________________
૨૫૦
તપસ્વીની તેજધારાઓ પાઠ ન આવડવાને કારણે વિરાનંદજીએ પિત્તો ગુમાવ્યું. ક્રોધાંધ બનીને એમણે દયાનંદને એક લાકડી ઠઠાડી. દયાનંદજીના હાથ ઉપર કટ થઈ લોહી વહેવા લાગ્યું, પરંતુ સત્યને શેાધક એટલેથી કેમ છેડાય! બે હાથ જોડીને સુકોમળ અવાજે એ બોલ્યા-મહારાજ ! મારું શરીર કઠેર છે; એટલે મને મારતાં તે ઉલટો આપને સુંવાળા હાથે સમસમી ગયો હશે. મને આપ ન મારે, કેમકે આપને ઇજા થાય છે.”
દંડીજી નામના શિષ્ય ગુજીને એમની આ નિર્દયતા બદલ ઠપકો દીધો. ભેળા, ઓલિયા જેવા ગુરૂને ભાન થયું; પસ્તાયા; બોલ્યા કે “ભાઈ, હવે પછી નહિ મારું.’ આ વાતની દયાનંદને જાણ થતાં જ એમણે જઇને દંડીને કહ્યું: “શામાટે ગુરુને તમે મારે વાતે ઠપકે દીધા ? એ શું કાંઈ મને દ્વેષથી મારે છે ? એ તો કુંભાર જેમ માટીને ટીપી ટીપી તેમાંથી સુંદર ઘાટ બનાવે છે, તેમ મને પણ મનુષ્ય બનાવવામાટેજ શિક્ષા કરી રહ્યા છે.”
એ લાકડીના પ્રકારનો ડાઘ, દયાનંદજીના હાથ ઉપર જીવનભર રહ્યો હતો અને ત્યારે જ્યારે પિતાની દષ્ટિ ત્યાં પડતી, ત્યારે ત્યારે પિતાના ગુરુજીના ઉપકારોની સ્મૃતિઓથી એમનું અંતર ગદ્દે ગદિત થઈ જતું હતું.
ગુરુજીના સ્વભાવની ધખધખતી ભઠ્ઠીમાં અઢી વર્ષ સુધી તવાઈ તવાઈને એ કંચન નિર્મળ બની ગયું. રહ્યાંસહ્યાં પાપની ભસ્મ થઇ ગઈ. અઢી વર્ષને અભ્યાસ પૂરો થતાં સ્વામીજીએ ગુરુને ચરણે પડીને વિદાય માગી કેઃ “મહારાજ ! મારાં રોમેરોમ આપને ધન્યવાદ દઈ રહ્યાં છે. આપે મને સાચુ વિદ્યાદાન દીધું. હવે હું દેશાટનમાટે આપની આજ્ઞા લેવા આવ્યો છું; હું આપને ગુરુદક્ષિણા માં શું આપું ? મારી પાસે રાતી પાઈ પણ નથી. આ રાપટી લવીંગ છે .તે આપના ચરણોમાં ધરું છું.”
દયાનંદના મસ્તક ઉપર શીતળ હાથ મેલીને ગુરુજી ગદ ગદ કંઠે બોલ્યાઃ “બેટા ! મેં તને બહુજ સંતાયો છે. હવે મને તારા સરખો તેજસ્વી અને સાગરપેટે શિષ્ય ક્યાં મળવાનું હતું ? જા બેટા ! તારી મંગળ કામનાઓ પૂરી થજે. મારે તારી ગુરુદક્ષિણ ન જોઈએ. ગુરુદક્ષિણામાં હું એટલું જ માગી લઉં છું કે વત્સ! તું આ દુઃખી ભારતવર્ષની સેવા કરજે.'
ગુરુની મહત્તાનું રટણ કરતો દયાનંદ સંસારની રણવાટમાં ચાલી નીકળે.
હજારો વર્ષ થયાં અબેલ બની ગયેલા ગંગાજીના કિનારા ઉપર ફરીવાર શુદ્ધ વેદ-મંત્ર ગુંજી ઉઠયા છે. ઋષિમુનિઓનો વારસદાર વીર દયાનંદ રાજપૂતોનાં ગામડે ગામડાં ચીરતો ઘૂમે છે. ચાલીસ ચાલીસ, પચાસ પચાસ રજપૂતે પંક્તિમાં ગોઠવાઈને ગંગાતીરે ખડા થાય છે. એ તમામને યજ્ઞોપવિત પહેરાવતા દયાનંદજી ગાયત્રીના સિંહનાદ ગજાવે છે અને કેટલાય કાળ વીત્યા પછી પહેલી જ વાર, સંસ્કૃતિ માતાનાં સ્તનપરથી દૂર ફેંકાયેલાં, ધાવણાં, નિ સહાય સંતાન સરખી સ્ત્રી જાતિને આજ ગાયત્રી-જપ કરવાનો અધિકાર પણ મહર્ષિ દયાનંદેજ અર્પણ કર્યો.
ક્ષમાવીર સેરે ગામમાં એકવાર સ્વામીજી ઉપદેશ આપી રહ્યા છે. તે વખતે એક કદાવર, પહેલવાન, વિકરાળ જટ આવી પહોંચ્યા. મેં ઉપર રોષ સળગે છે. ભવાં ચઢી ગયાં છે; ખભા પર ડાંગ રહી ગઈ છે; લાલઘૂમ ને ફાડ ને હોઠ પીસ એ રજપૂત સભાને ચીરીને સડસડાટ સ્વામીજીની સન્મુખ આવી ઉભો રહ્યો. એના મોંમાંથી અંગાર ઝરવા લાગ્યા કે “રે ! તું સાધુ થઈને મૂર્તાિપૂજાનું ખંડન કરે છે ? ગંગામૈયાને નિંદે છે ? દેવોની વિરુદ્ધ બકવાદ કરે છે ? હવે બાલ જલદી, તારા કયા અંગ ઉપર આ ડાંગ લગાવીને તેને પૂરો કરી નાખું ?
આખી સભા થરથરી ઉઠી; પણ સ્વામીજીએ તે રતિમાત્ર ચલાયમાન થયાવિના, એની એજ ગંભીર મુદ્રા રાખીને હસતાં હસતાં ઉત્તર આપ્યો કેઃ “ભાઈ ! જે મારો ધર્મપ્રચાર તને અપરાધ લાગતું હોય તો એ અપરાધ કરનાર તે મારું મસ્તક જ છે. એ માથુંજ મને આવી વાતો સૂઝાડે છે; માટે તારે સજા કરવી હોય તો એ માથા ઉપરજ તારી ડાંગ ઝીંકી દે બેટા : '
એ ક્ષમા-વીરનાં નેત્રાની જ્યોત પેલા જાટનાં નેત્રામાં પડી. ધગધગતા અંગાર જાણે કે જળધારાવડે બૂઝાઈ ગયે, સ્વામી છના ચરણોમાં એ ઢળી પડો. રડવા લાગ્યા. સ્વામી છ બોલ્યા: “વત્સ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com