________________
સાચા માળીની પરબ
સાચા માણીની પરબ (લેખક-ચુનીલાલ વર્ધમાન શાહ, બાલજીવન-નવેમ્બર ૧૯૨૬ના અંકમાંથી)
સાચો નામનો એક માળી હતો. તે અને તેની સ્ત્રી વૃદ્ધ થયાં. તેમને પેટે કાંઈ સંતાન ન. હતું અને જીંદગી સુધી ખાઈ શકાય તેટલું ધન તેમની પાસે હતું.
એક વર્ષ પૂરે વરસાદ પડશે નહિ અને દેશમાં દુકાળ પડ્યો. સાચાએ વિચાર્યું કે, પોતે વૃદ્ધ થયો છે અને કાંઈ ધન રળવાની હવે જરૂર નથી; તે આ દુકાળના વખતમાં લોકોનું કાંઈ ભલું પિતાને હાથે થાય તે હકિ.
આ વિચારથી તેણે પોતાના ગામથી દૂર ત્રણેક ગાઉપર એક કૂવાને કાંઠે પરબ બાંધી અને તે તથા તેની સ્ત્રી રાતદિવસ ત્યાં રહીને વટેમાર્ગુઓને તથા ઢોરઢાંખરને પાણી પાવા લાગ્યાં. સાચાની સ્ત્રીએ સ્વામીના ઇરાદાને અનુકૂળ મત આપ્યો હતો, એટલે તે પણ રાતદિવસ પરબમાં સ્વામીની સાથે રહેવા લાગી.
તે કૂવામાંથી પાણી ખેંચતી અને માટલાં ભરતી. સાચે પણ પાણી ભરત અને પાત: પરંતુ જેવી બુદ્ધિ સાચામાં હતી, તેથી તેની સ્ત્રીમાં નહોતી. કેઈ ઢેડનો છોકરો પરબે પાણી પીવા આવે તો સ્ત્રીના નાકનું ટીચકું ચડતું. પરબથી દૂર પાણી પાવા જવું પડતું, પોતાના ગામનો કોઈ વટેમાર્ગ પાણી પીવા આવતો અને તેની સાથે સાચાની સ્ત્રીને કાંઈ અણબનાવ ભૂતકાળમાં થયેલા હોય, તો તે પાણી પાવા ઉઠતી જ નહિ; અને સાચે સ્ત્રીના સ્વભાવને સમજી પિતાની મેળે પ્રેમભાવથી પાણી પીવા ઉઠતે.
તેના ગામનો કોઈ શેઠ કે ગરાસીઓ પાણી પીવા આવો ત્યારે સ્ત્રી ખુશામત કરતી; અને કઈ તરસ્યાં ઢોર આવતાં, ત્યારે તેની મોજમાં આવે તો પાણી પાતી અને નહિ તો ચોખ્ખી ના કહતી. સાચા માળીને પોતાની સ્ત્રીને આ સ્વભાવે ગમતા ન હતા; પણ કેકસિ નહિ થવા દેવાને ખાતર તે ચૂપ રહેત; અને પોતાથી બનતી સેવા સર્વ કોઈની કરતા.
એક વાર એક કુંભારનાં દશ ગધેડાં ઈટ લાધેલાં નીકળ્યાં. કુંભારે પરબે આવીને ગધેડાને થોડું પાણી પાવા માગણી કરી. ત્યાં સ્ત્રી બેલી ઉઠી, “હજુ માણસોને પાણી પહોંચતું નથી ત્યાં ગધેડાને પાણી શાનું પાઈએ ? તારે ગામ જઈને પાજે.' કુંભારે કહ્યું કે, ગધેડાં બહુ તરસ્યાં છે; ને પાણી પાશે તોજ ગામભેગાં થશે, નહિ તો મરી જશે.
પણ સ્ત્રીએ માન્યું નહિ. સાચાને દયા આવી અને તે પાણી પાવા ઉઠ; પણ તેની સ્ત્રી ખૂબ ચીઢાઈ. તેણે પાણીનાં માટલાં ઝુંટવી લીધાં અને સ્વામીને ઠપકો દીધે. સાચે બહુ દુઃખી થયો. તે તરતજ વાપર ગયો અને પાણી ખેંચી ખેંચીને ગધેડાંને પાવા લાગ્યો. ગધેડાં બહુ તરસ્યાં ‘હતાં. પાણી ખેંચતાં ખેંચતાં તે થાયે; પરંતુ સેવા બુદ્ધિથી થાકને ગણકાર્યો નહિ.
સાચો પાણી પાઈ રહ્યો ને પાછો પરબમાં આવ્યો અને જરા આરામ લેવાને સૂત. તુરતજ તેને તાવ ચઢયો અને રાતે તો તે મરણ પામ્યો.
બીજી બાજુએ તેની ક્રોધી સ્ત્રીએ પરબની ચોકડીમાં જઈને ફાંસે ખાધે હતા. પિતાની ના ઉપર થઈને હવામીએ ગધેડાને પાણી પાવા માંડયું તેથી તે અભિમાની સ્ત્રીને બહુજ ગુસ્સો ચઢયો હતો અને તેથીજ તેણે એ કુકર્મ કર્યું હતું !
સાચાની સ્થૂળ સેવા, તેની પાછળ રહેલી સેવાબુદ્ધિ કે જેમાં મંત્રી તથા કરુણ રહેલાં હતાં અને તેથી ઉલટું તેની સ્ત્રીની વૈતરારૂપ સેવા, કે જેની પાછળ સેવાબુદ્ધિ તથા તેને અનુકુળ આંતગુણે નહાતા, તે બેઉનું સ્વરૂપ બીજા દિવસના પ્રભાતમાં વટેમાર્ગુઓના સમજવામાં આવ્યું. સાચો માળી ગરીબ કે તવંગર, નાના કે મેટા, હેડ કે બ્રાહ્મણ, ગાય કે કુતરું, ગમે તેવા પ્રાણીપર કેવી સેવામૃદ્ધિ ધરાવતા હતા અને તેમને પાણી પાઈ સંતોષ આપતો હતો, તેમજ તેની સ્ત્રી પાણી પાતી હતી છતાં તેની સેવાની પાછળ કેવી કતા, ભાવહીનતા વગેરે અવગુણે હતા, તે લેકે તે જાણતાજ હતા; પરંતુ એકજ કામ કરનાર બેઉ જણની સેવાનાં બે જૂદા જૂદાં પરિણામો આવેલાં જોઇને તેમનું હૃદય દ્રવ્યું.
ગામલોકોએ એકઠા થઈને બેઉનો અગ્નિસંસ્કાર કર્યો અને સાચાની પરબ ત્યાં હતી, ત્યાં જ પાકી પરબ બંધાવી “સાચા માળીની પરબ” ને નામે તેનું નામ અમર કર્યું.
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com