________________
cnnnnnnnnnnnnnnnnnnnn
wwww
આવિજ્ઞાન
૧૨૭ છે, તેવા મછરોમાં મેલેરીઆનાં જતુઓ પેદા થાય છે, અને પછી આ મચ્છરો જ્યારે માણસને કરડે છે. ત્યારે તેમનામાંથી મેલેરીઆનાં જંતુએ માણસના લોહીમાં ભળી જાય છે. પછી તેઓ વધવા માંડે છે અને પછી એટલે સુધી વધી જાય છે કે માણસને તાવ આવે છે.
કર્નલ પી. જેમ્સના કહેવા પ્રમાણે તો દરેક ઘરમાં મેલેરીઆનાં જંતુઓ પેદા થાય છે; એટલું જ નહિ પણ એકબીજાને મેલેરીઆના જંતુઓ લાગતા હોય તો પણ ત્યાંથી જ.
વળી કહે છે કે, આપણું ઘરની પાસે અને અંદર જે મચ્છરો રહે છે તેમના જીવનનો અભ્યાસ આપણે કરવો જોઈએ.
વળી દરેક માણસના લોહીમાં કેટલાક પદાર્થો હોય છે, કે જે આ જંતુઓ આવે એવા ને એવા ખાય જાઈ છે. આ પદાથે કોઈને લોહીમાં ઓછી હોય અને કેાઈનામાં વધારે હોય; ઓછા હોય તો જંતુઓ ખવાઈ નહિ જતાં થોડાં થોડાં વધવા માંડે અને આખરે એટલાં બધાં વધી જાય કે મેલેરીઆ તાવ આવે; માટે હવે પછી દરેક મનુષ્યનું લેાહી તપાસી આ જંતુઓ દાખલ કરવાં જોઈએ.
લીવરપુલના વિશ્વવિદ્યાલયને જતુશાસ્ત્રને ઍફેસર કહે છે કે, બહારથી દાખલ કરેલા જંતુવડે આવતો તાવ કવીનાઈનના નાના પ્રમાણથી મટી જાય છે; પણ જ્યાં સુધી મેલેરીઆજંતુ શરીરમાં ન હોય ત્યાં સુધી કવીનાઇનની કશી અસર થતી નથી.
વળી તે લોકો કહે છે કે, માણસ કીનાઈન લેતા હોય અને પછી મેલેરીઆનાં જતુઓ અંદર દાખલ કરવામાં આવે તેપણ મેલેરીઆનો તાવ માણસને આવશે. કવીનાઈન હમેશાં ઓછા પ્રમાશુમાં આપવાથી વધારે જલદીથી અસર કરે છે; પણ વધારે પ્રમાણમાં આપવાથી તેમ થતું નથી.
પણ આમ કેમ થાય છે ? વધારે લેવાથી સામું નુકસાન કેમ થાય છે ? આના જવાબમાં તે જણાવે છે કે, કવીનાઇનને મેલેરીઆના જતુને મારી નાખવામાં આપણા શરીરના લેહીને કેટલાક પદાથે મદદ કરે છે. આ મદદ જે કવીનાઈન ઓછા પ્રમાણમાં અપાયું હોય તો જ બની શકે; પણ જ્યારે કવીનાઈન વધારે પ્રમાણમાં અપાયું હોય ત્યારે આ કેટલાંક જીવનબિંદુઓ જે મેલેરીઆના જંતુઓનો નાશ કરે છે તે જીવનબિંદુઓ મરી જાય છે, એટલે મેલેરીઆના જંતુઓ એકદમ આગળ વધી શકે છે અને પરિણામે તાવ ઉતરતો નથી અને ફરી પાછો આવે છે. તે કહે છે કે, લડાઈમાં અને ખાનગી દવાખાનામાં ઘણીવાર આ પ્રકારના તાવ (ચઢતા ઉતરતા) કવીનાઈન વધારે પ્રમાણમાં લેવાથી થાય છે.
કવીનાઈનની ઓળખ સિઓના નામનું ઝાડ થાય છે, તેનું વર્ણન નીચે મુજબ ઔષધીગુણાદર્શ(મેલેરીઆ મેડીકા)માં આપેલું છે. આ ઝાડ આપણા દેશમાં આસામ અને બિહાર તરફ થાય છે; પણ વધારેમાં વધારે હોલાન્ડમાં થાય છે અને કવીનાઈનને વ્યાપાર મુખ્યત્વે ડચ લોકોના હાથમાં છે. ડચ લોકોની સીન્ડકેટના હાથમાં આ ઉપાર છે અને વિશ્વમાં વપરાતું ઘણુંખરૂં કરીનાઇન એજ કંપની પૂરું પાડે છે.
આ ઝાડની છાલમાં કેટલાંક તત્ત્વો રહેલાં છે. આ બધાં તેમાંથી કવીનાઈન એ એક તત્વ છે. કવીનાઈનના બે ક્ષાર આવે છે. કરીનાઈન હાઈડ્રોકલોરાઈડ અને કવી નાઇન સલ્ફટ. તેની માત્રા ૧ થી ૧૦ ગ્રેન સુધીની છે. આ બંને ક્ષાર પાણીમાં ઓગાળી શકાતા નથી, માટે તેમને ઓગાળી નાખવામાટે તેજાબની જરૂર છે; પણ તેજાબમાં પાણી પુષ્કળ રેડવું જોઈએ. કવીનાઇનને સ્વાદ ઘણો કડવો હોય છે. હમણાં બજારમાં યુ. કવીનાઈનની નવી જાત નીકળી છે. તેને સ્વાદ બીલકલ હોતો નથી; પણ આ ક્ષાર પહેલાના જેટલો અસરકારક નથી. કવીનાઈન હમણાં હમણાં બહુ વપરાય છે. ૧ ચેનની માત્રામાં તે શકિતસુધારક છે !
શીતળા કઢાવવા કે નહિ? ઈગ્લાંડ અને વેલ્સમાં છેલ્લાં એકવીસ વર્ષમાં શીતળા માતાથી પાંચ વર્ષની નીચેનાં માત્ર ૬ છોકરાં મરણ પામ્યાં છે. ત્યારે શીતળા કઢાવવાથી ૨૦૨ મરણ પામ્યા છે. આવા કારણે ઘણા . માણસો શીતળા કઢાવવાની વિરુદ્ધ છે.
વાદળી વાપરવાથી કઠણ થઈ જાય તો તેને ગરમ પાણીમાં બોળી રાખવાથી પછી સારી અને પિચી થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com