________________
વાળાના અનુભવેલા ઉપાય
૨૩૯ શહેરી બાળકોમાં લજજા (બહારની અગર અંદરની) ગ્રામ્ય બાળક કરતાં વધારે હોય છે. ત્રીપુરુષના ધર્મવિષયની વાતો કરતાં શહેરી લોક પિતાના વિચાર છુપાવે છે. શહેરમાં નીચ પંક્તિના લોકો પણ અધિક સંયમી અને સારી ભાષામાં બેસે છે. આથી જે શહેરનાં બાળકો પાસે આ વિષયની વાત કહેવાય તે કદાચ તે બાળક સમજી પણ ન શકે. કહેવાય છે કે, શહેરની ભ્રષ્ટતા ભલે ઓછી હોય, પરંતુ તે ઉડી હોય છે. આમ હોવું શક્ય છે; પરંતુ એ ગુપ્ત રહેવાથી જ બાળક બચે છે. એક રશિયન લેખક કહે છે કે, “ગામમાં રહેનાર બાળક કરતાં શહેરવાસી બાળકને સ્ત્રીપુરુષના ધર્મવિષયક જ્ઞાનથી દૂર રાખવું સુગમ છે.” આથી જણાય છે કે, આ વિષયના જ્ઞાનની જરૂર દરેકને સમાન છે.
વાળાના અનુભવેલા ઉપાયો (લેખક:- જદુરામ રવિશંકર ત્રિવેદી, ગુજરાતી તા. ૧૨-૯-૨૬) ૧ જ્યાં ડાંગર પાકે છે, ત્યાં કયારડાઓમાં આસોશી માગશર સુધી ડાંગરના છોડવા ઉભા હોય છે. તેની ઉપર લટકતો કોશેટો હોય છે. તે કેશેટાને સૂકવીને, વાટીને, ગાળમાં તેની છ ગોળી બનાવવી અને દરરોજ છ દિવસ સુધી રોજ સવારના દાતણ કરીને એક ગોળી ખાવી. એના ઉપર પરેજી પાળવી પડતી નથી. આ એક અકસીર ઉપાય છે. એક કોશેટાની છ ગોળીજ આ દરદ મટાડવા માટે પૂરતી છે, આ દવાથી વાળો ફરીથી થશે નહિ.
- ૨ બાદીઓના તેલો છે. થોડા દહીં સાથે દિવસમાં ત્રણ વાર ત્રણ દિવસ સુધી ખાય તો વાળે ગળી જઈ આરામ થાય છે.
૩ વાળાના મોઢા ઉપર ભેરવશીંગ (કૌચાંની શીંગ) ની રૂવાંટી ચીમટાવતી ઉપાડી મૂકવી; એટલે વાળે તુરત બહાર નીકળે છે.
૪ એળીઓ, હીંગ, અફીણ, કબૂતરની હગાર (ચરક), આ ચારેને સરખે વજને લઈ અરીઠાના પાણીમાં વાટી વાળા ઉપર ચોપડવી. તે પર આકડાનું પાન બાંધવાથી ૨૪ થી ૩૬ કલાકમાં વાળ નીકળી પડે છે. આ દવાથી ઘણાજ માણસોના વાળા મટયા છે.
૫ સરગવાના ઝાડનાં મૂળી છાશમાં ઘસી જે જગાએ વાળ નીકળ્યો હોય, તે જગાએ જાડો લેપ કરવાથી વાળ બળી જશે.
અમરવેલ, તે તાંતણ જેવી પીળા રંગની વેલ થોરની વાડ ઉપર થાય છે. તે વાટીને તેની લુગદી જે જગાએ વાળા થયે હોય તે જગ્યાએ મારવાથી મટી જાય છે અને એની મેળે બહાર નીકળી જાય છે.
(લેખક:-કાલીદાસ રાજાભાઇ, “ગુજરાતી” તા. ૨૫-૭-૨૬) ૧ મીણો હરમો નામે ઝેરી વનસ્પતિ થાય છે, તે એટલી બધી ઝેરી છે કે તેની નીચે કોઈ કોઈ વેળા નાનાં પક્ષીઓ મરેલાં જોવામાં આવે છે. આ વનસ્પતિનાં મૂળ કબાડી લેકે વાળા માટે ઘણીવાર વેચવા આવે છે. વાળાવાળી જગે ઉપર આ મૂળ ઘસીને કે વાટીને લગાવતાં વાળો પાંચ મિનીટમાં બહાર આવી પડે છે.
૨ જે જગ્યાએ વાળો નીકળ્યો હોય તે જગો પર ત્રાંબાનું પતરું વેહવાળું રાખી તેમાંથી વાળાને બહાર કાઢો. તે જગપર વીંછીને ડંખ અપાવો. ત્રાંબાનું પતરું રાખવાનું કારણ ફા વાળાવિનાની કોઈ જગેપર વિંછી ડંખ ન મારી શકે. બની શકે ત્યાં સુધી વાળાપરજ ડંખ આવો જોઈએ.
૩ અરીઠાં, ઝેરકલાં, અફીણ, ખાખરાનાં બીજ, (પીતપાપડો) સાદુ કપૂર-ગુગળ વગેરેને વાટી, પીંપળાનાં પાનપર લેપ કરી લગાવતાં વાળો બહાર આવી પડે છે.
૪ ભેરવસિંગ( કૌચાં)ની રૂંવાટી પાડી વાળા ઉપર દબાવવી, જેથી વાળો બહાર આવી પડે છે. ઉપરના ચાર ઉપચારો અમારા જાતિ અનુભવના છે.
વાળ ખરાબ પાણી પીવાથી અને તામસી ખોરાક લેવાથી કાપે છે. વાળાનું દર્દ ચોમાસાની એસતી ઋતુમાં ઘણું ભયંકર નિવડે છે, વાળા લુછની પીડા હજાર મૃત્યુની પીડા બરોબર છે; માટે સંભાળીને રહેતાં અને ખાનપાનનો યોગ્ય વિચાર કરી ચાલતાં એ પીડા દૂર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com