________________
૨૧૪.
મગરથી બચવાને ઉપાય છે અને એકસૂર થાય ત્યારેજ હૃદયને દ્રવી નાખતું અને પ્રભુ સાથે એકમય કરતું સંગીત શકય છે. તે જ પ્રમાણે જીવનને સંગીતમય બનાવવું હોય તો તે એકસૂર હોવું જોઈએ અને તે એવી. રીતે એકસૂર ત્યારેજ બને કે જયારે જૂદા જૂદા કલહો નષ્ટ થયા હોય જ્યાં કલહ શરૂ થાય કે તરતજ એકસૂરત ચાલી જાય અને સંગીત બંધ પડે.
ત્રો મારો તંબુરાનો તાર ને, ભજન અધુરું રે રહ્યું ભગવાનનું.” એમ એક કવિએ ગાયું છે તે બરાબર જ છે. હિંદુ સંસારનાં દુઃખદ ચિત્રે ઘણાં છે. તેમાંનું એક દુ:ખક ચિત્ર સગાંવહાલાંઓ વચ્ચેના ઝઘડાનું છે. આ ઝઘડા મહત્ત્વના હોતા નથી, સિદ્ધાંતના હોતા નથી પણ બહુ ક્ષુલ્લક અને નજીવા હોય છે. હદયનું વિશાળપણું હોતું નથી, ક્ષમા આપવાની તૈયારી હોતી નથી, મનનાં શરીર પ્રભનાં મંદિરે ગણાય છે. તે મંદિરમાં પ્રભુની પ્રતિમાને માટે જે ગોબો હોવા જોઈએ તેને બદલે તેજ ગોખમાં આપણા છોકરવાદી કજીઆઓને સ્થાન આપીએ છીએ અને પ્રભુની પ્રતિમાને ચંદનપુષ્પ ચઢાવવાને બદલે આ ગોખમાં મૂકેલા આપણા જીઆએને સવાર ને સાંજ વંદન કરીએ છીએ. જેવા દેવ તેવા પૂજારી. જે હૃદયમંદિરમાં પ્રભુની મૂર્તિની સ્થાપના થાય તો જીવનમાં શાંતિનાં ઝરણાં રેલાય; પણ પ્રભુની મૂર્તિને બદલે કઆ અને વિરોની સ્થાપના થાય તો શાંતિનાં ઝરણાં સૂકાઈ જાય અને મૃત્યુના ભયંકર ઘંટ વાગવા માંડે. મૃત્યુ એટલે એકલું શરીરનું મૃત્યુ નહિ, પણ ઉચ્ચ આશાઓનું, મહત્વાકાંક્ષાઓનું, પવિત્રતાનું અને સર્વોચ્ચ આદર્શોનું. શબ્દો અને લાગણીઓ નિર્જીવ નથી. જે શબ્દો મુખમાંથી છૂટે છે અને જે લાગણીઓ હદયમાં થાય છે તેની અસર થયા વગર રહેતી નથી. જો તે પવિત્ર શબ્દો અને લાગણીઓ હોય છે તેનું પરિણામ સુંદર આવે છે. જે તે વૈરભાવથી ભરેલા શબ્દો અને લાગણીઓ હોય તે તેનું પરિણામ ભયંકર આવે છે. ઘણીવાર જોવામાં આવે છે કે, જે કુટુંબમાં કલેશ શરૂ થાય છે તે કુટુંબમાં એક બે મૃત્યુ થયા વગર રહેતાં નથી. તેનેજ મેં ઉપર જણાવ્યું તેમ બુમરેકહું છું. જે વૈરભાવે આપણે રાખ્યા અને જે દેષની લાગણીઓને સંધરી તેનાથી સામાવાળાને તો નુકસાન થાય કે ન થાય પણ આપણાં પિતાના ઉપર તેને ફટકો આવીને પડે છે અને એક બે વહાલાંઓને ઉપાડી જાય છે. ભરૂચ આગળ નર્મદા નદીને એક એવારે સંધ્યાકાળે એક વખત હું ઉભો હતો. તે દિવસે કાંઈ પર્વ હતું અને નાના દીવડાઓ પડીઆમાં રાખી લોકો નદીમાં તરવા મૂકી દેતા હતા. આવા દીવડાઓની હારમાળ ચાલી જતી હતી. ગુજરાતના બીજી એક શહેરમાં એક રસ્તા ઉપર છેડે ઉભે હતું અને જોઉં છું તો ખાકુળવાની હારમાળ લાગી રહી હતી. દરેક મનુષ્ય વિચાર કરવાને છે કે, પિતાને તે નર્મદા નદીમાં તરતો અને જીવનને ઉજજવલ કરતો એક દીવડો થવું છે કે વૈર, દેશ અને ક્લેશથી ભરેલો એક ખાળકૂવો થવું છે ?
મગરથી બચવાના ઉપાય (લેખક-જેઠાલાલ મોતીલાલ. ગુજરાતી તા. ૧૦-૧૦-૨૬) સાહેબ, “ગુજરાતી' પત્રના તા. ૩-૧૦-૨૬ ના અંકમાં પાન ૧૫૦૧ માં લખ્યું છે કે, ચોમાસાની ઋતુમાં નદીનાળાં ઉતરતાં કંઈક માણસે મગરના ભંગ થઈ પડે છે, તે તે દૂર રહે ને માણસ પાસે આવે નહિ તેવો ઉપાય કઈ બતાવશે તો જનસમાજમાં ઉપકાર થશે; તે તેને ઉપાય ચોક્કસ નીચે મુજબ છે.
જ્યાં મગરને ભય છે ત્યાં ઉતરનાર માણસોએ આકડાના ઝાડનું એક ડાળખું પાસે રાખી ઉતરવું, જેથી મગર જીવ લઈને નાસી જાય છે ને પાસે બીલકુલ આવશે નહિ. મગરને જે આકડાના દૂધનું એક ટીપું અડકી જવાથી કોઈ કોઈ મરી જાય છે, તે બીકથી મગર જીવ લઈ નાસી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com