________________
wwwwwwww
૨૪૪
રશિયાની વીરપૂજા દર્શન કરીને ગામડીઆએ પિતાની મુસાફરી શરૂ કરે છે. જાણે રશિયાનો એ પ્રસ્થાનમંગળને ગણેશ!
તીર્થયાત્રા
પણ આના કરતાંયે વધારે છક કરનારી ભક્તિ તે લોકોની લેનિન-યાત્રાઓમાંથી સાંપડે છે. આજે એના સ્વર્ગપ્રયાણને માત્ર બે-અઢી વરસેજ વીત્યાં છે. જાનેવારીની એ અમંગળ પ્રભાત વરસાદ અને બરફમાર વચ્ચે ભક્તિમતી જનતા પેતાના રાવરના દેહાવશેષ નિરખતી, અભ્યાસ અંદગી કરતી ઉભી હતી. એ ભવ્ય કરુણ દૃશ્ય આજે બે વર્ષ પછી વધારે ભવ્ય સ્વરૂપ ધારણ કરે છે. મોસ્કમાં એની મૃત્યુસમાધિ ઉપર આજે શસ્ત્રધારી સૈનિકો પહેરો ભરે છે અને વિશાળ રશિયાનાં દૂર દૂરના ગામમાંથી શ્રદ્ધાળુ જનો સમાધિનાં દર્શને ટોળાંબંધ આબે જાય છે. એની મરણતથિને દિને તે ત્યાં આખાયે યુરોપના મજુરવાદી પ્રવાસી જને વજાપતાકા લઈને મેદની જમાવે છે અને “જય હો મહામા લેનિનને ! જય બ૯શેવિઝમનો !” એવા સૂર ગુંજતા ગુંજતા કૃચ કરે છે. સમરકંદમાં એક કાળે તેમરલેનની કબ્રની લોક યાત્રા કરતા. આજે જેરૂસલેમની પુણ્યભસિ ઉપર ખ્રિસ્તીઓ પ્રવાસે સંચરે છે. અખિલ આલમના ઈસ્લામીએ મકકા શરીફે પૂજ્યભાવે હજ કરવા જાય છે; રશિયાના-અરે, યૂરોપ સમગ્રના-લાખો મજુરવાદીઓનું જીવન્ત તીર્થધામ એ મહાનુભાવ લેનિનની મૃત્યુસમાધિ છે.
દેવમાનવ
ગઈ સાલ લેનિનની સંવત્સરી કોઈ અભુત રીતે ઉજવાઈ હતી. માસ્કને ચૌટે ચટ લોકે. એ રાઇટવીરની છબી ખરીદી મઢાવતા હતા.આજે પ્રજી એને માનવકેટિથી પર માને છે. રશિયાનો એ દેવમાનવ છે. લોકસભામાં એની ખુરશી ખાલી રહે છે. એના પ્રત્યે પ્રજાની માનની લાગણી. એટલી ઉત્કટ છે કે એ ખુરસીપર એની પ્રતિમા પધરાવી ફૂલમાળાઓ અનુગામી પ્રમુખ તેની અર્ચના કરે છે; એની આરામગાહ હજુ અપૂર્ણ છે, તેાયે એની જાળીએ ને આ રાત્રે લોકેશ રોશની પ્રકટાવે છે. આરામગાહની ઈમારતમાટે દેશવિદેશના રથપતિઓ પાસેથી રે, ખાંક નમના મંગાવાયા છે. લેનિન આજે લોકસાહિત્યને કેાઈ અદ્દભુત નાયક બનતો જાય છે. એના જીવનની આસપાસ કેટલીયે અભુત રસિક કથાઓ ગુંથાઈ ગઈ છે. એક જંગી મંડળ એનાં, લેખન અને ગ્રંથને જગતની વિધવિધ ભાષાઓમાં ઉતારવાનું અવિરત કાર્ય કર્યું જાય છે. આખા યુરોપીય ઉપરાંત કામુક, બંકિર, ખિગીદ, યાકુત અને તાર પ્રજા આજે એ મંડળના પ્રયત્નદ્વારા પોતાની ભાષામાં લેનિનના મનન-સાહિત્યનું રસપાન કરે છે. લેનિનનાજ સહકર્મચારીઓ લેનિનનાજ પૂજક બન્યા છે. એમને મન લેનિનનો શબ્દ બ્રહ્મવાક્ય કે કુરાનની બાયાત છે. આજે તે જાણે રશિયામાં દેવમાનવ લેનિનને કોઈ નવીન ધર્મ ફેલાય છે. રૂસભૂમિનો એ ધરખમ અને પ્રતિભામાન મહાને પીટર પણ આટલે નહેાતે પૂજાયા. રૂસ સ્વાધીનતાના સ્થાપક દલિત મારીને ઉદ્ધારક લેનિન, જગતભરમાં સાચી સમાનતાને ઉતારનાર લેનિન, અવસાન પામીને આજ રશિયાને આરાધ્ય દેવ બને છે.
- ઉચામાં ઉંચી ટેચે ઉંચામાં ઉંચા શિખરે તમારે પહોંચવું હોય તે તમારા ઉદ્યોગની નીચામાં નીચી જગાએથી કામ શરૂ કરો. તમારા ધંધા સાથે જેનો સંબંધ હોય એવી કોઈપણ બાબતને નજીવી કે નિરૂપયોગી નહિ સમજતાં તેને લગતી એકે એક વિગતનું પૂરેપૂરું જ્ઞાન મેળો.
એક માર્ગ અથવા ધંધે પસંદ કરો, તેની સઘળી વિગતોનો અભ્યાસ કરે, તેનેજ માટે કામ કરો.
X
તમારે શું કરવું તે વિષે જગત કાંઈ કહેતું નથી; પણ તમે જે કંઈ કરવાનું માથે લે તમાં સર્વોપરિ શ્રેષ્ઠ બને, એમ તેનું કહેવું છે.
(“આગળ ધમાંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com