________________
શારીરિક નબળાઈ અને તેના ઉપાય
૨૨૧ જાઉં છું. આ રીતે હું બીલકુલ ઈજા વગર આ બધા પ્રયોગો કરી શકું છું; કારણકે મન એ સૌથી સર્વોપરિ સત્તા છે અને તે શરીરને કાબુમાં રાખી શકે છે.
શરીરબળ તથા તંદુરસ્તીને માટે માંસાહારની જરૂર છે કે નહિ? એમ પૂછતાં ટૅ. રામમૂર્તિ એ જણાવ્યું કે, અનાજ તથા વનસ્પતિથી જેટલું બળ તથા શક્તિ મળે છે, તેટલું માંસાહારથી મળતું નથી. તેમાં સાત્વિક ગુણ રહેલા હોવાથી મન મજબૂત થાય છે અને શરીર ઉપર કાબૂ રાખી શકે છે; પણ માંસાહારમાં રજે અને તમે ગુણ હોવાથી મન તામસી પ્રકૃતિનું બને છે અને શરીર ઉપર તે સત્તા ચલાવી શકતું નથી.
વળી ઘઉં, કઠોળ વગેરે અનાજમાં પુષ્ટિ આપનારાં તો જોઈએ તેટલા પ્રમાણમાં છે. તેમાં અડદની દાળ એટલીબધી પુષ્ટિકારક છે કે તેને માંસદાળ કહેવામાં આવે છે, તેમજ ઈંડાંમાં જે તત્ત્વ છે તે બદામમાં પણ છે. એકંદરે. આપણો અનાજ અને વનસ્પતિને ખોરાક માંસાહાર કરતાં ચઢીઆત છે. આપણે હિંદીઓ હાલમાં નબળી દશામાં છીએ તે કંઈ માંસાહાર નહિ કરવાને લીધે નથી. પણ આપણા ઉત્તમ જાના રિવાજે તથા આપણું શૌર્ય તથા વીરતા ભૂલી જવાથી આપણે આવી રિથતિમાં આવી ૫ડક્યા છીએ. તેમાં આપણા ખોરાકનો દોષ નથી. આપણે ખોરાક તે એટલો ઉત્તમ છે કે યૂરોપ અમેરિકાના ઘણા લોકો હવે માંસાહાર છોડીને અનાજ તથા વનસ્પતિનો ખોરાક લેવા લાગ્યા છે.
મુંબઈમાં રહીને શું કરવા માગે છે ? હવે ભવિષ્યમાં તમે શું કરવા માગે છે? એ સવાલના જવાબમાં પ્રોરામમૂર્તિએ કહ્યું કે, મેં મારું સરકસ ગયે વરસે બંધ કરી નાખ્યું છે અને હવે હું આપણી પ્રજાની તંદુરસ્તી તથા શારીરિક બળ ખીલવવાના કામમાં મારી જીંદગી ગુજારવા માગું છું. તે કારણથી મેં મુંબઈમાં કા ગ્રેસ હાઉસમાં એક કસરતશાળા ખેલી છે. તેમાં હું રોગ સારા કરવાની તથા શરીરબળ ખીલવવાની કસરત પ્રજાને શીખવવા માગું છું. તે સિવાય હું કેટલાક જણાને મારી પદ્ધતિની તાલીમ આપી શિક્ષકો તૈયાર કરવા માગું છું, કે જેથી તેઓ જૂદા જૂદા ભાગોમાં જઈને આપણી દેશી પદ્ધતિને દેશને લાભ આપી શકે. મેં મુંબઈમાં હાલમાં શરૂઆત કરી છે તેનું કારણ એ છે કે, બીજાં બધાં શહેર કરતાં મુંબઈમાં લોકે વધારે નબળા અને રોગી છે, તેથી તેમની તંદુરસ્તી ઉપર પહેલાં ધ્યાન આપવાની જરૂર છે. મારે હેતુ અહીં શારીરિક ખીલવણી માટે મોટી કૅલેજ સ્થાપવાનો છે; અને આશા રાખું છું કે, તે માટે જોઈતી જમીન તથા બીજી સગવડ અહીંની સરકાર, મ્યુનિસિપાલીટી તથા પ્રજા તરફથી મળી શકશે. વળી બે વરસ પછી આખી દુનિયાના કસરતબાજો અને ખેલાડીઓને અહીં બોલાવી એક રમતગમતનો મેળાવડે કરવાની પણ મારી ઈરછા છે. શરીરબળ મેળવવા તરફ તમારું ધ્યાન કેવી રીતે વળ્યું ? આના જવાબમાં ઍ. રામમૂતિએ જણાવ્યું કે, હું નાનો હતો ત્યારે મારાં સગાંવહાલાં મને રામાયણ તથા મહાભારતની કથા સાંભળવા લઈ જતાં હતાં. ત્યાં ભીમ, અર્જુન, દુર્યોધન, હનુમાન વગેરેનાં પરાક્રમો સાંભળી મને પણ તેમના જેવા બળવાન થવાની ઈરછા થઈ અને મેં અખાડા તથા કસરતશાળામાં તાલીમ લેવા માંડી.
રામમૂતિએ આગળ ચાલતાં જણાવ્યું કે, દુનિયામાં કામ કરવાને તથા તંદુરસ્તી અને સુખ ભોગવવાને શારીરિક કસરતની ખાસ જરૂર છે; એટલું જ નહિ પણ આપણું સ્વમાન તથા મોભો જાળવવાને માટે પણ તેની જરૂર છે.
યુપે પ્રોરામમૂર્તિની કરેલી કદર પ્રા. રામમૂર્તિની કારકીર્દિ પહેલેથી જ યશસ્વી નિવડી છે. તેઓ ઈ. સ. ૧૮૮૩માં મદ્રાસ ઈલાકાના વિજયાનગર પાસેના ગામમાં જન્મ્યા હતા. શરૂઆતથી જ તેમનું ધ્યાન શારીરિક ખીલવણી તરફ હોવાથી તેમણે બહુ અભ્યાસ કર્યો ન હતો. સને ૧૯૦૫ માં યૂરોપનો પ્રખ્યાત મેં મદ્રાસમાં આવ્યો, ત્યારે રામમૂર્તિએ તેના ખેલ કરી બતાવવાની ચેલેંજ આપી હતી; પણ સેંડોએ તે કબૂલ રાખી નહોતી. ત્યાર પછી રામમૂર્તિ પણ પિતાની પાર્ટી સાથે હિંદમાં કરીને પોતાના ખેલો દેખાડવા લાગ્યા. સને ૧૯૦૯ માં તે જાપાન જવા નીકળ્યા, પણ મલાકક્કામાં ત્યાંના કોઈ અદેખા ખેલાડીએ ઝેર આપવાથી તેમની તબિયત બગડી અને તેઓ હિંદ પાછા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com