુસ્તક પણ પ્રથમ શુદ્ધિપત્ર મુજબ સુધાર્યા પછીજ વાંચવું જોઈએ.
આ લેખસંગ્રહમાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવકને સંમત સમજવાનો નથી; તેમ સંમત કે અસંમત વિચારો માટે તે વાદવિવાદમાં પણ ઉતરે તે નથી.
આ સેંકડો પડવાળી પત્રાવલિમાં જે જે વાનીએ સમાયેલી છે, તેમાં કાંઇપણ હિતાવહતા. જણાય, તો તેનો સર્વે યશ તેને તૈયાર કરનાર વિદ્વાનોનેજ અપાવો જોઈએ. કેમકે આ સેવકે તે તેમની તૈયાર કરેલી વિવિધ પ્રકારની હજારો વાનીઓમાંથી યથામતિ જે જે પીરસવા જેવી લાગી, તે માત્ર પીરસવાનું જ કામ બજાવ્યું છે. કયી ચીજ જમવી ને કયી ન જમવી, કયી ચીજ સારી લાગવી ને કયી ખરાબ લાગવી; એ તે પ્રત્યેક જમનારની પોતાની સ્થિતિ અને રુચિ ઉપર છે.
પસંદગી કરાયા પછી તેનાં પ્રફ જોવાનું આ સેવકથી બનતું નથી, આથી તેમજ બીજા કારણથી પણ આ સંગ્રહમાં કોઈ અગત્યની ભૂલચૂકે આવેલી જણાય છે તે સ્વાભાવિક સમજીને સજજનોને તે યોગ્ય સુધારણા સાથે લખી મોકલવા વિનતિ છે.
આ સંસ્થા તરફથી શુભસંગ્રહને પહેલો ભાગ ૧૯૮૨ ના બીજા ચૈત્રમાં નીકળેલો, તેની બંને સાવૃત્તિ સત્વર ખૂટી જવાથી ત્રીજી આવૃત્તિ પણ છપાઈ ચૂકી છે. એ તેમજ બીજ પણ થોડાંક ખાસ વહેંચવા જેવાં પુસ્તક સામટાં લેનારને ખાસ કિફાયતે આપવાની જે ગેઠવણ કરાઈ છે; તથા સં. ૧૯૮૪ પિષ માસ સુધી મહાભારત, રામાયણ, યોગવાસિષ્ઠ, ચિત્રાવલિઓ વગેરે ખાસ કિફાયતે આપવાનું ઠરાવ્યું છે; તેને લગતી હકીકત તેમજ હવેનું પુસ્તક વી. પી. થી મોકલવા. વિષે. મફત કે ઓછા મૂલ્ય માગનારને વિનતિ. મહાભારત લેનાર તથા લેવા ઇચ્છનારને સુચના પુસ્તકમાં અપાતા કમીશનના હાલના નિયમ, એ હકીકતે આ પહેલાંનાં પૃષ્ઠોમાં અપાઈ છે, તે તરફ પુનઃ પણ પ્રત્યેક વાંચનારનું ધ્યાન ખેંચવામાં આવે છે.
શુભસંગ્રહના આ બીજા ભાગની પ્રતે તે ગ્રંથમાળાના ગ્રાહકે ઉપરાંત માત્ર બે હજાર જ વધુ છપાઈ છે. અને તે ૧૯૮૪ ના પોષ માસ સુધી કાંઈપણ પોસ્ટેજ લીધા સિવાય મોકલવાનું રાખ્યું છે,
સર્વના પરમ સુહંદુ સર્વેશ્વરના સ્મરણપૂર્વક ૩૪ તત્તર સંવત ૧૯૮૩-આસો વદી ૯
અવગુણસાગર ભિક્ષુ-અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com