________________
ઉચ્ચ ઉદ્દેશવાળુ જીવન
ઉચ્ચ ઉદ્દેશવાળું જીવન
( ચિત્રમયજગત-જુલાઇ૧૯૨૬ )
જગતમાં અસંખ્ય મનુષ્યા એવાં હેાય છે કે જેઓ પેાતાના જીવનમાં કયા ઉદ્દેશને સિદ્ધ કરવા ધારે છે તેને કદી વિચાર સરખા પણ કરતાં નથી. મનુષ્યજીવન એ એક સર્વોત્કૃષ્ટ જીવન છે. અને તેમાં મનુષ્ય ધારે તેવા અનેક ઉદ્દેશીને સિદ્ધ કરી શકવા સમર્થાં છે; પરંતુ જ્યાંસુધી મનુષ્ય પોતે એક પણ ઉદ્દેશને નક્કી કરતા નથી, ત્યાંસુધી તેના જીવનની સ્થિતિ સુકાનવિનાની નૌકાના જેવી થાય છે અને તેના સઘળા પ્રયત્ને નિષ્ફળતામાંજ પરિણામ પામે છે. મનુષ્ય પ્રતિદિન બળના એક અસાધારણ સમૂહસાથે જાણતાં કે અજાણતાં એકતા પામે છે. અને તેમાંથી થેાડા અથવા ઘણા પ્રમાણમાં ખળ મેળવે છે. આ બળને તે ઉદ્દેશવનાનાં કાર્યો કરવામાં ઉપયોગ કરે છે-અર્થાત્ મેળવેલા બળના દુરુપયોગ કરી તેને નાશ કરે છે.
આપણે જોઇએ છીએ કે, જગતમાં કોઈ પણ પ્રકારના બળને ઉપયેગ કરતાં પહેલાં મનુધ્યેા તેને કયા કામમાં ઉપયેાગ કરવા છે તે નક્કી કરે છે. એક અજ્ઞાન રાંડીરાંડ ડેાશી પણ ચૂલે કે સગડી સળગાવતાં પહેલાં તેના ઉપર શું મૂકવુ છે તેને નિર્ણય પ્રથમથી કરે છે. જો કંઈપણ નિય અગાઉથી કરવામાં આવ્યે ન હેાય તેા તે લાકડાં અથવા તે કાલસાના દુરુપયેગજ થઈ તેને નાશ થાય છે. આજ પ્રમાણે વિદ્યુત, વરાળ વગેરે વધારે બળવાન સામર્થ્યોના ઉપયોગના પણ મનુષ્યે એક ઉદ્દેશ નક્કી કરી તેને ઉપયેગમાં લે છે અને તેમ કરવાથીજ મનુષ્યા તે સામવડે સામાન્ય નહિ પણ અસામાન્ય કાર્યો પણ કરી શકે છે.
મનુષ્ય પાતે ઉદ્દેશિવનાનું જીવન ગાળવામાં અસાધારણ બળને નિત્ય આવી રીતે દુરુપયોગ કરે છે એવું તેને ભાગ્યેજ જ્ઞાન હેાય છે. તે પેાતાના નિત્યના વ્યવહાર અજ્ઞાનના પટમાં રહીને કર્યાં કરે છે. અનેક ઉદ્દેશવિનાની ક્રિયાઓમાં બળને! ક્ષય કરે છે; પરંતુ કેવુ અસાધારણ બળ તેને પ્રાપ્ત છે અને તેનાવડે તે કેવાં ચમત્કારિક કાર્યો કરવા સમર્થ્ય છે, તે તે સમજતા નથી! અજ્ઞાન ! અજ્ઞાનનીજ એ બલિહારી છે !
આમ છતાં કેટલાક પેાતાનાજ ડહાપણને સૌત્કૃષ્ટ માનનારા પણ હેાય છે અને પેાતાના જીવનમાં શુ' પ્રાપ્તવ્ય છે અથવા પોતાના જીવનના શા ઉદ્દેશ છે, તે પોતે સમજતા હોય તેમ માની ઢંગધડાવિનાનાં કાઈ કાષ્ટ લક્ષ્ય બાંધે છે અને તેનાથીજ રાજી થઇ સતેજ માને છે. તેએ ઘડીમાં એક વસ્તુપ્રતિ પેાતાના પ્રયત્નને દેડાવે છે, તે! ઘડીમાં બીજી વસ્તુને સિદ્ધ કરવા પ્રયત્ન આદરે છે. વળી કંઈ નવું જાણતાં કે સાંભળતાં ત્રીજામાં મનને દોડાવે છે; પરંતુ એક સ્થાયી ઉદ્દેશ-એક અચળ લક્ષ્યને તે ધારણ કરી તેનેજ સિદ્ધ કરવા આગ્રહ સેવતા નથી. માનસશાસ્ત્રના વિદ્વાને મનની આવી અસ્થિર અવસ્થાને પણ આ સંબંધમાં નીચા પ્રકારની ગણે છે. એક અચળ ઉદ્દેશને દઢતાથી વળગી રહેવું; એજ મનની બળવાન અવસ્થા છે.
મન જ્યારે એક આવા ઉદ્દેશથી આતપ્રેત થાય છે; મનના પ્રત્યેક અશમાં આપણા ઉદ્દેશની છાપ સ્પષ્ટ પડી રહે છે, ત્યારે મન આપણા જાણુતાં અને અજાણતાં ખળને તેજ દિશામાં વાળવાતા પ્રયત્ન કર્યાં કરે છે અને આપણા બળનેા સદુપયોગ થાય છે, જેથી જીવનના એક મહાન કાર્યને આપણે સાધી શકીએ છીએ.
આપણા ઉદ્દેશનુ સ્વરૂપ બને તેટલું વધારે સ્પષ્ટ રચવું, એજ મુખ્ય કર્તવ્ય છે. ઉદ્દેશનુ ઝાંખુ વરૂપ રચવાથી કંઈજ ફળ નથી. આવા મનુષ્યમાટે એમજ કહી શકાય કે, તેએ પેાતાની સ્થિતિ સમજતા નથી. પેાતે ક્યાં છે, શું કરવુ છે, ક્યાં જવું છે,તેનું કશુંજ તેમને ભાન નથી. આવા મનુષ્યા જગતમાં શુ એક પણ મહત્ત્વનું કાર્યં સાધી શકશે ? જીવનના મહાન ઉદ્દેશામાંને એક પણ ઉદ્દેશ સિદ્ધ કરી શકશે? મનુષ્યજીવનમાં અનુભવાતાં અસંખ્ય ઉચ્ચ સુખામાંના એક પણ ઉચ્ચ સુખને અનુભવી શકશે? અદ્ભુત સામર્થ્યને ધારણ કરવાના અનુપમ લાભને પામી શકશે ? તમારૂં હૃદય આને સ્પષ્ટ ઉત્તર આપે છે કે, આવું મહાન ફળ તે કદી પ્રાપ્ત કરી શકશે નહિ. ઘરમાંથી બહાર નીકળી ક્યાં જવુ છે, તેને સ્પષ્ટ વિચાર ન કરનાર રસ્તા ઉપર આમથી તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com