________________
નિર્વાણમા
નિવાણમા
(લેખકઃ-ચંદુલાલ કેશવલાલ અમીન. ‘ બુદ્ધિ પ્રકાશ 'ના એક અંકમાંથી)
“મારી પાસે આવ, હું તને દુનિયાનાં દુઃખામાંથી મુક્ત થવાય એવી વાત સમજાવું.”- મુદ્ર આધર્માંની માફક ઔધમા એ આત્માને શાશ્વત માને છે. આપણે ક્યાંથી આવ્યા તેની આપણને ખબર નથી. આપણું હાલનું જીવન, આપણા અનંત જીવનનેા એક ભાગ, એ જીવનનાટકનું એક દૃશ્ય છે. દરેક શરીર આત્માને રહેવાનુ ઘર માત્ર છે અને પ્રાણીની સ્થિતિ તેણે પહેલાં કરેલાં સુકૃત અને દુષ્કૃત ઉપર આધાર રાખે છે. હાલમાં જે સુકૃત અથવા દુષ્કૃત કરશે, તે ઉપર ભવિષ્યના જીવનને આધાર છે. માણસે મૂર્ખ કે શાણા, પાપી કે પુણ્યશાળી, જખરા કે નબળા અકસ્માત નથી જન્મતા. તેમની સ્થિતિ, ‘વાવે તેવુ લણે' એ આધારે થયેલી હોય છે અને જેવું તે લણે છે તેવું જ તેણે વાવેલું હેાય છે. તેથી જો માણસની ઇચ્છાએ પાપ તરફ વળેલી હાય તા તેનેા અ` એ કે, તેણે પહેલાંની જીંદગીઓમાં પાપવૃત્તિ કેળવેલી છે; અને માણુસ પુણ્યશાળી, દાનશીલ, સહનશીલ અને પ્રેમમય હાય છે, તેનું કારણ એજ કે તેણે પહેલાંના જીવનમાં એ સદ્ગુણ કેળવેલા છે. તેણે ભલાઇ આચરેલી અને તે એના આત્માની ટેવ થઇ રહેલી છે.
૧૮
આમ દરેક માણસ પોતેજ પાતાનું કારણ થઇ પડે છે; પેતાના સદ્ગુણુ તેમજ પેાતાની ખામીઓનું કારણ તે પાતેજ છે. જગતના શાશ્વત નિયમે! પ્રમાણે માણસ તેજ પાતાનેા અને પેતાના ભવિષ્યને ઘડનાર છે. ભવિષ્યમાં તે કેવા થશે તે નક્કી કરવાનું તેની શક્તિની અંદર છે અને તેવા થવામાટે તેણે કામ કરવુજ બેઇએ, નહિ તે તેનાથી આગળ નહિ વધાય.
દરેકને સરખી તક મળેલી છે. હાલ સરખી ન લાગે પણ તેનું કારણ તે પોતેજ છે. તે પેાતાની સ્થિતિ સુધારી શકે એમ છે; આ જન્મે નહિ તેા આવતે જન્મે; તેમ નહિ તે! પછીના જન્મે. માણસ એકદમ પૂ` નથી બનતા. કિ ંમતી વસ્તુએની માફક તેને પૂર્ણ થતાં વાર લાગે છે. પુણ્યશાળી માણસ એક દિવસમાં ન નીપજે, ખી વાવતાંની સાથે ઝાડની આશા ન રખાય. આમ માણસપેાતાની પહેલાંનાં કૃત્ય, લાગણીઓ ને વિચારાના બનેલે છે અને તેનાં હાલના જીવનમાં તે પેાતાનું ભવિષ્યનું જીવન ધડથા કરે છે. બુરાઇ આચરા અને તમારા આત્માને જીરાની ટેવ પડશે. ભલાઈ આચરા અને તમારા આત્મા સુંદર અનતે! જશે. આમ પ્રતિનિયમને સદ્ઘાંત આત્માને લાગુ પાડેલા છે, એટલુંજ નહિ પણ એ પ્રકૃતિષુદ્ધિ ભાનપૂર્વક થયેલી વર્ણવેલી છે.
આમ દરેક માણસ પેાતાને ધારે તેવે બનાવી શકે અને દરેકને સુખની ઇચ્છા હાય છે, તેથી સુખ કેમ મેળવવું એ જાણે તે તે તરત મેળવે. તેથી સુખદુઃખ શું છે તે જાણવુ જોએ, જેથી સુખ મેળવી દુ:ખ દૂર રખાય.
દુનિયા દુઃખ, દાંગાઇ, લડાઇ, ટંટા, ધિક્કાર એવાં એવાં અનિષ્ટાથી ભરેલી છે, એવુ ઘણા ધર્મોમાં લખેલું છે. ધણા પંથ તે। એ સિદ્ધાંત ઉપરજ રચાયા છે. દુનિયા સુખી હોત તે। પછી ધર્માંની જરૂર શીરહેત? બૌદ્ધ ધર્મમાં કહેલું છેઃ-‘જીંદગીને દુ:ખ નામના રોગ લાગુ પડેલા છે. માણસે તેનું કારણ જાણી, તે રાગ મટાડી તેમાંથી છૂટવું જોઇએ.' સસારમાં જીવન જીવવું એજ દુઃખ છે, જીવન અને દુઃખ એ એકજ વસ્તુ છે. વિચાર અને બુદ્ધિપૂર્વક તપાસ કરનારને એ સ્પષ્ટ માલમ પડશે. વિચારા કેઃ—
“દુનિયામાં કયા માણસને લાગ્યું કે તેને સંપૂર્ણ સુખ છે, તેની સ્થિતિ છે એમ ને એમ રહે તેા સારૂં ? કાઇ માણસને એમ લાગ્યું નથી. માણસને ફેરફારની ઇચ્છા થયા કરે છે અને તે વમાનથી કંટાળે છે અને ભવિષ્યની ઇચ્છા કરે છે; અને ઇચ્છેàા ભવિષ્યકાળ આવતાં તે તે પહેલાંના વખત કરતાં સારા નથી લાગતા. ગઇ કાલમાં તે આવતી કાલમાંજ તેને સુખ માલમ પડે છે, અજમાં નહિ. જુવાનીમાં આવવાના વખતની રાહ જોવાય છે, ધડપણમાં ગત કાળનું સ્મરણ થયાં કરે છે. ફેરફાર એટલે શું ? હાલની સ્થિતિને નાશ અને જીંદગી એટલે ફેરફાર અને ફેરફાર એટલે નાશ એમ બૌદ્દમાગી કહે છે. માણસને મૃત્યુની ખીક લાગે છે, તેનાથી થરથરે છે, છતાં મૃત્યુ અને જીવન એકજ છે, તેમાં જરાપણ અંતર નથી. દુ:ખ પણ તેજ છે. તૃષાથી પીડાયેલા જેમ સાગરનું પાણી પીએ, તેમ માણુસ જીવનની ઇચ્છા કરે છે. જેમ એ જીવન–વારિ વધારે પીવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com