________________
મહાન દેશસેવક કેવા હેાય ?–લ્યુથર ખુએન્ક
મહાન દેશસેવક કેવા હેાય ?—યુથર હ્યુએન્ક
( લેખકઃ-વિદ્યાર્થી. સાહિત્ય-જાન્યુઆરી ૧૯૨૭ ના અંકમાંથી )
“ જરાક નીચા નમીને પેલા આંબા ઉપરથી બે ચાર કેરીઓ તેાડી લ્યોને. ” કાઈ તમને એમ કહે તે તમે શું ધારા ? લ્યુથર મુખેન્કના જીવનચરિત્રના લેખકને એવાજ પ્રસંગ આવ્યે હતેા. માત્ર આંખાને બદલે ‘ચેસ્ટનટ ' ની વાત હતી. સાધારણ રીતે ‘ ચેસ્ટનટ ' નાં ઝાડ થાય છે ઉંચાં, અને ઉંચે જોતાં ડેાક રહી જાય, ત્યારેજ તેનાં ફળ મેળવી શકાય, અગર નીચે પડેલાં વીણી લઇ સતેાષ માનીએ ત્યારે. લ્યુથર હ્યુએન્કે એવી એક જાત ઉગાડી છે, કે ઢીંચણભરના ઝાડ ઉપરજ ફળ બેસે અને ઝાડ એનાથી ઉંચાં વધેજ નહિ. ઝાડ નાનાં એટલે ક્ળ પણ નાનાં કે ઓછાં એવુ નહિ. સારાં, મેટાં અને મીઠાં ફળ જથાબંધ એ ઝાડ ઉપર બેસે એવી ટેવ એ ઝાડને એણે પાડી છે. બીજા પ્રયાગથી ‘ ચેસ્ટનટ ' ને રોપ્યા પછી ધ્યેજ મહિને ફળ બેસવા માંડે, એવા પ્રકારનાં ઝાડ તૈયાર કર્યો છે. ગેાડલા વાવીને છકે હિતે આપણને કેરીએ મળે તે ? પણ આપણે બહુ ઉતાવળ કરીએ છીએ.
૨૦૧
મી. ખુબેન્કના કાર્ટીની સમાપ્તિ આટલેથીજ નથી થતી. ઠળિયા વગરનાં ‘ પ્લમ ’ (જરદ આલુની જાતનાં ફળ), બશેર ત્રણશેર વજનની ડુંગળી, કાંટા વગરના ફાફડા થાર, કાંટા વગરનાં ‘બેરી’ નાં ઝાડ (ચણીમારની જાતનાં ઝાંખરાંવાળાં ઝાડ), અઢાર ઇંચ વ્યાસનાં સૂર્યમુખી અને ખાર ઇંચ વ્યાસનાં ‘એમેરીલીસ' એ અનેક પ્રકારનાં ફળ અને ફુલમાં સુધારાવધારા કર્યાં છે. કાઈ ઝાડને તેણે મેટાં કર્યાં છે, કાઇને નાનાં બનાવી દીધાં છે, કાઇનાં પાંદડાંને રંગ ફેરવ્યા છે, તે બીજાનાં પાંદડાંને આકાર ફેરવ્યા છે, કાઇના થડના કાંટા કાઢી નાખ્યા છે, તે કાઇનાં થડઈમારતી કામમાં આવે એવાં કર્યાં છે. રંગ વગરનાને રંગ અને ગંધ વગરનાંતે સુગંધ આપી પુલ પણ ફેરવ્યાં છે. મેટાં ઝુમખાદાર, સુગંધી, સારી આકૃતિનાં સુંદર ર ંગાવાળાં એમ અનેક તરેહનાં નવીન પુષ્પા આપ્યાં છે. ફળમાંથી ઠળિયા કાઢી નાખ્યા છે, શ્રીકાં ને મીઠાં કર્યાં છે, નાનાંને મેાટાં કર્યાં છે, કઠણ છાલનાંતે કુમળાં કર્યાં છે, મેસમમાં ફળનારને બારમાસી કર્યાં છે. જંગલીને શહેરવાસી કર્યાં છે. ટુંકામાં એણે ઝાડનાં મૂળને, થડને, પાનને, પુલને અને ફળને હતાં તેથી સારાં અને વધુ ઉપયાગી ખનાવવામાં જીંદગી ખર્ચી છે અને આશ્રમુગ્ધ કરે એવી સફળતા પણ મેળવી છે.
તમને એમ થશે કે આ બધાં ગપ્પાં છે, ઠંડા પહેારમાં બાળકેાને કહેવાની વાતા છે, અરેબિયન નાઇટસના જમાના હવે તેા વહી ગયા છે અને આવી જાદુઇ વાતા આ જમાનામાં કાઈ માનવા તૈયાર નથી. ખરેજ આ વાત! જાદુઇ છે અને મુરબેન્કને અમેરિકાના લોકેા સાન્ટારેઝા’ ના જાદુગરતરિકે ઓળખે છે. આપણે ત્યાં તે એનું નામ જાણનાર પણ કાઇક અને અમેરિકામાં એને ન ઓળખનારૂં કાઇક. કેલીફેની આ’ માં એના જન્મદિવસે શાળાએામાં રજા પાડે છે; એટલા એ લોકપ્રિય અને જાણીતા છે. એ દિવસે હજારો બાળકા એને મળવા જાય છે અને લાખા એને પત્ર લખે છે, એવા એનાપ્રત્યે બાળકાના અને બાળકાપ્રત્યે એને પ્રેમ છે. ઝાડપાન પછી મીજે નંબરે હ્યુરમેન્કને બાળકૈા ગમે છે અને એમના ઉછેર' માટે એણે વિચાર કર્યો છે.
‘માસાચ્યુસેટ્સ’ પરગણામાં એને જન્મ થયો. એના પિતાનું એ તેરમું બાળક અને શરૂઆતથી એની તબિયત નાજીક-આ ત્રણથી ચેાથી વાત એના અંગત જીવનસબંધી એના ચરિત્રકારે નથી લખી. સાડાત્રણસેા પાનાનું પુસ્તક એણે એના જીવનકાર્યની હકીકતથી ભયું છે. અમેરિકામાં જીવનચિરત્રા હમણાં હમણાં આ ઢબથી લખાય છે; પણ આ તે આ કથા થઇ. નાજુક તબિયતે એણે શાળામાં પૂરી કેળવણી લેવાનાં દ્વાર બંધ કર્યાં અને એજ નાજુક તબિયતે એને કારખાનામાં લીધેલી નોકરી છેડાવી. નાનપણથીજ એના શેાધક સ્વભાવ હતા, સ્ટીમથી ચાલતી હેાડીનું એણે રમકડું બનાવેલું અને કારખાનામાં પણ એક એ યાંત્રિક શોધ કરેલી, પણ એના પ્રારબ્ધમાં ખુલ્લાં મેદાન અને ખેતરેામાં શોધખેાળ કરવાનું લખેલું, એટલે નાજુક તબિયતે એને ખાગ અને ખેતીના કામમાં પડવાની ફરજ પાડી. ચેાખ્ખી હવા અને ઉજાશ તથા કસરત, એ બધું એ સિવાય એને મળવાને સભવ નહોતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com