________________
૨
૦૧AA^^^^^^^^^^^^^^^^^^^^^^^^
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
^^^^^^^^^^^^
^^^^^^^^^^^
ખેડુતોને કેળવવામાં ચિત્રપટને ઉપયોગ રૂશીઆમાં લગભગ ત્રણ લાખ જેટલા નિરાધારની વસ્તી માનવામાં આવે છે, ને તેમાં મોટો ભાગ તો જેઓ છેલ્લી લડાઈમાં અને રાજ્યક્રાંતિમાં માર્યા ગયા તેમનાં બાળકોનો છે, તેમની માતાઓ ભૂખમરાથી મરણવશ થઈ ગઈ હતી. ઘણીવાર સરકાર આમાંના કેટલાકને વીણી વીણીને જુદી જુદી સંસ્થાઓમાં મોકલી આપે છે. વળી તેઓ ત્યાંથી શહેરમાં નાસી આવે છે. ઉનાળાના દિવસોમાં તેઓ ત્યાં આવી પહોંચે છે ને સખ્ત ઠંડી પડે ત્યાં સુધી ફૂલો, વર્તમાનપત્રો કે દીવાસળીઓ વેચી જેમ તેમ ગુજરાન ચલાવે છે.
આ જવાન ભિખારૂઓ ઘણી સાવચેતી રાખે છે. એક મધુરી સાંજે અમે ફરતા હતા ત્યારે એક જવાન બાઈએ અમને તેની પાસેનાં ફૂલ ખરીદ કરવાની ફરમાસ કરી, અમે તેને ઇંગ્લીશમાં કહ્યું કે, અમને ફૂલની જરૂર નથી. તેને તો અમારી પારકી જબાન સાંભળી પહેલાં તે મૂંઝવણ થઈ; પણ પળવારમાં તેણે કહ્યું -“બ્રિટીશ છે ત્યારે ને ધીમે રહીને હસ્તે મેં એક પૈસો માગ્યો. કેટલાક ભિખારૂઓ તે વળી પાંચ પાંચ ભાષા જાણનારા હોય છે. આંતર રાષ્ટ્રીયતાનો આ એક વિજયજ કહેવાય ?
ખેડત આગળ કસોટી ખેડુત એ એક ત્યાંને બીજો મોટો સવાલ છે. સેવીએટના ટીકાકારે એમજ માની રહ્યા છે કે ખેડુતોની લાગણીને અંગે સેવીયટ પદ્ધતિમાં કંઈક પરિવર્તન થશે. નવી પદ્ધતિની “દિવ્ય પરીક્ષા” તો ખેડુતો આગળજ થનાર છે.
ખેડત વગર રૂશીઆ ટકેજ કેમ ? તે સહેજમાં આ નવું રાજતંત્ર ઉથલાવી પાડી શકે એટલે ખેડુતનો સહકાર મેળવે હોય તો તેની સાથે ક્રમે ક્રમે સમાધાની કરવી જ જોઈએ.
અમારા મોસ્કોના પ્રવાસમાં આ સવાલ પર ઘણી જ તમતમતી ચર્ચા થતી. કોમ્યુનીસ્ટ પક્ષના કેટલાક સભાસદોએ (અને તેમાં ઝીનેવીફ પણ હતો) કહ્યું હતું કે ખેડુતોનું બળ ક્રમે ક્રમે વધતું જ જાય છે, એટલે તે હવે સવાલ એ જ રહ્યો કે આ બળને ઉપયોગિતાની નહેરમાંથી શીરીતે લઈ જવું કે જેથી પ્રગતિને જરાય ધેાકકા પહાચે નીહ. ખેડુત લખી શકતા નથી, વાંચી શકતા નથી; છતાં પણ ભવિષ્યને તે આધારભૂત છે. માત્ર સરકાર શ્રેયવાદી હોવાથી કદી નિરાશ થતી નથી, ખેડુતને કેળવવો એજ તેને સિદ્ધાંત છે અને કદાચ વાર લાગે પણ અંતમાં તો તે સંગીન જ નીવડશે.
ખેડુતોની ભાવના ઉશ્કેરવામાટે હવે મસ્કમાં ખેડુત ભવન” સ્થાપવામાં આવ્યું છે આ જગ્યામાં લડાઈ પૂર્વકાળમાં એક બાદશાહી હૉટેલ હતું.
નવી જાતની સંસ્થાઓ અહીં ગ્રાન્ડ ડયુકની કોલસાની ઓરડીઓ હતી. તે હવે વ્યાખ્યાન હૈલમાં ફેરવી નાખવામાં આવી છે. લેનીન જેવાઓનાં ચિત્રો તે જગ્યાને હવે શોભાવે છે. તેની નીચે બેલેનીન એજ નેતા” એવા અક્ષર કોતરવામાં આવ્યા છે. અહીં ખેડુતોને નવા રાજતંત્રના ચિત્રપટો બતાવવામાં આવે છે. ખેતીવાડીને લગતા જે કઈ આ ઉભા થાય તે વિષે મફત સલાહ આપવી જોડેની બોલીમાં વકીલાતે રાખવામાં આવી છે. વળી જેઓ દૂરથી આવ્યા હોય તેમને સુવા માટે ત્યાં જોગવાઈ રાખવામાં આવે છે. ત્યાંની હાઉસીંગ કમીટીએ આવી વ્યવસ્થા પૂરી પાડે છે. ત્યાંના નોકરેએ અમને જણાવ્યું કે શરૂઆતમાં તે ખેડુતોને આ જોગવાઈને ઉપયોગ કરવા પણ ઘણાજ મનાવવા પડતા. તેઓ તે ત્યાંની સફેદ પથારીઓ જોઈ મુઝવાતા ! આ ખેડુત ભવનમાં એક સુંદર પ્રદર્શનાલય છે ને ત્યાં ખેતીવાડીને લગતાં સાધને ખુલ્લાં મૂકવામાં આવ્યાં હોય છે. અમુક જાતના પાકમાટે જમીનો,
વાં જઈએ, કયા પક્ષીઓ અને કીડાએ ઉપયોગી છે ને તમને કેમ ઉછેરવા, નુકશાનકારી. કટકાને નાશ કેવી રીતે કરો, કપડાં કેમ પહેરવાં વગેરે ઉપયોગી જ્ઞાન ચિત્રપટ મારફતે આપવામાં આવે છે. ત્યાં દરેક જીલ્લાની બનાવટો સંગ્રહી રાખવામાં આવે છે. છેક હળથી માંડીને મને શીનગન સુધીની, આનો અર્થ તે તરવારને હળ એક સામટા વાપરવાનીજ તાલીમ ને ! આવી. આવી જાતની સંસ્થાઓ દેશભરમાં ખોલવામાં આવે છે, તેમાં ઘણા હેતુઓ રહ્યા છે. શહેર અને ગામડાઓમાં સંબંધો વધારવા, જીલ્લા જીલ્લાઓમાં લેવડદેવડ વધારવી અને ખેડુતને તેના ભવિષ્યનાં સ્થાનનું ભાન કરાવવું. આવા અદભુત પ્રવેગને સફળતા ન ઈચ્છવી એ તે તેને માટે જેમણે મેયવાદમાં જાન ખોયા તેમને અપમાન કરવા સમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com