________________
wwww
ઈશ્વરપ્રાર્થના તાકાત તે એજ મહાસંસ્કૃતમાં વસેલી હેય, કે જેણે નાઈલ નદીના તીરે મધ્યા તપેલા એ મીસરના બુદ્ધિવૈભવને, બેબીલન અને આસરીઆનાં સમર્થ સામ્રાજ્યોને વિનાશ પામતાં જોયાં અને જે આજેય એની એજ અજેય શ્રદ્ધાપૂર્વક ભાવી તરફ મીટ માંડતી ઉભી છે.
ઈશ્વરપ્રાર્થના
( આર્યપ્રકાશ તા-૧૩-૬-૨૬ના અંકમાંથી ) વ્યાખ્યાન-હે સહનશીલેશ્વર ! આપ અને અમે પરસ્પર પ્રસન્નતાથી રક્ષક થઈએ, આપની કૃપાથી અમે સદૈવ આપની જ સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના કરીએ તથા આપનેજ પિતા, માતા, બંધુ, રાજા, સ્વામી, સહાયક, સુખદ, સુહૃદુ, પરમગુર્વાદિ જાણીએ; ક્ષણમાત્ર પણ આપને ભૂલીએ નહિ, આપની તુલ્ય અથવા આધક કોઈને ન જાણીએ. આપના અનુગ્રહથી અમે સવ પરસ્પર પ્રતિમાન, રક્ષક, સહાયક, પરમપુરુષાર્થ થઈએ, એકબીજાનું દુ:ખ ન જોઈ શકીએ, સ્વદેશસ્થાદિ મનુષ્યોને અત્યંત પરસ્પર વૈરહિત, પ્રીતિમાન અને પાખંડરહિત કરીએ, “સંહનઅન' તથા આપે અને અમે લોક પરસ્પર પરમાનંદનો ભોગ કરીએ, અમે લોક પરસ્પર હિતથી આનંદ ભોગવીએ કે આપ અમને આપના અનંત પરમાનંદના ભાગી બનાવે. તે આનંદથી અમે લોક એક ક્ષણ પણ અલગ ન રહીએ. “
સ ર્ચ કરવાવહૈ” આપની સહાયતાથી પરમવીર્ય જે સત્ય વિદ્યા તેને પરસ્પર પુરુષાર્થથી પ્રાપ્ત થઈએ. “તેરવાવતિમતુ” હે અનંત વદ્યામય ભગવાન ! આપની કૃપાદૃષ્ટિથી અમારા લોકોનું પઠનપાઠન પરમ વિદ્યાયુક્ત થાઓ તથા સંસારમાં સર્વથી અધિક પ્રકાશિત થાઓ અને અન્યોન્ય પ્રીતિથી પરમવીર્ય પરાક્રમથી નિકંટક ચક્રવતી રાજ્ય ભોગવીએ. અમારામાં સર્વ નીતિમાન સજજન પુરૂ થાઓ અને આપ અમારા૫ર અત્યંત કૃપા કરો, કે જેથી અમે લેકે નાના પ્રકારનાં પાખંડ, અસત્ય, વેદવિરુદ્ધ મતને જ ઝટ છોડીને એક સત્ય સનાતન મતસ્થ થઈએ. કે જેનાથી સમસ્ત વૈરભાવનું મૂળ જે પાખંડ મત, તે સર્વ તત્કાળ પ્રલય થઈ જાય. “મા વિદિવા” અને હે જગદીશ્વર ! આપના સામધ્યેથી અમારા લેકમાં પરસ્પર દ્વેષ ન રહે-એટલે કે અમે પરસ્પર દ્વેષ ન કરીએ, કિંતુ સર્વ તન, મન, ધન અને વિદ્યાને પરસ્પર સર્વના સુખોપકારમાં પરમ પ્રીતિથી લગાવીએ. ૩% રાન્તિ: શાંતિઃ! શાન્તિ: !” હે ભગવન ! ત્રણ પ્રકારના સંતાપ આ જગતમાં છે. એક આધ્યાત્મિક એટલે જે વરાદિ પીડાથી થાય છે તે; બીજો આધિભૌતિક એટલે જે શત્રુ, સર્પ, વ્યા, ચર આદિથી થાય છે તે; તથા ત્રીજે આધિદૈવિક એટલે મન, ઇકિય, અગ્નિ, વાયુ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિશત, અત્યુષ્ણુતા ઈત્યાદિથી થાય છે. હે કૃપાસાગર ! એ ત્રણે તાપની જલદીથી નિવૃત્ત કરો, જેથી અમે અત્યાનંદમાં અને આપની અખંડ ઉપાસનામાં સદા રહીએ. હે વિશ્વગુરે ! મને અસત (મિથ્યા) અને અનિત્યપદાર્થ તથા અનિત્ય કામથી છેડાવીને સત્ય તથા નિત્યપદાર્થ અને શ્રેષ્ઠ વ્યવહારમાં સ્થિર કરો. હે જગમંગલમય ! સર્વ દુઃખથી મને છોડાવીને સવ સુખો મને પ્રાપ્ત કરો. હે પ્રાપત! મને સારા પ્રજાપુત્રાદિ, હસ્તિ, અશ્વગાદિ ઉત્તમ પશુ, સર્વોત્કૃષ્ટ વિદ્યા અને ચક્રવતી રાજ્યાદિ પરઐશ્વર્યા જે સ્થિર સુખકારક છે, તે શીધ્ર પ્રાપ્ત કરે. હે પરમવૈદ્ય! સર્વથા મને સર્વ રોગોથી છેડાવીને પરમ વૈરાગ્ય આપો. મહારાજાધિરાજ ! જેથી હું શુદ્ધ થઈને આપની સેવામાં સ્થિર થાઉં. હે ઈશ્વર ! કુકામ, કુલેભાદિ પૂર્વોક્ત દુષ્ટ દેષોને કૃપાથી છેડાવીને શ્રેષ્ઠ કામમાં યથાવતે મને સ્થિર કરો. હું અત્યંત દીન થઈને એજ માગું છું કે, હું આપ અને આપની આજ્ઞાથી ભિન્ન પદાર્થમાં કદાપિ પ્રીતિ ન કરું. હે પ્રાણપતે ! પ્રાણપ્રિય ! પ્રાણપિતા ! પ્રાણાધાર ! પ્રાણજીવન ! સુરાજ્યપ્રદ ! મારા પ્રાણવાળા આપજ છે. મારો સહાયક આપનાવિના અન્ય કોઈ નથી. હે મહારાજાધિરાજ ! જેમ સત્ય, ન્યાય અને રાજ્ય અમારા લોકનું પણ આપના તરફથી સ્થિર થાય. આપના રાજ્યના કિકર આપના કૃપાકટાક્ષથી અમને શીધ્ર બનાવો. હે ન્યાયપ્રિય ! અમને પણ ન્યાયપ્રિય યથાવત કરો. હે ધમધીશ ! , અમને ધર્મમાં સ્થિર રાખો. હે કરુણામય પિતા ! જેમ માતાપિતા પોતાનાં સંતાનોનું પાલન કરે છે, તેમ આપ અમારું પાલન કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com