________________
ગાંડાઓને હા મનાવવાને ઇલાજ ગાંડાઓને ડાહ્યા બનાવવાને ઈલાજ
(હિંદુસ્થાન તા. ર૬–૧-૨૩) બેજીઅમવાસીઓ શું કરે છે?
ગાંડાઓને કેદમાં ન નાખતાં સ્વતંત્ર રહેવા દે”. માન્ચેસ્ટર ગાડઅન” માં નીચેનો લેખ જોવામાં આવે છેઃ-લડાઇની શરૂઆતથી યૂરોપમાં ગાંડાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. કેટલાંક ગામોમાં તો આવા સખસો એટલા બધા વધી ગયા છે કે ગાંડાઓની ઇસ્પીતાલમાં જગ્યા પણ નથી. આથી બેજીઅમને એક નાના ગામને દાખલો ટાંકો અહીં રમુજી થઈ પડશે. ૧૭ મી સદીથી ત્યાં એવો રિવાજ થઈ પડ્યા છે કે, ત્યાં ગાંડા માણસેને ગામનાજ લોકોએ પોતાના ઘરમાં આશ્રય આપ પડે છે. ગામના લેકને સરકાર તરફથી નીચેનો જે ટાઈટલ મળે છે, તે માટે તેઓ મગરૂર છે. આ ગામને “ગાંડાઓને કૌટુંબિક આશ્રય આપનાર લોકોની ' અથવા કેટલાક “ ગાંડાઓનું ગામ ” એ નામથી ઓળખે છે. આ ગામનું નામ “ઘલ” છે અને તે એન્ટવર્પ શહેરથી ૧૨ માઈલને અંતરે આવેલું છે. આ ગામમાં ૩૦૦૦ કુટુંબો વસે છે અને કુલે ૧૫ હજાર માણસોની વસ્તી છે. લોકો સ તેષી, તંદુરસ્ત અને આનંદી સ્વભાવવાળા છે. છઠ્ઠા સૈકામાં સેંટ ડીફન જે પાપી પિતાને ભેગા થઈ પડ્યા હતો, તેની કબર ઘીલમાં આવેલી હોઈ તે સ્થાન ત્યારથી ગાંડાએામાટે યાત્રાનું ધામ થઈ પડયું છે.
અહીં આવતા જાત્રાળુઓને દેવળના એક ભાગમાં ઉતારો આપવામાં આવતું. એ ભાગને દરદીઓનું ગૃહ ' એ નામથી ઓળખવામાં આવતું. એ વખત આવી લાગ્યું કે, ઘીલમાં યાત્રાળુઓની સંખ્યા એટલી બધી વધી પડી કે તેમને માટે ઉતારાની સગવડ કરવી પણ મુશ્કેલ થઈ પડી, જેથી પાસેનાં ગામોમાં લોકોએ પોતાના ઘરમાં આશ્રય આપવા માંડયો. આથી કરીને ઘીલના લોકેાનો ગાંડાઓ સાથેનો સમાગમ ઘાડો અને નિકટ થવા લાગે અને સૈકાએ જતાં આવા લોકેાને કુટુંબોમાં આશ્રય આપવાનો રિવાજ દાખલ થયો અને તેની વૃદ્ધિ થતી ગઈ. અત્યારે જે રિવાજ જોવામાં આવે છે, તેની શરૂઆત આવી રીતે થઈ હતી. સૈકાઓ સુધી આવા કમનસીબ સખસો સાથે સ્વાભાવિક રીતે દયા અને પરોપકાર વૃત્તિ બતાવવામાં આવતી; પણ ૧૮પર થી સરકારે આ સંસ્થા પોતાના હાથમાં લીધી ત્યારથી એલજીયમમાં આવા માણસાની દરકાર રાખવા માટે ખાસ માણસો રોકવામાં આવ્યા છે.
આ કૌટુંબિક રીતે ઉપાયો લેવાથી દરેક ખસી ગયેલા મગજવાળાઓને ફાયદાકારક રીતે ઠેકાણે લાવી શકાય. માત્ર જેઓનું ભેજું ઘણું જ ચશ્કેલ હોય, તેવાઓ ઉપર થોડેઘણો દાબ રાખવાની જરૂર છે. અનુભવથી એમ માલમ પડયું છે કે, જે ગાંડાએ પોતાના કુટુંબમાં ભયરૂપ થઈ પડતા હતા તેઓ આ સ્થળે એકદમ શાંત અને કહ્યાગરા થઈ ગયા છે. ગાંડાઓના મન ઉપર સ્થળાંતર અને ભલમનસાઇભરેલી વર્તણુકની આટલી બધી અસર થઈ શકે છે.
જે ગાંઠે આવે છે એટલે તેને મુખ્ય હોલમાં પરીક્ષાને માટે લઈ જવામાં આવે છે, જ્યાં તેને મનની પરીક્ષા કરવામાં આવે છે. આવી રીતે ગાંડા માણસને બીજા કુટુંબ ભેળો મૂકવો એમાં અલબત્ત ઘણી મુશ્કેલીઓ રહેલી છે. સાધારણ રીતે ગાંડાને કાઈપણ કુટુંબ ભેળે રાખવાને માટે તે કુટુંબને જે કિંમત આપવી પડે છે, તે નક્કી કરવામાં આવે છે. લડાઈ પહેલાં ૬ ૦ ૦ ૐાક આપવા પડતા હતા. અત્યારે ૧૦૦૦ આપવા પડે છે. ગાંડાઓને તેમના સગાંવહાલાંઓ તથા મિત્રો ગમે તે વખતે મળી શકે છે. ગાંડાઓને કુટુંબમાં દરેક ક્ટ લેવા દેવામાં આવે છે. તેમને તેમની ઇચ્છા મુજબનું કામ સોંપવામાં આવે છે. કહ્યાગરા ગાંડાઓને તે મેળાવડામાં ચાહ-પાણી-નાસ્તો પણ સૌની સાથે બેસીને લેવા દેવામાં આવે છે. શીઆળામાં ચાર વાગતા પછી અને ઉનાળામાં આઠ વાગતા પછી તેઓને ઘરની બહાર જવા દેવામાં આવતા નથી. આ રીતે ગાંડાઓની જેવી માવજત બીજા દેશોમાં કરવામાં આવે છે તેના કરતાં જાદાજ પ્રકારની માવજત બેજીઅમમાં કરવામાં આવે છે. અહીંની માફક તેઓને ગાંધી રાખવામાં આવતા નથી. તેમને જેલને બદલે સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલે કે ગાંડાને દરેક કાર્ય કરવાની છૂટ મળે છે. તેને કૌટુંબિક જીવનથી વિમુખ રાખવામાં આવતો નથી. માત્ર તેના ઉપર સરકાર તરફથી ચકાર આંખ રાખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com