________________
ગુરજીએ કયાંથી અને કેવી રીતે મેળવ્યું ! ગુરુજીએ કયાંથી અને કેવી રીતે મેળવ્યું !
(સૈારાષ્ટ્ર તા-૩૧-૧-૨૫ ) ( વિજ્ઞાનાચાર્ય શ્રી જગદીશચંદ્ર બેઝને કલકત્તાની પ્રેસીડન્સી કોલેજના ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે ચાળીસ વર્ષ પૂરાં થયાં. એ પ્રસંગે કૅલેજના વિદ્યાર્થીઓએ તેમને માનપત્ર આપ્યું અને શ્રી જગદીશચંદ્ર તેને જે જવાબ આપે, તે અમે આ નીચે આપીએ છીએ.)
ગુરુજીને ચરણે ગુરુજી,
આપનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે આપને વર્ણવવાને પણ અમે અસમર્થ છીએ. આપને શું કહીએ ? આપને ઉજિજશાસ્ત્રી કહીએ કે ભૌતિકશાસ્ત્રી ? આપની અર્ચના પ્રાણીશાસ્ત્રીતરીકે કરીએ કે માનસશાસ્ત્રી તરીકે ? એ સૌ આપને તેમના હોવાનો દાવો ધરાવે છે. એશિયાના એ વિજ્ઞાનચકચૂડામણિ ! આપની યુગપ્રવર્તક શોધે જગતભરની પ્રશંસા પામી છે. આપના વિજ્ઞાનમંદિરની સ્થાપના એ ભારતના ઇતિહાસમાં સ્થાન પામનારો બનાવે છે, આપની છે એ વિજ્ઞાનના ઇતિહાસને ઉજજવળ બનાવનારી ઘટનાઓ છે. વૈજ્ઞાનિકની તીણ મર્મદ્રષ્ટા દષ્ટિની સાથે આપનામાં કવિની મુગ્ધકર કલ્પનાનું મિલન થયું છે.
વયોવૃદ્ધ અને માનતૃપ્ત આપને અમે પ્રણામ કરીએ છીએ. મારકેનીના પ્રતિસ્પર્ધી ન્યુટનના સ્વજન, આપનામાં અમે ગર્વ ધરીએ છીએ. વિજ્ઞાનશાસ્ત્રી તરીકે મહાન અને મનુષ્યતરીકે તો એથીયે વિશેષ મહાન, આપના ચરણમાં અમારાં પ્રીતિ-પુપ ભેટ કરીએ છીએ. પ્રકાશના એ ફિરસ્તા! વિજ્ઞાનની દુનિયાના એ પુરુષવર! આપનું અમે સ્વાગત કરીએ છીએ.
આપના પ્રેમપાત્ર શિ.
ગુરુજીની આશા પશ્ચિમમાં પૂર્વજોને ગૌરવે પુત્ર પરિવાર ગૌરવવંતો બને છે. પૂર્વમાં પુત્ર અને અનુજેની મહત્તા પૂર્વજોને ગરવા બનાવે છે; એટલે મારા ભૂતકાળના અને અત્યારના વિદ્યાર્થીઓ તેમની સિદ્ધિઓની મહત્તાવડે મને જે માન આપે, એના કરતાં વિશેષ માન બીજું કયું હોય ? હિંદુસ્થાનમાં સર્વત્ર વિદ્યાથીઓ મારા પ્રત્યે અત્યંત પ્રતિભાવ ધરાવે છે અને મને તેમના શિક્ષકતરીકે સ્વીકારે છે, એના કરતાં કયી વસ્તુ મારા હૃદયને વિશેષ સ્પશી શકે ? મને જે સફળતા મળી છે, તે મારી અંગત મહત્વકાંક્ષાને તૃપ્ત કરવાને તો જોઈએ તે કરતાં ઘણી વધારે છે; પણ તમારે માટેની મારી મહેચ્છાઓને તે કેાઈ સીમાજ નથી, કારણ કે અમે જે જે કામ અધુરું મૂકીએ, તેને આગળ ધપાવનાર તે તમે-આજનો યુવકવર્ગ છે. જીવનની ત્યાગભરી તપશ્ચર્યા તપીને ભાવિ મહા ભારત સર્જવું એ જીમેદારી તે તમારી છે.
તમે પૂછે છે કે, મે જીવનમાં આ બધું બળ કયાંથી મેળવ્યું ? તમે જવા છતેજર છી કે, મારા માર્ગમાં પથરાયેલા એ અસંખ્યાત અંતરને હું કેમ જીતી ગયે ? મારા જીવન ઉપર મોટામાં મોટી અસર મારા પિતાની છે. મારું આ જીવન તેમની દુરંદેશીનો પ્રતાપ છે. મારા બાળપણમાંથીજ તેમણે મને સામાન્ય જનસમાજની સાથે મહોબ્બત શીખવી. સાથે સાથે તેમણે મને ભૂતકાળના એ વીર્યવાન ભારતનું અને ભવ્ય આદર્શોનું દર્શન કરાવ્યું. તે ત્યારે જીલ્લાના સર્વશ્રેષ્ઠ દરજજાના અમલદાર હતા, તેમના હાથ નીચેના નોકરો તેમનાં બાળકોને શ્રીમંતોમાટેની અંગ્રેજી નિશાળમાં મોકલતા, ત્યારે મારા પિતાએ મને ગામઠી નિશાળે મોકલ્યો. ત્યાં દિવસરાત કાળી મજુરી કરનાર મજુરોના અને આજે જેમને હલકાં વણે ગણવામાં આવે છે, તેમનાં સંતાનો મારા સાથીઓ થયા. તેમની પાસેથી હું ખૂબ શીખ્યો. માછીમારોના છોકરાઓ પાસેથી મોટી મોટી ન
મેનો ભાતરમાં વસતા વિચિત્ર મગરેની હું વાતોએ સાંભળતી. તેમના સહવાસથી હું કુદરતના પ્રેમી બન્યો. અને જે ભાવનાવાદ યુવકોને કૂદતા બનાવી મૂકે છે, તે મને વીર ભારતના એ મહા વીરકાવ્ય મહાભારતના દૈનિક પાઠથી મળે, તેમાંથી હું શી છે કે, જીવન એટલે સંગ્રામ-પ્રેમશૌર્યના ઉચ્ચતમ કાનુનેની મર્યાદામાં રહીને ચાલ્યું જતું અવિરત યુદ્ધ.
એ ગામઠી નિશાળમાંથી મને શહેરની નિશાળે મૂકવામાં આવ્યો અને પછી જીંદગીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com