________________
૨૩૪
મહત્તાનાં માપ થયું, ઈશ્વરે મારો ભાગ સરળ કર્યો.”
લોકો કહેતા -“કેવો મૂખ! કહે છે “ભલું થયું. તેને તેના પરિવારની પરવા છે?" .
ને જગતની નરી આંખે દેખાતી એ મૂર્ખાઈ પાછળ જગદીશની ઈશ્વરી પ્રમગાથાનાં ગહન ગાન હતાં. લોકનિંદાને ન ગણકારતાં તે આધ્યાત્મિક ગૂઢ પ્રશ્નોના ઉકેલમાં મશગૂલ રહેતા.
જગદીશે પિતાને આંગણે રોવાફરવાની મના કરી. સગાંએ તેને સમજાવી કહ્યું:- એમાં ચાલેજ નહિ. આ તો તારૂં જીયું ધળ થયું, તારે લોકાચાર કરેજ જોઇએ. ફૂલ જેવાં બાળકો આમ નજર સામેથી દૂર થાય ત્યારે લોકદને અનુસરવું જ જોઈએ.”
જગદીશે કહ્યું –“પ્રભુ ન્યાયી છે, તેણે જેમ ધાયું હોય તેમજ થાય છે, માટે તેના એ ન્યાયમાટે આપણે શોક કરવાનાજ ન હોય. તમે કેાઈ એમ ન ધારશો કે, મારાં બાળકો માટે મને કે લાગણું નહોતી. તમે જેઓ રોવાકુટવાની સલાહ દેવા આવ્યાં છે તેના કરતાં મારા વહાલાં બાળકો માટે મને બહુ લાગે છે.”
તેજ વખતે જગદીશની આંખમાંથી પહેલી વાર આંસુનું એક ટીપું પડયું.
જગદીશનું હૃદય પિતાહદય બન્યું હતું અને તેને સાંસારિક માયાના આછા રંગ લાગ્યા હતા, એટલે તે ક્ષણભર દ્રવ્યું. જગદીશે તરતજ લાગણીઓ કબજે કરીને સગાઓને રીતરિવાજ માટે મન કરી વિદાય .
સગાએ કહ્યું -“રવાફરવાની મનાઈ! કેવો મૂર્ખ ! ”
હવે તે આખું ગામ કહેતું, “મૂર્ખને સરદાર ! '' ગામમાં કોઈ મૂર્ખ નીકળતે તે લોકો કહેતાઃ “આ મૂખ પણ જગદીશથી સારો !''
ધરે ધરે, શેરીએ શેરીએ ને ચૌટે ચૌટે એજ ગવાતું, “ઓ જગદીશ ! કે મૂર્ખ !"
સગાં વીખેરાયાં ને જગદીશ એકલો પડ્યો ત્યારે સંખ્યામાં નીલવર્ણ આછા રંગ પૂરાતા હતા.. જગદીશ ઈશ્વરસ્મરણમાં બેઠા તે પહેલાં તેને વિચાર આવ્યો, હજીય આ હૃદયમાં સંસારમાટે મમતા છે ને આંખમાં તેની માયા ભરી છે, નહિ તો હૃદય દ્રવે નહિ, આંખમાંથી આંસુ સરે નહિ. તે સર્વ જ્યારે તૂટી જશે ત્યારે એ પ્રભુ ! તું દૂર નથી!”
ને ઈશ્વરી પ્રેમે જગદીશને ગળગળો કર્યો. જાણે કે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હોય !
જગદીશ હવે દિવસના દિવસ ઈશ્વરમરમાંજ ગાળતો. જગતની દષ્ટિએ મૂખ ગણાતો જગદીશ હવે આત્માના ઉડામાંથી ઉઠતા અવાજને અટલ અભ્યાસી બન્યો અને તેમાંજ તેને જંદગીનું સાર્થક લાગ્યું–આધ્યાત્મિક અભ્યાસ તેનાં ખાનપાન બન્યા.
કોઈ પૂછતું, “જગદીશ કયાં ?” તો લેકે કહેતા, “એ તો ઈશ્વરસ્મરણને જંદગીનું સાર્થક કરે છે.” પૂછનાર જવાબની ઢબથીજ હસી પડતો.
કેઈ અજાણે પૂછે, “એ જગદીશ કોણ?” તો લોકો કહેતા, “ચાર ચાર બાળકને ચિતામાં સુવાડનાર લાગણીહીન નરપશુ !'
અજાણ્યા થરથરી બેલી ઉડતે, “કેવો મૂર્ખ ?”
આજે જગદીશનું ઘર લેકાનાં ટોળાંથી ભરાઈ ગયું હતું ને જગદીશનું નિર્જીવ શરીર એક ખૂણામાં પાટલા ઉપર આસનવાળી બેઠું હતું. આમાં તેજ, ચહેરા ઉપર હાસ્યમિશ્રિત ગુલાબી આછી છાયા ને શરીરના દરેક અવયવનું સામ્ય. એકઠા થયેલા સર્વ લોકેાને શેક અને આશ્ચર્યમાં ડુબાડવાને બસ હતાં. તે શેક ને આશ્ચર્યમાં જગદીશની કહેવાતી મૂખાઈમાટે ધિક્કાર તરી આવતો હતો.
દરેક માણસના મરણ પછી એક સમય એવો આવે છે, કે જયારે સર્વ કઇ તેના દુર્ગુણે ભૂલી જઈ તેના મરણમાટે શોક દર્શાવે છે અને તેના સદ્દગુણ ગાય છે; પણ જગદીશનું તેમાં સ્થાન ન હતું, તેની કહેવાતી મૂર્ખાઈથી સોમપુરનું બાળક પણ અજાણું ન હતું. હજીય લોકોએ કહ્યું – “કે મૂર્ખ ! અંતે જીવ ખોયો !”
ને મહત્તાને મંદિરીએ પગલાં માંડનાર દરેક આત્માની પાછળ જગબત્રીસીનું અટ્ટહાસ્ય હોય છે; ન ગણકારનાર આગળ વધે છે, ગણકારનાર અધમતાના ઉંડાણમાં ગબડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com