________________
૨૧૩
જેવું ઇચ્છો અન્યનું, તેવું આપનું થાય જેવું ઈછો અન્યનું, તેવું આપનું થાય
= (લેખક: રા, જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા એમ. એ. “ગુણસુંદરી' માસિકમાંથી સાભાર ઉદ્દત)
પ્રભુ ખ્રિસ્તના એક શિષ્ય પીટર તેની પાસે એક વખત ગયો અને પૂછ્યું:-“પ્રભુ ! મારો ભાઈ મારી સામે કેટલી વખત ગુન્હો કરે ત્યાં સુધી મારે એને માફી આપ્યા કરવી જોઈએ ?
સાત વખત સુધી ?” પ્રભુએ એને ર્જવાબ વાળ્યો. “સાત વખત નહિ પણ સિત્તર ગુણ્યા સાત.' તે પછી પ્રભુએ પીટરને એક વાત કહી. એક રાજાએ એમ ઠરાવ કર્યો કે, પિતાના નોકરો જે તેના દેવાદાર હોય તેનો બધાને હિસાબ લેવો. તેના નોકરોમાં એક નોકર એવો મળી આવ્યું જેણે રાજાની પાસે દશ હજાર ડયુકેટ (એક જાતનું નાણું) ઉછીના લીધા હતા. તે નોકરની પાસે તે એક પાઈ પણ હતી નહિ; એટલે રાજાએ હુકમ કર્યો કે તે નોકરને, તેની સ્ત્રી અને છોકરાઓને બધાને વેચી નાખવાં તથા તેની માલમિલ્કત પણ વેચી નાખવી અને તે બધાંના વેચાણમાંથી જે આવે તેનાથી પોતાનું દેવું વસુલ કરવું. તે નોકર રાજાને પગે પડો અને આજીજી કરી ? કરો અને તે પિતાનું દેવું ભરશે. રાજાને તેના ઉપર દયા આવી અને છુટો કર્યો. તે નોકર છૂટો થયો કે તરતજ એક બીજે નોકર કે જે તેની પાસેથી ફક્ત થોડા પૈસા લઈ ગયો હતો તેની પાસે ગયે અને પિતાના પિસા પાછા માગ્યા. તે નોકર તે થોડા પૈસા પણ પાછા આપવાની સ્થિતિમાં નહોતે અને તેથી તેણે પેલા બીજાને આજીજી અને કાલાવાલા કર્યો કે, તેને શેડો વખત પણ જતો કરે; પણ પિલો પહેલા નોકર માને એમ ન હતો અને તેણે તો પેલાને કેદમાં નંખાશે. આ વાતની રાજાને ખબર પડી એટલે તેણે પેલા નેકરને કહ્યું કે:-“અરે દુષ્ટ નોકર ! મેં તારું બધું દેવું માફ કર્યું અને તું આટલું દેવું પણ માફ કરી શકતો નથી!” એમ કહી તે રાજાએ તે નેકરને જેલમાં મોકલાવી દીધો. આ વાત ઉપરથી પ્રભુ ખ્રિસ્ત સાર સમજાવ્યો કે:-“જો તમે તમારા ભાઈને ખરા અંતઃકરણથી માફી નહિ આપે તો પરમેશ્વર પણ તમારા ગુન્હા માફ નહિ કરે.” જે આપણે આપણા ભાઈને એક નાના ગુન્હાને માટે પણ માફી આપી શકીએ નહિ તે જે આપણા * જીવનમાં સેંકડો પાપ કરીએ છીએ તેને માટે પ્રભુ કેવી રીતે આપણને માફી આપી શકે? પણ આપણે બધા આ વાત ભૂલી જઈએ છીએ અને આપણું ભાઈ, આપણા મિત્ર, આપણા પડોશી, આપણું સગાંવહાલાંઓએ આપણે કંઈ નાનામાં નાનો ગુન્હો કર્યો હોય તે મનમાં યાદ કર્યા કરીએ છીએ અને વખત આવ્યે તે નાના ગુન્હાનું પણ વેર લેવા ચૂકતા નથી.
પડો શું છે તે તો બધાને ખબર હોવી જ જોઈએ. નિર્જન અરણ્યમાં કે પર્વતની ખીણોમાં કે જીર્ણ મકાનોમાં કે વિશાળ દેવાલયોમાં આપણે કાંઈ પણ બોલીએ ત્યારે તેનો પડઘો સંભળાય છે. જે પ્રમાણે આ પડ પ્રકૃતિમાં સંભળાય છે, તે જ પ્રમાણે આપણા ભાઈઓની સામે કંઈ પણ વેરની લાગણીઓ રાખી હોય તેનો પડઘો પડયા વિના રહેતું નથી અને તે પડે આપણને નુકસાન કરે છે. આસ્ટ્રેલિયામાં એક જાતનું લાકડાનું હથિયાર છે, જેને બુમરે” કહે છે. આ બુમરે” કાઈના તરફ ફેંકયું હોય તો તે ત્યાં જઈને પાછું ફેકનારના હાથમાં જ આવે છે.
આ પ્રમાણે વૈરભાવ રાખ્યો હોય તે તે વેરભાવ વધારે ભયંકર પરિણામ સાથે આપણા ઉપર આવીને અથડાય છે. પ્રભુએ તો એક વખત કહ્યું હતું કે, જે તારે તારા ભાઈ સાથે કજીઓ થયો હોય તો પ્રભુની પ્રાર્થના કરવા આવે ત્યાર પહેલાં તે કજીએ પતાવીને જ આવજે;
દેવદર્શન કરીએ છીએ, શ્રીનાથજી અને પવિત્ર ગંગાજીએ યાત્રા કરવા જઇએ છીએ ત્યારે પણ વૈરનું પોટલું હૃદયમાં રાખીને જ જઈએ છીએ. સર્વ ધર્મોનું મૂળ તત્ત્વ એ છે કે, પ્રભુ તે પ્રેમ છે અને જગતમાં બધાં તરફ પ્રેમ રાખવો એ મૂળ કર્તવ્ય છે. તેને બદલે નજીવાં કારણેથી આપણે વેરભાવને સંધરીએ છીએ અને “તુ દિ તુ દિ” પોકારવાને બદલે આપણું નવા નવા કઆ અને વૈરભાવોથી જીવનને કલુષિત કરીએ છીએ. એક કુટુંબ સુખમાં રહેતું હોય છે અને કાંઈક નવું કારણ બને છે કે તરત જ તે લીલી વાડીઓ સુકાઈ જાય છે અને તેને બદલે ખાવા ધાતી મભૂમિ ઉભી થાય છે. જીવનનું રહસ્ય જીવનને એકતાર બનાવવાનું છે. સંગીતશાસ્ત્રીએ પિતાનું સંગીત શરૂ કરે ત્યાર પહેલાં બધાં વાજીત્રાને એકસૂર કરવાનો યત્ન કરે
૫ણ આ૫ણ તા દદીન 3ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com