________________
૨૪૮
વધારે મરણે શાથી થાય છે?
વધારે મરણે શાથી થાય છે? (લેખક:-વિજયશંકર જ્યશંકર. હિંદુસ્થાન” તા-૨૪-પ-ર૬ ના અંકમાંથી)
દેશી વેદાને ઉત્તેજન આપે. એપ્રીલ ૧૯૨૬ ના વૈદ કલ્પતરુમાં “દેશી વૈદુ” એવા મથાળા નીચે જે હકીકત છપાઈ છે તેમાં લખેલું છે કે –
“આ ધારાસભામાં (મુંબઈની) જે મેંબરો આયુર્વેદ અને યુનાની વૈદકની સીપાસ કરતા હોય તેમને હું પૂછું છું કે, પાશ્ચાત્ય પદ્ધતિએ શિક્ષણ મેળવેલા ડૉકટરની ખાત્રી કરી આપવી જોઈએ કે, દેશી વૈદુ પાશ્ચાત્ય વૈદા કરતાં કંઈ પણ રીતે ઉતરતું નથી અને ત્યારેજ આ આખી સભા સમજી જશે કે, દેશી વૈદુ પાશ્ચાત્ય વૈદક કરતાં શ્રેષ્ઠ છે.”
આ ઘણો ગંભીર સવાલ છે. કરોડો માણસોની જીંદગી તથા તંદુરસ્તી સાથે તેનો સંબંધ છે; તેથી લખવાની રજા લઉં છું કે, વિદેશી દવાઓમાં ઘણી દવાઓ જેવી કે શીતળાની રસી વગેરે જનાવરોનાં લોહી-પરૂમાંથી બનાવવામાં આવે છે અને તેથી હજારે તંદુરસ્ત બાળકો તેમજ મોટી ઉંમરને મનુષ્યો તેવી દવાના ઝેરથી બીમાર પડી મરી જાય છે, અથવા તે કાંઈ ભયંકર દરદોથી પીડાય છે. તે સંબંધી સત્તાવાર હકીકતો પ્રસિદ્ધ કરવા માટે કપાળ અંગ્રેજોએ તથા અમેરિકનોએ ખાસ મંડળીઓ સ્થાપી છે અને તેમનાં માસિકમાં ઘણી એકાવનારી હકીકતે વખતોવખત ઉઘાડી પાડવામાં આવે છે.
ઉપર જણાવેલી જાતની કેરી વિદેશી દવાઓ માણસજાત માટે કેવી જીવલેણ છે, તેને ખ્યાલ કરવામાટે “શીતળાની રસી” એવા મથાળા નીચે એક ઘણે ચંકાવનારો લેખ નવ
પ્રસિદ્ધ થતા ચેરાગ નામના માસિકના ફેબ્રુઆરી ૧૯૨૬ ના અંકમાં પ્રસિદ્ધ થયો હતે તે ધ્યાનથી વાંચવા આપને અરજ કરું છું. કે અમેરિકાના પ્રેસિડેન્ટ કુલીજના જુવાન દીકરાને શીતળાની તેમજ ટાઈફોઈડની રસીએ. મૂકી. તેને પરિણામે તે હતભાગી જુવાન પુરુષ તરફડી તરફડીને મરી ગયે. તે લેખમાંથી નીચેના શબ્દો ટાંકું છું.
૮ આવાં મરણ સાધારણ માણસના ઘરમાં થાય છે, ત્યારે તે રસીને બદલે બીજ રેગને નામ નંધાવી દઈને દરદીના સગાને ઠગીને કિટર એ મરણ બીજા કારણથી થયેલું ગણાવે છે; પણ આ તે પ્રેસિડેન્ટનો દીકરો હોવાથી પિગળ ફટયું.”
તા. ૧૭-૪-૨૬ ના જામે જમશેદમાં પેટંટ yડને આગ લગાડે ” એવા મથાળા નીચે એક લેખ છપાયો હતો તેમાંથી નીચેના શબ્દો તરફ આપનું ધ્યાન ખેંચુ છું.
પેટ મુડ અને દવાવાળા ગરીબ હિંદમાંથી દરવર્ષે એક કરોડ રૂપીઆ લૂંટી જાય છે અને આપણે ઘેર દુ:ખદરદો સોંપે છે. ”
કરોડો રૂપિઆનો આ વેપારી તથા ધંધાદારી સવાલ હોવાથી શીતળાની રસી વગેરે ઝેરી દવાઓથી નીપજતાં હજારો મરણનાં ખરાં કારણ છુપાવીને જૂદાં કારણો પ્રસિદ્ધ કરીને માણસજાતને વિલાયત તથા અમેરિકા જેવા દેશોમાં પણ ઠગવામાં આવે છે. તેથી આ દેશના ઘણા સત્તાવાળાઓ એમ માને કે, વિદેશી દવા બહુ સારી છે..એ કુદરતી છે.
વિદેશી ઝેરી દવાઓ માણસ જાત માટે કેવી ભયંકર છે, તે સંબંધી સત્તાવાર રીતે પ્રજામત મેળવનારા દયાળ અંગ્રેજો તથા અમેરિકનોની મંડળીઓનું સાહિત્ય, મુંબઈની શ્રી જીવદયા મંડળી (૧૪૯, શરાફબજાર મુંબઇ, ) ના સેક્રેટરી પાસેથી મળે છે. તે વાંચીને જે પિતાની ખાત્રી થાય કે, દેશી દવાઓ કરતાં વિદેશી દવાઓથી પણ વધારે મરણ તથા જીવલેણ દરદોના કેસે થાય છે, તે તેવી ઝેરી વિદેશી દવાઓને ઉપયોગ આ દેશમાં કાયદાથી બંધ કરવાની તથા નિર્દોષ દેશી દવાઓને ઉત્તેજન આપવાની નામદાર મુંબઈ સરકારના અમલદારો મહેરબાની કરે, અને તેથી લાખો મનુષ્યોને તેમને આશીર્વાદ મળે, એવી અમારી પ્રાર્થના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com