________________
૨૨૬
આગ્યવિજ્ઞાન ગુરુ છે. ગુરુ બાળકને સાત આઠ વરસની ઉંમરે યજ્ઞોપવીત આપી તેને દ્વિજ બનાવે છે–તેને બીજે જન્મ આપી તેનો બીજો જન્મદાતા બને છે. ઓછામાં ઓછું ૨૫ વરસની ઉંમરસુધી બ્રહ્મચર્ય પળાવી વિદ્યા ભણાવી, ઉત્તમ સંસ્કારો આપી, નિર્મળ વાતાવરણ રાખી તેને નર બનાવી પ્રજાને અર્પણ કરે છે. આ પ્રાચીન પ્રથાએજ આપણને એક જીવતી જાગતી પ્રજા બનાવી હતી. આ પદ્ધતિના નષ્ટ થવાસાથે આપણું પ્રજાવ નષ્ટ થયું, ગાઢ અજ્ઞાને પ્રજામાં વાસ કર્યો અને અંધપરંપરા શરૂ થઈ પ્રજાનાં ભાષાક્ય, ધર્મ એજ્ય તથા વિચાર ઐક્ય દૂર થયાં અને અવસ્થા છિન્નભિન્ન થઈ. ગુજરાતી ભાઈઓ ! આપણામાં જે કાયાપણું-નિરૂત્સાહ છે, આપણે કાર્યો આરંભ કરી પાછળ પડીએ છીએ તેનું કારણ આપણામાં શરીરબળ નથી.
- હિંમત, અડગતા, વૈર્ય અને અંત નથી તથા આપણા વૈદિક ધર્મની વિજળી આપણામાં ચમકારો જગાડી, પાછી મંદ પડી જાય છે તેનું કારણ તપાસ તે આજ છે. બ્રહ્મચર્યનો અભાવ તથા તેને પિપનાર કત્રિમ જ્ઞાતિઓનાં બંધને એજ આપણી અધોગતિનું કારણ છે. શું આપણી સંતતિને આપણે તેમાંથી ઉગારી શકીશું ? શું તેએાને દઢ તથા આગ્રહી બનાવવા આપણે ઈચ્છીએ છીએ ? શું તેઓ દેશને ઉદ્ધાર કરી શકે એમ આપણી સતત લાગણી છે ? જો તેમ હોય તો બ્રચયશ્રમની પુનરુદ્ધાર કરનારી ગુરુકુળ સંસ્થાઓ તે કાર્ય કરી શકશે. તે સંસ્થામાં આપનાં બાળકે મૂકે, તેનું પોષણ કરે તથા તેના અગ્રગન્તા બનો ! વાસ્તષિત! જાત ! પ્રાણ વાજિबांधत ॐ राम!
આરોગ્યવિજ્ઞાન
(દૈનિક હિંદુસ્થાનના એક અંકમાંથી)
મેલેરીઆ અને વીનાઈન લીટરરી ડાયજેસ્ટ'માં આ વિષય ઉપર નીચે પ્રમાણે લખેલું છે –
કવીનાઈનથી મેલેરીઆના જંતુઓ નાશ થઈ જશે; પણ મેલેરીઆના જંતુને શરીરમાં આ વતા અટકાવવાની શક્તિ નથી–અર્થાત મેલેરીઆનાં જંતુઓને તે મારી નાખશે, પણ એની અસરમાટે મેલેરીઆનાં જતુએ શરીરમાં હોવાં જોઈએ.
વળી કરીનાઇન થોડા પ્રમાણમાં આવ્યું હોય તો તે વધારે અસર કરે છે. જ્યારે કવીનાઈન વધારે પ્રમાણમાં અપાય ત્યારે માણસના ઉપર વધારે અસર કરે છે; પણ સૌથી અજાયબ સત્ય આ વિષયમાં તો ગાંડાની ઇસ્પિતાલના કેસોના મળેલા અનુભવો પરથી રચાયેલાં છે. અજાયબીભરી વાત એ છે કે માણસનું ગાંડપણ, તે માણસના શરીરમાં મેલેરીઆના જંતુઓ દાખલ કરવાથી મટી જાય છે. હાલના જમાનામાં ગાંડપણ અને પક્ષાઘાતને અટકાવવાને માટે અને મટાડી દેવાને માટે આ રીતજ વપરાય છે; એટલે કે તે માણસના શરીરમાં મેલેરીઆનાં જંતુઓ બહારથી દાખલ કરવામાં આવે છે. આ પ્રકારે ઘણા દરદીઓ સાજા થઈ ગયા છે. આ સત્ય કંઈ નવું શેધાયું નથી; પણ પુરાતન કાળના વૈદ્ય જેવા કે, હાયેકેટ અને ગેલેનને પણ આ માહિતી હતી. મેલેરીઆનાં જતુની મગજ ઉપર થતી અસર તો ઘણા કાળથી જાણીતી છે.
ઈગ્લાંડની ગાંડાની ઇસ્પિતાલમાં ઘણા રોગીઓને આ પ્રકારની દવા આપવામાં આવી હતી અને તેમાંથી ૩૦ ટકા તે તદ્દન સાજા થઈ ગયા હતા. ત્યારથી ડોક્ટરો અને રોગચિકીત્સકે મેલેરીઆના જંતુને રોગનાશક તરીકે વાપરવા તથા એવા બીજા જંતુઓ શોધી કાઢવા પ્રેરાયા છે. આ પ્રકારે લેબોરેટરીમાં મેલેરીઆનાં જંતુ શરીરમાં બહારથી દાખલ કરવાથી શરીર ઉપર થતી પ્રત્યેક અસર તેઓ નોંધી શક્યા છે અને સંપૂર્ણ અભ્યાસ થઈ શકે છે. લેફટનન્ટ કર્નલ. પી. જેમ્સ કહે છે કે, મચ્છરમાં માણસથી જતુ પેદા થાય છે કે પછી મરછર માણસના શરીરમાં જંતુ પેદા કરે છે, તે કહેવું અસંભવિત છે. તે કહે છે કે, જે મછરો બંધ તળાવમાં રહેતા હોય તેઓમાં મેલેરીઆનાં જંતુઓ હોતાં નથી. આથી તેઓ માણસને કરડે તેપણ માણસને મેલેરીઆ થાય નહિ, પણ જે મરો આપણી આજુબાજુ રહે છે અને કંઈક જુદી જ સ્થિતિમાં જેઓ રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com