________________
૨૩૮
' સંતાનસંરક્ષણ જેમ જેમ તે બાળક માટે થાય, તેમ તેમ તેને વધારે હકીકત સમજાવવી. છ વર્ષની ઉંમરે સ્ત્રીપુરુષના ધર્મનું જ્ઞાન તેને કરાવી દેવું જોઈએ. બાળાઓને આ જ્ઞાન આપવાની જરૂર બાળકો કરતાં વધારે છે.
જર્મન વિદ્વાન શ્રીયુત મોલનો મત એવો છે કે, “સ્ત્રીપુરુષના જ્ઞાનસંબંધી બોધ પ્રત્યેક બાળકને એકાંતમાં આપવો જોઈએ. બાળકોને આ જ્ઞાન આપવા માતાજ મેગ્ય વ્યક્તિ છે. તે જ્ઞાન કે ઈપણ ઉંમરે આપી શકાય છે. કેવળ એટલું જ યાદ રાખવું કે, તેને ચોગ્ય ઉપદેશ ઉંમરના પ્રમાણમાં આપો. આ દષ્ટિએ માતાજ બાળકની આઘશિક્ષિકા છે. આ વિષયમાં સર્વથી પ્રથમ જરૂરી વાત એ છે કે, ગુપ્ત ભાગોનાં નામ સારા રાખવાં, જેમ કે ગુદા, જનનેન્દ્રિય વા મૂત્રષ્યિ, ગર્ભાશય વગેરે. આ વિભાગોનાં નામે તમારે એવી રીતે લેવાં કે જાણે તમે હાથપગ કે મોટાનાં નામ લેતા હે, જેથી બાળક પણ આ નામોને ઉપગ નિઃસંકોચ ભાવથી કરે. જે માતાપિતા આ નામ લેતાં સંકોચ કરશે, તો બાળક એથીયે વધુ સંકોચ કરશે અને પિતાના હૃદયની વાત બતાવશે નહિ. માતાપિતા બાળકના વિશ્વાસપાત્ર થયા વિના તેને સુધારી શકશે નહિ.
ઈક્રિયચિતાના ઉપદેશમાં સારાં પુસ્તકાની ઘણી સહાય લઈ શકાય છે. અજ્ઞાની માબાપ બાળકને લજાથી આ વિષયો સમજાવતા નથી. તેઓ બાળકની પવિત્રતાનું રક્ષણ કરવાને આ વિષયનું કેાઈ સારું પુસ્તક પણ આપતાં નથી. તેઓ બાળકને અંધકારમાં રાખી નિશ્રિત રહે છે; પરંતુ આમ કરવાથી બાળક દુષ્ટ સેબતને લીધે ખરાબ પુસ્તકો વાંચવા માંડે છે અને તે ખરાબ ગ્રંથકારોની કામદીપક ભાષાનો ભોગ થઈ પડે છે. આવા વાચનથી તે બાળકને ભયંકર હાનિ થાય છે. જે માતાપિતા આ વિષયવિષે સારા વિદ્વાનની કલમથી લખાયેલી ચોપડી બાળકને આપે તો બાળક કુમાર્ગે જતાં જરૂર અટકશે. અંગ્રેજીમાં તે બાળકને માટે એવાં ઘણાંય પુસ્તકો મળી શકે છે, પરંતુ ગુજર્જરગિરામાં આવાં પુસ્તકે ભાગ્યે જ દષ્ટિએ પડે છે. ‘બેસ્ટ ફરકીન’ નામનું અંગ્રેજી પુસ્તક આ વિષયમાં સારું છે.
પુસ્તક આપવા પહેલાં બાળકોને બાળજન્મને લગતાં ચિત્રો બતાવવાં જોઈએ. એ વડે તેને ‘ઘણી વાતો સમજાવી શકાય છે. બાળકને આ વિષયનું જ્ઞાન વનસ્પતિના ઉદાહરણથી આપવાનું શરૂ કરવું કે પુંકેસર સ્ત્રીકેસરમાં પડવાથી બી બને છે. પછી પક્ષી, માછલી, પશુ અને છેવટે સ્ત્રીના ગર્ભાધાનની માહિતી વિજ્ઞાનની દૃષ્ટિએ સમજાવી શકાય છે. વળી વાતો તથા કહેવતમાં પણ આ વિષય સમજાવી શકાય છે. આ મહત્ત્વપૂર્ણ વિષયનું જ્ઞાન ન હોવાના કારણે ભયંકર મેથુનગામાં અસંખ્ય યુવકો ફસાય છે.
એક વિદ્વાન કહે છે કે –“ જે માબાપ પોતાનાં સંતાનોને આ પવિત્ર ધર્મશિલા નથી આપતાં તેઓ સંતાનહી છે. આ અજ્ઞાનને લીધેજ કેટલીક કુલીન કન્યકાએ પાપ પંકમાં પડી પોતાની અને પિતાનાં માતપિતાની લજજાની કારણભૂત બને છે. અનુભવથી જણાય છે કે, જે બાળાઓ વેશ્યાવૃત્તિ ધારણ કરે છે તેમાં ખરાબીનું બી ઘણુંખરૂં બાર વર્ષની ઉંમર અગાઉ રોપાયું હોય છે.
આથી માબાપે બાળકને આ જ્ઞાન આપી તેના વિશ્વાસપાત્ર બની તેના હૃદયની ગુપ્ત વાતે જાણી લેવી. શરીર નિરોગી રાખવા માટે કસરતની જેટલી જરૂર છોકરાને છે, તેટલી જ જરૂર છોકરીને પણ છે. પરંતુ આપણી કન્યાશાળાઓમાં તેનો અભાવ છે. આથી કેટલીક બાળાઓ રોગગ્રસ્ત જણાય છે. તરવું, દેરડા કૂદવાં, ગૃહકાર્ય વગેરે હલકી કસરત પણ લાભદાયક છે. યુરોપમાં ફુટબૅલ, ક્રીકેટ વગેરે પણ સ્ત્રીઓને શીખવાય છે, પરંતુ અનુભવથી સિદ્ધ થયું છે કે, ભારે કસરત સ્ત્રીને હાનિકારક છે.
બાળક દશ વર્ષે જે વાત બરાબર સમજી શકે, તે વાત છ વર્ષની ઉંમરે તેને નકામી છે. તેનું કારણ એ છે કે, બાળકની જુદી જુદી શક્તિઓ જુદા જુદા સમયે ખીલે છે; માટે સ્ત્રીપુરુષના ધર્મનું જ્ઞાન આપતી વખતે ઉંમરનું પ્રમાણ ખાસ લક્ષમાં રાખવું જોઈએ. આદર્શ સંસારનું દર્શન યુવાવસ્થામાં જ થાય છે; સૌંદર્યનું જાદુ, લજજાના ભાવ, આત્મસંયમનું સ્વભાવિકપણું, સ્વાર્થહીન પ્રેમ, કર્તવ્યને અર્થ, કાવ્ય અને કળા ઉપર નેહ, ધાર્મિક કલ્પનાઓની ઈરછા,આ બધું શુદ્ધ બાળકેમાં પોતાની મેળે જ જાગ્રત થાય છે. સ્ત્રીપુરૂના ધર્મમાં તે આયુષ્યનું પ્રમાણ જરૂરનું છે, પરંતુ જે ધર્મશિક્ષામાં પણ વયનું પ્રમાણ ધ્યાનમાં લેવાય તે વધુ સફળતા મેળવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com