________________
૨૯૭
તાવસંવેક્ષણ સંતાનસંરક્ષણ
(અનુવાદક શ્રી. ઇશ્વરપ્રસાદ જોષી-સુરત. એમ. બી. એ. એસ. (લંડન.)
" (“હિંદુસ્થાન ”તાપ-૧૧-૨૬ ના અંકમાંથી) જ્ઞાનની જેટલી જરૂર સ્ત્રીપુરુષોને છે, તેટલી જ જરૂર બાળકોને પણ છે. કેટલાક વિદ્વાનો કહે છે કે, સર્વ અનિષ્ટનું મૂળ અવિદ્યારૂપ અંધકાર છે. મનુષ્યનું ભાવિ ફક્ત તેના જ્ઞાન ઉપર જ નહિ, પરંતુ તેના બાપદાદા, માતપિતા, ગર્ભધારણ, ગર્ભાધાન અને એવીજ અનેક વાતો ઉપર રહેલું છે. બાળકની શારીરિક પ્રકૃતિની માફક તેની માનસિક પ્રકૃતિને આધાર પણ તેના કુળ, શિક્ષણ, પોષણ, તેના વંશના ગુણ અને બાલ્યાવસ્થાની માવજત ઉપર છે.
એક રશિયન વિદ્વાન લખે છે કે, મારાં માતાપિતાએ એક વેશ્યા બાલિકાને બાળપણમાંથી જ બાળ લીધી હતી. આ બાલિકાના જન્મ પછી ટુંક સમયમાં જ તેની વેસ્થા માતા પરલોકવાસિની થઈ હતી. તેમણે આ બાલિકાનું પોષણ પિતાને પુત્રની માફક જ કર્યું હતું. બાળકો પણ તેને સગી બહેન ગણતાં. બાલ્યાવસ્થાથી જ આ બાલિકાના હૃદયમાં કુતર્કોએ સત્તા જમાવી હતી, પરંતુ તેની સાથે રમતાં પેલાં બાળકેમાં તેને સર્વથા અભાવ હતો. તે જૂઠું બોલવા લાગી. નિર્દયતાભયું આચરણ કરતી હતી. તેમાં તેને આનંદ જણાતો. માતપિતાએ સાવધાનતાથી શિક્ષણ આપ્યું, પરંતુ તેણે તો પોતાની માતાનો ધંધો યુવાવસ્થામાં હસ્તગત કર્યો અને ફક્ત બાવીસ વર્ષના વયે તે ચારીઓ અને હત્યા કરવા લાગી. આવાં કર્મોથી તેને દેશનિકાલની સજા થઈ. આનું તાત્પર્ય એ નથી કે, વેશ્યાનાં સંતાન ખરાબજ હોય છે; પરંતુ કહેવાનો આશય એ છે કે, માતાના ગર્ભમાંથીજ તે બાળક દુર્વાસના અને દુરિત્ર લઈને જ સંસારમાં આવે છે. તે બાળકને ઉત્તમ શિક્ષણ આપવા છતાં તે દુર્ઘત્તિઓનું સમૂળું ઉચ્છેદન થઈ શકતું નથી.
- વિલિયમ રોજર પિતાના અનુભવથીજ લખે છે કે, જે આ અસ્વાભાવિક દશા વીસ છોકરોએમ જણાય તો તેજ દશા એ શી છોકરો એમાં જણાય છે. ઓછામાં ઓછી ઉમર કે જેમાં પુત્રી ગર્ભવતી થઈ હોય તો તે આઠ વર્ષની વય છે અને પુત્ર તેર વર્ષમાં સંતાન ઉત્પન્ન કરી શક્યો છે. બે વર્ષના બાળકમાં પણ કામાસક્તિનાં ચિફ જણાયાં છે. એ બાળક કામના આગથી છેકરીઓ અને સ્ત્રીઓ તરફ ખેંચાતો હતો અને મન તથા શરીરથી કામચેષ્ટા પ્રકટ કરતા હતા. જે જ્ઞાન બાળક, મિત્રો અને અશિક્ષિત વર્ગ પાસેથી લે છે, તે ગટરના ગંદા પાણુ જેવું છે, જેનું પાન કરવાથી હાનિ થાય છે; પરંતુ જે જ્ઞાન શિક્ષિત માતા અગર અધ્યાપિકા આપશે, તે જ્ઞાન નિર્મળ હશે.
આજકાલ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની કેવી ખરાબ હાલત છે, તે દેખતા પુરુષથી છુપી નથી. ઇકિયોની પવિત્રતા, વાસ્તવિક ધર્મ અને શુદ્ધ જ્ઞાન ન હોવાને લીધે હજારો વિદ્યાથીંએ તેને દુરૂપયોગ કરીને જાતજાતના રોગોમાં ફસાય છે. માતાપિતા એમ જાણે કે, “અમારો બાળક ભેળે છે, અમારો છોકરો તો એવું કાંઈ સમજતોજ નથી; ” પરંતુ એજ બાળક પિતાના દુષ્ટ સાથીઓ દ્વારા કુચેષ્ટાઓ શીખી પોતાનું સત્યાનાશ વાળે છે. જે તેનાં માતાપિતા પહેલેથી જ તેને સ્ત્રીપુરુષના ધર્મનું જ્ઞાન આપી, તેના મનપર બ્રહ્મચર્યની રક્ષાની આવશ્યકતા ઠરાવે, તે તે દુકૃત્યો કરી પોતાના જીવનવૃક્ષમાં કદી પણ પ્રહાર નહિ લગાવે; અને દુષ્ટોની જાળમાં પણ નહિ ફસાય.
પુત્રીઓને પણ જે માતૃત્વની પવિત્રતા અને જોખમદારીનું જ્ઞાન માતા અથવા શિક્ષિકા આપે તે તેને પણ પડતી બચાવી શકાય. “હું કયાંથી આવ્યો ? મારી બહેન મારા ઘરમાં કયાંથી આવી?” વગેરે અને બાળકોના મનમાં સાધારણ રીતે ઉત્પન્ન થાય છે. ત્રણચાર વર્ષનાં બાળકો આવા અને પિતાને પૂછે છે. આવા સમયે તેને અયોગ્ય પ્રત્યુત્તર ન આપો, પરંતુ તેની સમજ અને જ્ઞાનપિપાસા મુજબ સરળ જવાબ સ્પષ્ટ શબ્દોમાં જણાવવો જોઈએ. ઉત્તર આપતી વખતે લજજા કે સંકેચને ભાવ કદીપણું ન થવો જોઈએ, નહિ તો બાળક ઉપર ઘણી ખરાબ છાપ પકશે; પરંતુ એ ધ્યાનમાં રાખવું કે, બાળકની અવસ્થા અને યોગ્યતાથી વધારે વાત ન જણાવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com