________________
w
ગુરુજીએ કયાંથી અને કેવી રીતે મેળવ્યું !
૨૪૧; એથીયે મોટી શાળામાં, છંદગીની લડત લડવાને ઉભે રાખવામાં આવ્યો. કલકત્તાની એ હેઅર સ્કુલમાં મારા જેવો અજાણ્યો છોકરો આવે, એ ત્યાંના વિદ્યાર્થીઓને અઘટિત લાગ્યું. તેમણે તેમના નાયકની સાથે યુદ્ધ કરવાને મને બીડું મોકલ્યું. મારે એ સ્વીકાર્યું જ છૂટકે હતો, સદ્દભાગ્યે હું જીત્યો. અમે બંનેએ હાથ મીલાવ્યા અને ત્યારથી સાચા મિત્ર બનીને રહ્યા. લડાઈને એ નિયમ છે કે, લડાઈ પૂરી થઇ રહ્યા પછી મનમાં કોઈને માટે કશે. વસવસે ન રાખો: વિજય કે પરાજય એ વિધિના હાથની વાત માની તેને વિસારી મૂકવી. તમે આજે વિજયને દ્વારે ઉભા છે અને હું કદાચ કાલે તમારો સંગાથી બનું; પણ તે દરમિયાન આપણું મનને તો આપણે નિર્મળજ રાખવું, એ મારા આખા આ જીવનના અનુભવે આપેલું જીવનસૂત્ર છે.
મને જીંદગીમાં કશુંજ સરળ કે સુગમ નથી લાગ્યું. ડગલે ડગલે ને પગલે પગલે મારે લડાઈ લડીને અને જીત મેળવીને જ આગળ વધવું પડતું અને આ લડાઈએએજ મારામાં બળ પૂર્યું છે.
જ્યાં જ્યાં મારે લડાઈમાં ઉતરવું પડયું છે, ત્યાં લડાઈને અંતે એકેય પક્ષમાં જરાય કડવાશ અમે નથી રહેવા દીધી. મારા પ્રતિપક્ષીએ આજે મારા સર્વોત્તમ મિત્ર બન્યા છે.
૧ વર્ષ પહેલાં લંડ રીપનની સરકારે, પ્રેસીડન્સી કોલેજના પ્રિન્સિપાલ મી, ટાની અને ડીરેકટર આફ પબ્લીક ઇન્સ્ટ્રકશન સર આલફ્રેડ ક્રાફટનો સખ્ત વિરોધ છતાં મને ભૌતિકશાસ્ત્રના અધ્યાપકની જગ્યા આપી. સર આબ્રેડ ક્રાફટે નિખાલસ દીલે મને કહ્યું કે, હિન્દી અત્યારના વિજ્ઞાનને ચોકસાઈપૂર્વક શીખવવાને સ્વભાવથીજ નાલાયક છે; અને ઉપરાંત, પ્રેસીડન્સી કોલેજના તોફાની તરીકે પ્રખ્યાતિ પામેલા વિદ્યાર્થીઓને કાબુમાં રાખવા એ મારાથી નહિ બની શકે. તેના એ અજ્ઞાનને કારણે બંધાયેલા વિરુદ્ધ મતને માટે મેં જરાએ માઠું ન લગાડયું. મારે તે, તેઓ એવો મત બાંધવા માટે શરમીંદા બને, એ કરવાનું હતું અને મેં એ કર્યું. પરિણામે પ્રિન્સિપાલ અને ડીરેકટર બંને મારા સરસ મિત્ર બન્યા, એટલું જ નહિ પણ તે મારા દઢ પક્ષપાતી થયા.
પછી હું ભૌતિકશાસ્ત્રીઓની દુનિયામાં પેઠે. ત્યારે પણ મારે એજ મુશ્કેલીનો સામનો કરવો પ. કોઈ અજાણ્યા તેમના ટોળામાં પેસી જાય એ તેમને નહોતું પાલવતું. મારી વૈજ્ઞાનિક શોધ વિજ્ઞાનને સ્વીકૃત સિદ્ધાંતોને ખોટા ઠરાવનારી અને તેથી કઈ ન માની શકે એવી હતી. મારાં યંત્રે કામ કરતી સ્થિતિમાં જાહેરમાં બતાવવાનું મને આમંત્રણ થયું. હું સાધને લઈને વિલાયત ગયે; પણ મજુરની બેદરકારીથી એ નાજુક યંત્ર નંદવાઈ ગયું અને એ વખતે તે પૂરેપૂરે પરાજય પામીને, મેટું આર્થિક નુકસાન સહીને, હું પાછો ફર્યો.
બીજી વખતે મેં વધારે મજબૂત યંત્ર બનાવ્યું અને તે મારી સાથે રાખીને હું વિલાયત ગયો. તે યંત્રનું નામ મેગ્નેટીક કેસ્કોગ્રાફ, કે જે વસ્તુને દશકરોડગણી મોટી કરીને બતાવી શકે છે. આ સિદ્ધાંતતરીકે પણ અસંભવિત છે, એમ વિજ્ઞાનશાસ્ત્રીઓ માનતા; એટલે આ પ્રયોગ જેવાને જગતના મોટા મોટા વિજ્ઞાનશાસ્ત્રીઓ લંડનમાં ભેગા થયેલા. હું એ યંત્ર લઈને ત્યાં ગયે; પણ દરવાજે મેટરમાંથી ઉતરતાં, જરાક હડદો લાગવાથી તેનો અતિ નાજુક દોરો તૂટી ગયે. વિધાત્રી એટલી અનુકુળ કે મારા ખીસ્સામાં “સેકટાઇને કેપસલ” હતું. તેના વતી મેં દોરો તત્કાળ પાછા સાંધી લીધો અને બધા પ્રયોગ કરી બતાવ્યા. આ બધા ઉપરથી તમને સ્પષ્ટ જણાશે કે, સામાન્ય અજ્ઞાનની સામે ઝઝીને માન્યતા મેળવવી કે સફળતા સાધવી, એમાં કેટલી ધીરજ અને કેટલે સતત પરિશ્રમ જોઈએ છે !
જગતનાં રાષ્ટ્રના સંઘમાં હિન્દને માટે માનભર્યું આસન મેળવવાના ઉદેશમાં આપણે બધા એક છીએ. આપણે તે એકત્રિત અને અથાગ પ્રયત્નોથી, તેમજ યુદ્ધના નિયમોનું બરાબર પાલન કરીને, જરૂર સાધીશું. શરતમાં ઉતાવળીઓ નહિ, પણ ડાહ્યો છતે છે; પણ ડહાપણ એટલે નિબળાની પરાધીન વિવેકબુદ્ધ નહિ, પણ ડહાપણ એટલે શક્તિની અસ્મિતામાંથી જન્મતી કાર્યની ચતુરાઈ. હિંદુસ્થાન સંગ્રામ ખેલીને સ્વાધીન બને કે તેની પ્રાચીન સંસ્કૃતિને વધારે અનુરૂપ બીજા માર્ગોએ સ્વતંત્રતા પામે, પણ તેના ભાવિને માટે તો કશે સંદેહજ નથી; કારણ કે ભારતની
iાં કંઈક એવું તવ છે કે જેમાં કોઈ અસામાન્ય અને અનંત ગુપ્ત શક્તિ ભરી છે અને તેને પ્રતાપેજ જગતભરને ખેદાનમેદાન કરી મૂકનારાં કાળનાં આક્રમણો સામે ભારતની સંસ્કૃતિ આજત અને અજેય ઉભી છે. સાચેજ, આટલા બધા ફેરફારો અને હુમલાઓ સામે દઢ રહેવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com