________________
www
શુકનમાં લાપસી શામાટે?
૨૪૫ શુકનમાં લાપસી શામાટે?
( હિંદુસ્થાનના એક અંકમાંથી) હિંદુસંસારમાં સાધારણ રીતે સારા પ્રસંગે હમેશાં શુકનમાં ઘઉંની લાપસી કે ઓરમું કરવામાં આવે છે. આ શુકનમાં બીજા કોઈ પકવાને બદલે લાપસીને શામાટે પસંદગી આપવામાં આવી હશે, તે વાત સમજવા જેવી છે. અત્યારના જમાનામાં તે લાપસી કે રમું એ ગામડાનું પકવાન ગણાય છે; અને સારા જમણવારમાં તે સ્થાન ભોગવતું નથી, છતાં પણ આપણે વિચારીશું તો જણાશે કે, આપણું બાપદાદાએ મૂર્ખ ન હતા.
જૂના કાળમાં જે જે રીતરિવાજો દાખલ કરવામાં આવ્યા છે, તે તે રિવાજો સારા હવાથીજ ધમ ને નામે દાખલ થયા છે. ખાવામાં, પીવામાં, આચારમાં ત્યાં ત્યાં જે રિવાજે છે અને તેને ધર્મની બીક લગાડી દેવામાં આવી છે, તેમાં પણ ચતુરાઇજ છે. અત્યારના અધ દુધ આપણે પૂરું રહસ્ય સમજયા સિવાય બદ્રા માબાપ બેવકફ હતાં એમ કહી તેનું પાલન કરતા નથી. પરિણામ આપણે જોઈ ચૂક્યા છીએ કે, આપણા બાપદાદા કરતાં આપણે એવું ખાઈ શકીએ છીએ, ઓછું પાચન કરી શકીએ છીએ, ઓછી શક્તિવાળા થઈ ગયા છીએ અને ઓછું આયુષ્ય ભોગવીએ છીએ.
જે જે વહેમ ગણી કાઢી તુચ્છકારવામાં આવે છે, તે વહેમ નથી; આવા વહેમની હકીકતમાં આગળ ઉપર ઉતરીશું ત્યારે તે સમજાશે. રજસ્વલા સ્ત્રીને ને અડાય; સુવાવડીનાથી આભડછેટ લાગે; નાહ્યાધેયા સિવાય મંદિરમાં ન જવાય; વગેરે રિવાજો છે તે વહેમ નથી; પરંતુ શારીરિક તંદુરસ્તીને અંગે વિચારીને દાખલ કરેલા રિવાજે છે. તેનું પાલન ન કરનારા અદેખાઈ કરે છે.
હવે અસલ વાત પર આવીએ. ઘઉંની અંદર જે પોષક તત્ત્વ છે, તે તેની અંદરના બીજમાં છે. આ બીજ ખાવાથી માણસની જીવનશક્તિ વધે છે. જે અનાજ જીવનત-વ-વીટમીન્સ કહેવામાં આવે છે, તે આ બીજમાં છે. વિજ્ઞાનશાસ્ત્રીઓએ તથા ખોરાકીને લગતી શોધખોળ કરનારાઓએ એકમતે જાહેર કર્યું છે કે, જેમ જેમ ઘઉંનો લોટ બારીક કરવામાં આવે છે, તેમ તેમ તેના બીજનો નાશ થાય છે. બીજનો નાશ એટલે તેની અંદર રહેલાં જીવનતત્ત્વ વીટામીન્સનો પણ નાશ થાય છે. આ લોટ તે આપણો પરસુદી મેંદે છે. આ લોટ શરીરને લાભ કરવાને બદલે -નુકસાન કરે છે. એવા પ્રયોગો કરવામાં આવ્યા છે કે, એક માણસને ભુખ્યો રાખવામાં આવ્યો
જ્યારે બીજા માણસને માત્ર પરસુદીની રોટલી આપવામાં આવી. પરિણામે પરસુદીની રોટલી ખાનારનું વજન અપવાસ કરતાં ઘણું ઘટી ગયું. એ સૂચવે છે કે, પરસુદી શરીરને પોષવાને બદલે શરીરને નાશક છે. લાપસી કે ઓરમાની અંદર ઘઉં જાડા ભરડવામાં આવે છે. આવા જાડા લેટની અંદર તેનું બીજ જળવાઈ રહે છે અને એ બીજ શરીરને પણ આપે છે. આ દિવસે તે તમે આવો પિષ્ટિક ખોરાક ન ખાઓ, પણ શુકન તરીકે સારે પ્રસંગે આ લાપસી કે રમું ખાએ; તેટલા માટે બુટ્ટા બાપાએ શુકનમાં લાપસી રાખી છે. તલધારી લાપસી, અંદર ગોળ અને ઘીના ખોરાકને બીજું કોઈ પણ પકવાન પહોંચે તેમ નથી. પછી ભલે તે દૂધપાક, શીખંડ, બાસુંદી, ઘેબર, મેસુર વગેરે ગમે તે કહો. આ લાપસી અને એરમું બનજોખમી અને પૌષ્ટિક છે. સુધરેલા ભાઈઓ આ બાબતની નોંધ લે તેટલામાટે આટલું ધ્યાન ખેંચ્યું છે. બચ્ચાંનું નામ પાડતી વખતે બારમે દિવસે તો આખા ઘઉને બાફી તેની ઘુઘરી કરવાનો રિવાજ છે. આ ઘુઘરમાં પણ ગોળ-ઘી નાખીને ખાવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તો લાપસી-ઓરમાં કરતાં પણ આ ઘુઘરી ચઢે તેમ છે; પરંતુ હવે ઘુઘરી તો જંગલીને ખોરાક ગણાય છે. સુધરેલા માણસોને પાછા જંગલી થયા સિવાય કે નથી એમ અત્યારના ખેરાશાસ્ત્રીઓ અને મેટા ડૅટરો યુરોપમાં બૂમ પાડી રહ્યા છે. ખોરાકની અંદર આપણે ત્યાં ઘાલમેલ હજુ પ્રભુકૃપાએ
ઓછી છે. યૂરોપાદિ દેશોમાં તે ટોચે પહોંચવા આવેલ છે, એટલે જ ત્યાંના ર્ડોકટરે તે તરફ વધુ - લક્ષ આપવા મંડયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com