________________
તપસ્વીની તેજધારાઓ
૨૯ તપસ્વીની તેજધારાઓ (સૌરાષ્ટ્ર તરફથી પ્રસિદ્ધ થયેલા “ઝંડાધારી” નામના પુસ્તકમાંથી) ( મહર્ષિનું જીવનચરિત્ર વીરત્વની વિવિધ ઘટનાઓથી ભરપૂર છે. મણિરત્ન જેવું એ માનવ-જીવન પિતાના પ્રત્યેક પાસામાંથી કેવું ઝળકી રહ્યું છે ! જગતના રેષતિરસ્કાર અને વિદ્વેષનું ઝેર ઘોળી ઘોળીને પીતાં પીતાં તેના બદલામાં એ યોગીવર પોતાના આત્મ-મંથનમાંથી કેવું અમૃત વલોવી વલોવીને આપ્યું છે, તેની સાક્ષ દેતા આ જીવન-પ્રસંગે ઉભા છે. આચરણની ઝીટમાંજ મહત્તાની કરી છે. એ કટીની જવાળા વચ્ચે સળગતા મહર્ષિ કેવા દીપી ઉઠે છે ! એમના સિદ્ધાંતો સાથે મતભેદ સેવનારાઓને પણ એમની મહાનુભાવતાની આ ઘટનાએ સત્યનું ભાન કરાવે છે. મતભેદે તે જગતમાં પડ્યા રહેશે, ગગનમાં ચટશે કેવળ આવી જીવન-ફેરમે.)
જ્ઞાનપિપાસા સિદ્ધપુરના મેળામાં ભગવી કંથાઓનો જાણે કે મહાસાગર ઉલટ છે. ભેળો બાળક પોતાના ગુરુપદને ય એવા કોઈ યોગીરાજને ટુંડી રહ્યો છે. રોજ રોજ વીસ વીસ ગાઉની મજલ કાપતો એ અરો વિંધીને આવી પહોંચે છે, અચાનક એના બાવડા ઉપર એક વર્ષ પડા ! ઉંચું જુઓ ત્યાં પોતાના પિતા !
“કુલાંગાર! તેં મારો વંશ લજાવ્યો એવાં છે કે વચન-પુની વૃષ્ટિ એ કપાયેલા પિતાની જીભમાંથી ચાલવા લાગી. બાળકનું માથું નીચે ઢળી રહ્યું. એની પાંપણો ધરતી ખેતરવા મંડી, આખરે ન સહેવાયું ત્યારે દેડીને પિતાના પગ ઝાલી લીધા. છળભયે જવાબ દીધો કે “હવે હું નહિ કરું? પિતાએ તે દીકરાને માથે કડક ચોકીજ લગાવી દીધી. રાત્રિને ત્રીજે પહોરે, ઝોલાં ખાતાં પહેરેગીરોને “લઘુશંકા કરવા જાઉં છું” એવું સમજાવી એ નવયુગનો ગૌતમ ચાલી નીકળ્યો, લોટા સાથે બાકીની રાત એક દેવાલયના ઘુમટ પર ચઢીને વીતાવી. રાત્રિભર અબોલ તારાઓની સાથે જાણે ગુપ્ત વાર્તા ચલાવી. પ્રભાતે સંસારની છેલ્લી ગાંઠ છોડી નાખીને એણે દુનિયાની બહાર દોટ દીધી.
- “આ કુડી કાયાનું પિંજરું હવે કયાંસુધી વેઠવું? દેહ પાડી નાખું તો? હિમાલયનાં હિમભય શિખર પર જઇને ગાત્રાને ગાળી નાખે ?”
ના ના ! જીતવા ! એક વાર તે આ દેહદ્વારા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં. દરના મળ-મેલ સાફ કરી નાખ્યું અને હિમાળે શા સારૂ ગળું ? કેનાં દુ:ખોની સળગતી ભઠ્ઠીમાંજ ન ઝંપલાવું ? ચાલો આત્મારામ, ચાલે આ પહાડી શિખરો ઉપરથી ધરતીનાં સડબડતાં માનવીઓની વચ્ચે ! ”
x
રાણાસાગરથી ઉતરીને યુવાન થેગી જ્ઞાનની શોધમાં ચાલ્યો. આપઘાતના મનસુબા છોડી દીધા; પણ પુસ્તકોનાં લફરાં હજુ લાગ્યાં હતાં. ગંગાના કિનારા ઉપર એ પોથીઓનાં પાંદડાં ઉખેળતાં ઉખેળતાં યોગાભ્યાસના અટપટા કેયડા ને નાડીચકનાં લાંબાં વર્ણન વાંચ્યાં.એની બુદ્ધિની સરાણ૫ર એ નાડીચક્રનો વિષય ચઢી ગયે. અંતરમાં સંદેહ જાયે અને જ્ઞાનની સળગતી પ્યાસ એમ તે શે' શાંત થાય ? એક દિવસ ગંગાના નીરમાં એક મુડદું તરતું જાય છે. પોથીઓનાં થોથાંને કિનારે મેલી શોધકે પ્રવાહમાં ઝંપલાવ્યું. શબને બહાર ખેંચી આપ્યું. ચપ્પ લઈને ચીરી જોયું. ચીરીને હદયનો ભાગ બહાર કાઢયો! એની આકૃતિ, સ્વરૂપ અને લંબાઈ પહોળાઈ પુસ્તકોનાં વર્ણનેની સાથે મેળવી જોયાં. પુસ્તકનાં વર્ણની સાથે બીજા પ્રત્યેક અંગની સરખામણી કરી; પણ પુસ્તકમાં લખેલા પેલા નાડીચક્રના ખાન સાથે દેહના ચક્રને મેળ ન જ મળે. પુસ્તકને તુર્તજ તેડી ફાડી એ શબની સાથે જ પાણીમાં પધરાવી દીધું, બુદ્ધિનો વિજય થઈ ગયો !
સોળ સોળ વર્ષના રઝળપાટને અંતે છત્રીસમા વર્ષની વયે ગુરુજ્ઞાનને માટે તલસતા એ દયાનંદને ગુરુ લાગ્યા. ગુરુ વિરજાનંદની સેવા એ તે અસિધાર જેવી હતી. અંધ ગુરુજી દુર્વાસાનોજ અવતાર હતા ! ધમકાવે, ગાળે ભાંડે, મારે અને પીટ. એક દિવસ તે દયાનંદને માત્ર અમુક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com