________________
હસી ને! હસી ને !! આવે છે તેમ તેમ તૃષા વધે છે, છતાં માણસે તે પીધાજ કરે છે.”
બૌદ્ધમાગ આમ વસ્તુસ્થિતિ સમજાવે છે, દુનિયામાં દુઃખ છે તેનું કારણ તેમાં જીવન છે. તેથી જીવનમાટે નહિ-ફેરફાર, ઉતાવળ, અસંતોષ, મરણને માટે નહિ-પણ નિવૃત્તિ, શાંતિને માટે પ્રયત્ન થવો જોઈએ. માણસનું એજ ધ્યેય હોવું જોઈએ; તેથા જે માણસને સુખ જોઈતું હોય તે તેણે મહાન શાંતિ-નિર્વાણ મેળવવું જોઈએ. જેમનાં નેત્ર સ્વચ્છ થયાં છે–પડળ દૂર થયાં છે–તેને આ સત્ય મધુર લાગશે. ધર્મ મધુરી વસ્તુ છે, તે હૃદયને આનંદથી ભરી દે છે.” નિર્વાણ મેળવવું એ બૌદ્ધમાગનું ધ્યેય છે. તેના પોતાના પ્રયત્ન ઉપરજ નિર્વાણ મળવાનો આધાર છે.
નિર્વાણ કેવી રીતે મળે એ સવાલ હવે આવે છે. માણસ કેવી રીતે વર્તે, વિચારે, કે જેથી તે નિર્વાણમાં ભળે ? સુકૃત અને સુવિચારરૂપી દરવાજામાં થઈને તે માર્ગે જવાય. આબરૂદાર અને પ્રમાણિક બનો, દયાળુ બને, સત્યને ચાહો ને અસત્યથી અળગા રહો. સુખના માર્ગની આ શરૂઆત છે. સામાનું ભલું કરે; એટલા માટે નહિ કે તે તમારું ભલું કરે, પણ તેથી તમે તમારા આત્માનું ભલું કરો છો. દાન આપે, દાતાર બનો. એ માણસને માટે જરૂરનું છે. પ્રેમ અને ભ્રાતૃભાવ શીખે. બીજાની લાગણીઓ સમજે, તમારામાં ઉતારવા પ્રયત્ન કરે અને તમારામાં પ્રેમ ઉત્પન્ન થશે. પ્રેમ, બીજાને આપણું ઉપરનો પ્રેમ નહિ, પણ આપણે બીજા ઉપરને પ્રેમ, તેના જેવું દિલાસારૂપ બીજું કશું નથી. આખી દુનિયા સાથે પ્રેમમય થાઓ, બધાં પ્રાણીઓ સાથે, ધાસમાંનાં જીવજંતુ સાથે પણ પ્રેમમય થાઓ. આત્મા બધે સરખે છે. માણસના પ્રાણ બીજાના પ્રાણુથી જુદા નથી, પણ એકજ છે; તેથી જે માણસ પોતાનું હૃદય પૂર્ણ બનાવવા માગે તો તેણે આખી દુનિયા સાથે સમ-ભાવ રાખવો જોઈએ અને દુનિયાને બરાબર ઓળખવી જોઈએ; પણ તેમાં પોતે આગળ થવું જોઈએ. બીજાને ન્યાયી બનાવવા પોતાને ન્યાયી થવું જોઈએ: બીજાને સુખી કરવા પોતે સુખી થવું જોઈએ. બીજાને પ્રેમ મેળવવા પોતે પ્રેમ રાખવો જોઈએ.
ઘણું ધર્મવેત્તાઓએ આવું શીખવ્યું છેપણ તે ઉપરાંત બૌદ્ધ-માગ શીખવે છે -
પુણ્ય અને માન આપવું તે, સત્ય અને પ્રેમ એ બધી ઘણી સુંદર ચીજ છે, પણ તે તે શરૂઆત છે-તે તો માત્ર અંદર પિસવાનો દરવાજો છે. ફક્ત તેથીજ માણસ નિર્વાણ ન મેળવી શકે, એટલાથી જ દુનિયાના દુઃખોમાંથી મુક્તિ ન મળે–પવિત્રતા અને પુણ્ય ઉપરાંત માણસે ઘણું કરવાનું છે. પ્રેમથી હદય શુદ્ધ કર્યું હોય, સારાં કાર્યોથી હૃદયની દુષ્ટતા દૂર કરી હોય, ત્યારે માણસને આગળ જવાને માર્ગ સૂઝે છે. ત્યારે તેને માલમ પડશે કે, જીવન એજ દુઃખ છે અને પાપ તથા. દુઃખથી દૂર થવા માણસે જીવનથી દૂર થવું જોઇએ-તે મરણ પામીને નહિ; કારણકે આ જન્મનું મરણ તે બીજા જન્મની શરૂઆત છે. હાલના જીવનનો અંત લાવવો એટલે બીજા લાંબા દુઃખી જીવનની શરૂઆત કરવી એમ છે. દુઃખનો અંત નિર્વાણમાં છે. સંસાર જે દુઃખરૂપ છે તેથી તેણે અલગ થવું જોઈએ અને આત્માને એવો કેળવવો જોઈએ કે દુ:ખરૂપ સંસાર દુઃખરૂપે દેખાય; તેથી તે પછી તેનું લક્ષ્ય નિર્વાણ ઉપર ચોંટે અને તે નિર્વાણ મેળવે.
તે નિર્વાણુમાટે દરેક પ્રયત્ન કરવાનો છે અને દરેકે તે મેળવવાનું છે અને વખત થતાં દરેક તે નિવૃત્તિ પૃહ મેળવશે.
હસી લ્યોને ! હસી લ્યને !
(લેખક-રા. ગિરીશ, “શારદાના એક અંકમાંથી) જહાંમાં ઝિંદગી ટૂંકી નકામાં અશ્રુ આંબે શાં? જવું ક્યારે ન જાણો છો, મુસાફરછ, હસી ને! સુખોની રોશની ચમકે અગર દુઃખ સદા પજવે, જહાંગીર કે ફકીર હે પણ, બિરાદર એ, હસી ને ! હૃદયમાં દુઃખ માનો તો, બધી આલમ દીસે રડતી, દુઃખદ એ દુઃખભય છોડી, છૂટા કંઠે હસી લ્યોને ! કરીને સોગિયું મોટું, ફર્યો શું આફતો જાશે ? વિપત્તિ દૂર કરવાને, હદય હળવે હસી ને !
વસે છે ને, રહે રોતું સદા ખોd, ઉરે લોકોક્તિ એ સમજી, મળે તક ત્યાં હસી ને ! પ્રભુનો વાસ ત્યાં ત્યાં છે, હસિત હૈયાં વસે જ્યાં જ્યાં, પ્રભુ પધરાવવા દિલમાં, પ્રભુભૂખ્યાં, હસી ને ! હસે આ વૃક્ષને સરિતા, હસે વાયુ અને વિજળી, ઘુઘવતે ત્યાં હસે સાગર, તમે પણ તો હસી યોને ! હસે ચાંદે અને સૂરજ, હસે પંખી પણે પેલાં, હસે કુદરત અમલહાસ્ય (તેમાં ) પૂરાવી સૂર હસી લ્યોને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com