________________
૨૦
શારીરિક નબળાઈ અને તેના ઉપાયા
શારીરિક નબળાઈ અને તેના ઉપાયા
25
( પ્રા. રામમૂર્તિના જાણુવાદ્વેગ વિચારા ‘હિ‘દુસ્થાન'ના એક અંકમાંથી ) તંદુરસ્તી તથા તાકાતમાટે માંસાહારની જરૂર છે કે ?
હાલના જમાનામાં ભીમતરીકે પ્રખ્યાત થયેલા અને ચૂરેપઅમેરિકામાં પણ પેાતાના અપૂ શારીરિક બળમાટે નામના મેળવી આવેલા જાણીતા હિંદી પહેલવાન પ્રા॰ રામમૂર્તિ હાલમાં મુંબઇમાં આવ્યા છે અને મુંબઈંગરાને પેાતાના ખેલૈ। બતાવવાની તક આપી રહ્યા છે. તેમણે હાલમાં ગીરગામ એકરે..પર કેંગ્રેસ હાઉસમાં એક કસરતશાળા સ્થાપી છે, જે થાડા દિવસ પર મી॰ જીન્હા બૅરીસ્ટરના પ્રમુખપણા નીચે ભરાયેલી મોટી ગંજાવર સભા સમક્ષ ખુલ્લી મૂકવામાં આવી છે. તેએએ આ શાળામાં દેશી કસરત પદ્ધતિથી રંગો મટાડવા તથા શારીરિક ખળ ખીલવવાના વર્ગો ખાલ્યા છે અને તેને લાભ ધણા જણાએ લેવા માંડયા છે. પ્રા॰ રામમૂર્તિએ દેશી હિંદી કસરત પતિના ઉંડા અભ્યાસ કરીને તેને સારા પાયાપર મૂકી છે.
તંદુરસ્તી તથા અંગબળ મેળવવાસંબંધી તેમના વિચાર જાણવાજોગ હેાવાથી અમારા પ્રતિનિધિએ તેમને ઇન્ટરવ્યુ લીધા હતા.
પ્રા. રામમૂર્તિએ જણાવ્યું કે, આપણી દેશી કસરત પદ્ધતિ દરેક રીતે આપણા લેાકેાને અનુકૂળ આવે તેવી તથા તંદુરસ્તી અને શરીરબળ આપનારી હોવાછતાં હાલમાં આપણા લેકે તે છેડી દઇને યૂરોપીયન પદ્ધતિ તરફ જાય છે તે દિલગીરીભર્યુ છે. યૂરેાપમાં સેંડા, સામસન વગેરે પહેલવાનાએ પોતાની પતિ કાઢી છે; પણ તેથી ક્રૂક્ત શરીરના સ્નાયુએ ( મસલ્સ ) મેટા થઇને શરીર જાડુ અને બેડેળ થઈ જાય છે; પણ તેથી હાજરી, ફેફસાં વગેરે શરીરની અંદરના અવચવા મજબૂત થતા નથી, જ્યારે આપણી દેશી કસરતથી અ ંદરના અવયવા બળવાન થાય છે અને તેથી ખરી તંદુરસ્તી તથા તાકાત આવે છે. વળી યૂરોપીયને હમણાં જે રમતેામાં આગળ વધ્યા છે તેમાંની કેટલીક તે આપણી કસરતનું અનુકરણ છે. દાખલાતરીકે આસીંગ. આપણી મુષ્ટિયુદ્ધ ’’ નામની કુસ્તી ઉપરથી તેખેાએ લીધું છે. વળી જાણીતી જાપાનીઝ કસરત જો– જી-સુ ” હિંદી ખાક કુસ્તી ઉપરથી આપણી દેશી કસરતનુ અનુકરણ કરીને પરદેશી લેાકાએ
46
"
પેાતાની પતિ રચી છે.
શરીર, મન અને આત્માની ખીલવણી
પ્રા. રામમૂર્તિએ આગળ ચાલતાં જણાવ્યું કે, આપણી દેશી કસરતની પદ્ધતિ શરીરની અંદરના અવયવને મજબૂત બનાવી . તંદુરસ્તી અને શરીસ્બળ આપે છે; એટલુજ નહિ પણ તેથી આત્મા અને મનની ખીલવણી પણ સારી રીતે થાય છે. આથી તે દરેક રીતે સાયન્ટીફીક એટલે સાયન્સના સિદ્ધાંતેાને અનુસરીને રચાયલી છે. આપણી પદ્ધતિના એ ભાગ છે. પ્રાણાયામ અને વ્યાયામ. વ્યાયામ, એટલે શરીરને મજબૂત બનાવવાની કસરત. પ્રાણાયામ એટલે પ્રાણ, મન તથા આત્માને ખીલવનારી કસરત. પ્રાણાયામ કરવાથી ફેફસાંમાં શુદ્ધ હવા જાય છે અને તેથા લેહી શુદ્ધ થાય છે; તેથી કામ કરવામાં સારીરીતે ધ્યાન આપી શકાય છે, એટલે કે મનની એકાગ્રતાની શાક્ત વધે છે અને એ રીતે અમુક બાબત ઉપર એક ચિત્ત રાખવાથી મનને તયા આત્માને શાંતિમળે છે અને ફિકરચિંતા દૂર થઈ સુખ મળે છે. વળી પ્રાણાયામ તથા ધ્યાનથી પ્રાણશક્તિ અને શરીરની તથા મનની તાકાત વધી આવરદા લાંખા થાય છે. આ રીતે આપણી કસરતપહિત શરીર, મન અને આત્માને ખીલવી આપણને સુખનું પરમ સાધન બક્ષે છે.
પ્રા॰ રામમૂર્તિના અદ્ભુત બળનું રહસ્ય
તે તેમના અદ્દભુત પ્રયોગા કેવી રીતે કરે છે; એમ પૂછતાં પ્રા॰ રામમૂર્તિ એ જવાબ આપ્યા કે, તેનું રહસ્ય પણ આપણી પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિમાં છે. જ્યારે મારી છાતીપરથી મેટર લઇ જવાની હાય કે ભારે પથરા તેડવાનેા હાય, ત્યારે હું મારૂં બધુ ચિત્ત છાતી ઉપરજ રાખું છુ અને જાણે સમાધિ ચઢાવી દીધી હેાય તે પ્રમાણે બીજા દરેક ખ્યાલ તથા વિચાર। ભૂલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com