________________
૨૩૫
રે હિન્દુ સંસાર! ચેત! ચેત !! રે હિન્દુ સંસાર! ચેત! ચેત !
ગાંડીવ, તા. ૨૧-૧૧-ર૬ ના અંકમાંથી) ( બાળલગ્નની ચિતામાં બળીને ભસ્મીભૂત બનેલા એક ગુજરાતી હિંદુ નવજીવાને આપઘાત કરતાં છેલ્લી ઘડીએ કરેલા નિવેદનમાંથી કાળજા કેરી નાખે તેવા ફકરા આજના હિંદુસમાજને અમે ભેટ કરીએ છીએ.)
મારી સાત વરસની વય હતી. ઢીંગલાઢીંગલીના ખેલ ખેલતો હતો. આછા ઝાંખા એકડા, પાટી પર આલેખતો હતો. અરે ! ગુલઝારના ગુલ જેવો હતો. હૈયે તેવું હોઠે ઉચરનારો બાળક હતે. કવિશબ્દોમાં કહું તે પ્રભુવિહેણ સંસારમાં પ્રભુને પયગંબર હ. દેશનું નાનું વાહિર હતો. દેશના ઉદયની દેરી મારા હસ્તમાં હતી. ત્યારે સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે, ઢીંગલા ઢીંગલીની રમત રમનાર પોતેજ ઢીંગલા ઢીંગલીના સ્વરૂપમાં મૂકાશે, ગુલના ગુલબદન પર વજનો બેજે મૂકાશે. આછી ઝાંખા એકડા ઘૂંટનારને પ્રેમના પાઠ શીખવવા શરૂ થશે ! અફસોસ ! એકાદ સાંજે આવી બાપાએ મોંમાં ગોળ ખવરાવ્ય-રે, ઝેર ખવરાવ્યું અને કહ્યું કે “બેટા ! તારું વિશાળ કર્યું છે !” આમ કહી બાપાએ પોતે મારા નખોદના નગારાપર પહેલી દાંડી પછાડી ! ! !
મારી બા મને અને મારી બાળકપત્નીને ઉભેલાં કે હસતાં દેખી હાસ્ય સાથે-રુદનમય હાસ્ય સાથે-કહેતી કે “બેટા! આ તારી નાની વહુ થાય !” અહા ! ત્યારે તે કેવી હરખાતી ! એ જ હરખમાં મારી માં મારી પાયમાલીની જ પપુડી વગાડતી; થોડા દિવસ ગયા. દશ વરસની ઉમર પહોંચ્યો. બીજી ચોપડી પૂરી કરી હતી. એક સાંજે ચાર વાગે ઘરમાં મંગળ મંગળ વતી રહ્યું.
જા બન્યા. લગન–અરે વણભડકે ને વધુમાડે બાળી નાખનારી અગન આવી. કપાળમાં મોટે ચાંદલો ને અક્ષત ચોઢી ગધેડાની માફક ડોકમાં ઘરેણુને જબરે બે લાદી ઘોડલે ચઢયો. હું પરણ્યો !
X
- હું વાંચવા બેસો ત્યાં તે આવી મોરી ચોપડી ખુંચવી લેતી અને મને વાતમાં કે અડપલે વળગાડતી. જે બાપાનું ધ્યાન દીકરાને ઘોડે બેસાડી ગીત ગવડાવીને વાજાં વગડાવવામાં પડ્યું–જે બાપાનું ધ્યાન ન્યાતવરામાં પડયું, તે મારી નિશાળની સ્થિતિની તપાસમાં ક્યાંથી પડે? નિશાળ ગઈ. વિદ્યાર્થી જીવન તૂટયું. મારા નખોદના નગારાપર ફરી મેંજ દાંડી લગાવી !
થોડા દિવસ વીત્યા. બાપ ગયે, મા ગઈ. જીંદગીના સંગ્રામની ઘંટીમાં હું પીસાવા લાગે. અધુરામાં પૂરું દેશનું દારિદ્ય વધારનાર એકાદ બે બાળકનો પિતા થયો. એ સંતતિ! પહેલો પુત્ર જન્મથીજ આંધળે અને પાંગળો હતો ! હાય ! રે, ગુલામ દેશનાં ગુલામ સંતાન !
મારી સ્ત્રી પણ કાચના વાસણ જેવી નાજુક હતી. સંતોષથી કદી હું કેમ ખાઈ શકું? બિમારીનો મેં ઈજારો રાખેલો ! બાપીકી મુડીનો અર્ધો ભાગ ડોકટરે ખાઈ ગયા. પૂલપરના પથરા દિવસે દિવસે લાંબે વખત ઘસાઈ જાય, તેમ મારી સ્થિતિ પણ દિવસે દિવસે ઘસાતી હતી ? હાય ! અત્યારે મારા ઘરમાં ચારેખૂણે ભૂખજ ડોકી કરે છે. જેવી હોય તે આવો, બતાવું. ક્ષયરાજની સવારી પત્ની પાસે કયારનીય આવી પહોંચી છે. પ્રભુ ! દુઃખની પાસીફીક તે મારા પરજ ઢળ્યો ! ના, ના ! મારા હિતેચ્છુઓએ જ. હવે તો જીવન અકારું છે !
પિતા, પિતા ! તારા લાડલ્લાવાનો ભોગ થઈ પડેલો પુત્ર હવે તમને ત્યાંજ રડાવવા આવે છે! હાય ! દુનિયા ! હું તો જાઉં છું! ચેતજો ! ચેતજો! એ બચ્ચાંના પિતાઓ ! ઓ વડીલો! મારા આ લેહીનાં આંસુથી ચેતજો! પ્રભ ! તારે શરણે. (આત્મઘાત)
(જાગૃતિ માસિક પરથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com