________________
૨૦.
રેડીઓ જગત
રેડીઓ જગત (દૈનિક હિંદુસ્થાન તા-૨૭-૭-૨૬ )
રેડીઓ પેનહેલર રેડીઓ વડે શું શું કામ થઈ શકે, તેની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. હાલ તુરતમાંજ એક વધારો થયો છે અને તે રેડીઓ પેનહોલ્ડર નીકળ્યું છે, કે જેવડે દૂરથી રેડીઓ યંત્રવડે “બ્રાડ-કાસ્ટ” કરવામાં આવેલા નકશાઓ, હાસ્યચિ, કારટુનો કે લખાણ, તરતજ તે પેન-હોલ્ડરવડે બીજે ઠેકાણે મૂળના જેવાજ આકારમાં નાંધાઈ જાય છે. આ નવી શોધ કરનારનું નામ
મી. સી. એફ. જે મ્સ છે કે, જેએએજ રેડીઓ વડે ચિત્ર મોકલવાની શોધ કરી છે. આ યંત્ર બહુ ગુચવાડાભર્યું નથી. એની ગોઠવણ એવી છે કે જ્યાં સંદેશાઓ લેવાના હોય ત્યાં એક પતરાનો ૬ ઇંચ લાંબો કટકે એક ટેલીફોનની કાન આગળ ધરવાની ડબી જેવા આકારની છબીમાં લગાડેલો ઉચે ટાંગવામાં આવે છે. તેની સાથે એક લોખંડને તાર ઢળતી સપાટી પર મૂકવામાં આવેલા કાગળને અડકેલો હોય છે અને તેનો સંબંધ સાધારણ જાતના રેડીઓ રીસીવર સાથે તારવડે રાખવામાં આવેલ હોય છે. આ લોખંડનો તાર તે “રેડીઓ-પેનહેલ્ડર” લખવાની કલમનું કામ કરે છે. રેડીએવડે ચાલતા એક પાસેના યંત્ર ઉપર દૂરથી જે સંદેશાઓ આવે તેની અસર થાય અને તેવડે આ રેડીઓ કલમ ઉંચી નીચી થાય અને નીચે મૂકવામાં આવેલા કાગળ ઉપર આકૃતિઓ થાય છે, કે જે મેકલવામાં આવેલી આકૃતિના જેવી જ હોય છે.
આ ન સંચે કાંઈ ઘણો કિંમતી નથી હોતો અને તેનો ઉપયોગ એક સાધારણ “રેડીમે -રીસીવર ” સાંભળવાના યંત્રતરીકે સહેલાઈથી થઈ શકે, માત્ર તેના ઉપર લાઉડ-સ્પીકર” (ધ્વનિ પ્રસારક) ભુંગળું મૂકવાની જરૂર રહે છે.
રેડીઓ વડે કાકડીને પાક નોટીંગહામ ખાતેના એક બગીચાના માળીએ વિચિત્ર હકીકત રજુ કરી છે, તે જણાવે છે કે કાકડીના અને ટોમેટાના છેડવા પાસે રેડીઓ યંત્ર અને તેના થાંભલા અને તાર રાખવાથી કાકડીના ૧૬ ફૂટ લાંબા ઝાડ ઉપર બબ્બે ફૂટ લાંબી ૩૫ કાકડીઓ ઉતરી હતી. આ બાબતમાં એક રેડીએ-ઇન્સ્પેકટરે તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે થોડા વખતપર એવા અખતરા કરી જોવામાં આવ્યા હતા કે અનાજનો પાક વધારે અને જલદી ઉતારવામાટે રેડીઓ યંત્ર કામમાં આવી શકે કે કેમ ? તે અખતરાઓ ઉપરથી એટલું તો સિદ્ધ થયું હતું કે જો છેડવાઓ ઉપર રેડીઓ યંત્ર અને તેના થાંભલા તથા તાર-એરીઅલ-રાખવામાં આવે તો પાક ઉપર તેની અસર તે જરૂર થાય; પરંતુ સંતોષકારક અસર કરવા માટે ઘણા મજબૂત પાવરની–લા વોલ્ટની-વીજળી જોઈએ, અને તેની ગોઠવણ કરવામાં ખર્ચનો ઘણો વ્યય થાય. વળી રેડીઓ રીસીવર એટલે માત્ર સાંભળવાના યંત્ર રાખવાથી પાક ઉપર અસર થવાનો સંભવ નથી; પરંતુ “ટ્રાન્સમીટર” એટલે સંદેશા ફેલાવવાના યંત્રની અસર થાય.
રેડીઓ વડે આગની આગાહી અમેરીકા અને કેનેડાનાં જંગલખાતામાં કેટલીક વખત શોધખોળ કર્યાના પરિણામે જણાય છે કે, રેડીઓ યંત્રનો ઉપયોગ જંગલોમાં લાગતી આગની અગમચેતી આપવા માટે થઈ શકશે. એમ ધારવામાં આવે છે કે હવાના ભેજ ( હ્યુમીડીટી ) તથા દબાણને અને જંગલની આગેને સંબંધ છે અને રેડીઓના “સ્ટેટીક” અને હવા નીચે ભેજને સંબંધ છે. જ્યારે જંગલમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય ત્યારે આગ લાગવાનો સંભવ છે અને તેથી ઓછો ભેજ થયે છે એ રેડીએ યંત્રથી જણાઈ શકે. એવી કરામત કરવામાં આવી છે. આ ઉપરથી ચેતીને આગળથી બુજાવવાનાં સાધનોની તૈયારી કરવામાં આવે તો રેડીઓના “સ્ટેટીક” વડે વાવાઝોડાં અને તેને કાનોની આગાહી પણું ૨૪ કલાક પહેલાં કરી શકાય છે એમ વિજ્ઞાનીઓનું માનવું છે. આવા યંત્રની શોધ હજી પૂર્ણ થઈજ નથી; પરંતુ તે ઘેડા સમયના પરિશ્રમ પછી અવશ્ય થશે એ સંભવ લાગે છે અને જો આવું યંત્ર ખાત્રીપૂર્વક કામ કરે તો, હવે પછી લાગનારી આગે અને થનારાં તોફાનોથી હાલમાં જે નુકશાની થાય છે, તેટલી નુકશાની ભવિષ્યમાં થવાને સંભવ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com