SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મેમિલાનની કેટલીક હકીકત એખિલાનની કેટલીક હકીકત ( લેખક-રા. નરેન્દ્ર. ગાંડીવના ૧૯૮૨ ના દિવાળીના અંકમાંથી ) જે હિંદુસ્તાનના વતની દુનિયાની પ્રજાને ઢાંકતા હતા, તેને પેાતાનાં અંગ ઢાંકવાને આજે પરદેશી કાપડ આયાત કરવું પડે છે! જે આર્યાં. દૂરના દેશોમાં વ્યાપાર ખેડતા, વસાહત કરતા હતા અને રાજ્યે સ્થાપતા હતા, તેજ આૌંનાં સંતાને! આજ સેંકડો વર્ષોંથી વિદેશીઓની ઝુંસરીતળે નિર્માલ્ય જીવન ગુજારી જેમ તેમ દિવસે કાઢે છે. જે મિસરવાસીની સત્તા, સમૃદ્ધિ અને વિદ્યા દુનિયાની દૃષ્ટિએ અમેાધ ગણાતી હતી, તે મિસરવાસીએ આજે પેાતાનું તંત્ર પેાતાના હાથમાં લેવા તરફડીઆં મારી રહ્યા છે. જે ચીનની પ્રજા પેાતાના હુન્નર અને સસ્કૃતિથી દુનિયામાં ખ્યાતિ મેળવી ગઈ હતી, તેજ પ્રજા આજે એકબીજાનાં ગળાં કાપી પેાતાના લેાહીથી તરભેળ થઇ રહી છે. જે ઇરાનીએએ પેાતાને વિજયવાટે સથિયા, મિસર, આરમિનિયા, મકદુનિયા, ગ્રીસ અને હિંદની હદસુધી ફરકાવી પેાતાની સત્તા અને પ્રતિષ્ઠાથી દુનિયાને છક કરી નાખી હતી, તેજ દેશ આજે એક અગર ખીજી રીતે પરદેશી પ્રજાના પ્`જામાં સપડાયલ છે. ઈસ્લામી ઝુંડા એશિયા અને યુરે।પના મેટા ભાગ ઉપર ફરકાવનાર તુ અંગારા જેવા પ્રાંતમાં ભરાઈ પેાતાનું અસ્તિત્વ જાળવવા માંકાં મારી રહ્યા છે, ૨૧૫ આજે નાનકડા આ બધું શું ? કેવળ વિધિની વિચિત્રતા. એજ વિધિની એ ઘટના કે અનગ્ન સ્થિતિમાં રહેનારી જંગલી પ્રજાએ જે સુધરેલી પ્રજાને ત્રાસરૂપ હતી, તેજ આજે દુનિયાના મેટા ભાગ ઉપર સર્વોપરિ સત્તા ભગવે છે; તે તે વખતે પશુબળથી; પણ વિદ્યા, કળા અને શોધકબુદ્ધિમાં પણ આજે તે અમ્ર ગણાય છે. એજ એ વિધિએ, જેનું આજે માત્ર નામજ રહ્યું છે, પણ નિશાન તેા પુરાણી જગાના શેાધકાના કાદાળી પાવડાના અથાગ પ્રયત્ને રહ્યાંસહ્યાં મળે છે, તે એખીલેાન જેવા અજિત શહેરને ઇરાનીને હા પાયમાલ કરાવ્યું. આદિ તવારીખનવેશ હીરેાડાપ્ટસે આપેલું એખીલેાનનુ વર્ણન વાંચતાં, એ શહેરની રચના, મકાનાની ભવ્યતા, શહેરની સુંદરતા અને તેના કિલ્લાની મજબૂતી તે વખતના એબિલેાનીઅનેાની કલારસિકતા, બુદ્ધિચાતુર્યાં અને સાહસનું આબાદ દિગ્દન કરાવી આજના આગળ વધેલા જમાનાના વિદ્વાનેને પણ અજાયબીમાં ગરક કરે છે; અને તેના વિનાશને વિચાર આવતાં સહેજ એ આંસુ ટપકી આ દુનિયામાં કાઈ વસ્તુ ચિરસ્થાયી નથી, તેનેા પ્રત્યક્ષ પૂરાવેા આપીને ઘડીભર તે વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે. એબિલેાન . સ. પૂર્વે આશરે ૨૨૦૦ વપર વસેલું ગણાય છે; પણ ઇતિહાસકાર તેનુ જે વન આપે છે તેવી સ્થિતિમાં તે તે ઈ. સ. પૂર્વે ૬ ઠ્ઠા સૈકામાં આવ્યું અને તેનું માન નૈનસની રાણી સેમીરામીસને ધટે છે. રાણી સેમીરામીસ પછી રાણી નારીટીસે શહેરની સુધરતા અને તેના બચાવના કામેાની મજબૂતીમાં વધારેા કર્યો હતેા. હીરેાડેટસ લખે છે કે, આ શહેર ચતુષ્કાણ હતું અને તેની દરેક બાજુની લંબાઇ ૧૨૦ કલાંગ એટલે ૧૫ માઈલ હતી. એની આજુબાજુ દિવાલ હતી અને તેના કરતી ઘણી ઉંડી અને પહેાળી ખાઇ હતી. તેમાં યુક્રેટીસનું પાણી ભરેલું રાખવામાં આવતું હતું. આ ખાઇની પાર પાછી ખીજી દિવાલ હતી. તેની પહેાળાઇ ૭૫ ફીટ અને ઉંચાઈ ૩૦૦ ફીટ હતી. આ દિવાલપર ચાર ઘેાડાની ગાડી સહેલાઇથી કરી શકે તેટલુ અંતર રાખી એક માળાનાં મકાને બાંધવામાં આવ્યાં હતાં. આ દિવાલમાં ૨૦૦ દરવાજા ડતા અને દરેક દરવાજાનાં બારણાં અને બારસાખા તદ્દન પિત્તળનાં બનાવેલાં હતાં. જાણે આ બચાવનાં સાધને પૂરતાં ન હેાય તેમ યુક્રેટીસ નદીનુ વહન ફેરવી તેમાં કમેામ વાંકા દાખલ કરી તેની લખાઇ અને વિકટતા વધારવામાં આવી હતી, જેથી હલેા લાવનાર લશ્કરને એક કરતાં વધારે વખત તેને એળંગવી પડે અને તેને ગમે તે એ વાંક વચ્ચે અટકાવી મહાત કરી શકાય. શહેરની અંદરની રચના તેથી પણ અદ્ભુત અને કળાપૂર્ણ હતી. તેનું વર્ણન વાંચતાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy