________________
wwww
૨૨
ચમત્કારી સ્વામી भूत्यैर्न प्रमदितव्यम् । यान्यवद्यानि कर्माणि तानिसेवितव्यानि नो इतराणि । यान्यस्माकं સુચરિતાનિ તાનિવાસ્થાન નો કુતરાન | સત્ય બેલ, ધર્મનું આચરણ કર, વિદ્યાભ્યાસમાં પ્રમાદ ન કર, વિદ્યાગુરુને પ્રિય દાન આપી પ્રજાતંતુને ઉછેદ ન કર, તારે સત્યમાં પ્રમાદ ન કરવો, ધર્મમાં પ્રમાદ ન કરે, જે અનિંદિત કમ હોય તે કરવાં, બીજ નહિ અને જે અમારાં સારાં આચરણ હોય તે તારે ગ્રહણ કરવાં, બીજું નહિ. એ પ્રમાણે “દિનચર્યા” એટલે પ્રાતઃકાળથી આરંભીને સાયંકાળસુધી મનુષ્યને વર્તવાના નિયમે સંક્ષેપમાં બતાવ્યા છે, તે મુજબ વર્તાનાર મનુષ્ય દીર્ધાયુષી થાય છે. વિદ્યાવતિસર વિ. ૩૪ શાંતિ: શાંતિ: શાંતિ:
ચમત્કારી સ્વામી
( દૈનિક હિંદુસ્થાન તા-૬-૧૦-ર૬ ) ઑફેસર રામમૂતિના ખેલમાં ચમત્કાર-હળાહળ ઝેર પીવાનો પ્રયોગ,
ભલભલા ડોકટરોની મુંઝવણ ગ્રાંટરેડપર બાલીવાળા થીએટરમાં ઝં. રામમૂર્તિના આશરા હેઠળ થયેલા અંગબળ તથા કસરતના ખેલમાં સૌથી ધ્યાન ખેંચનારી બાબત સિદ્ધપુએ સર્વભક્ષક શ્રી સ્વામીજીના પ્રયોગો હતા. આ સ્વામી ૮૦ વરસની ઉમરના છે; છતાં જવાન દેખાય છે. તેઓ શરૂઆતમાં કાચના કકડા બીસ્કીટની માફક ખાઈ ગયા હતા અને ત્યાર પછી પાસેનું નાદ ટ્રીક એસીડ પી ગયા હતા. તે બાદ તેમણે એક લોખંડની વાટકી દેવતા પર મૂકી તેમાં રસી નાખ્યું હતું અને તે ઓગળીને રસ થતાં તે ગરમ ગરમ પિતાના મોઢામાં રેડીને ગળી ગયા હતા. રામમૂર્તાિએ પ્રેક્ષકોમાંથી ઑકટરો તથા બીજા ગૃહસ્થને ખાત્રી કરવા સ્ટેજ ઉપર બેલાવ્યા હતા. તેમણે સ્વામીજીનું મોટું, દાંત વગેરે તપાસી જાહેર કર્યું હતું કે, આમાં કોઈ જાતને દગો કે તદબીર નથી. ત્યાર બાદ ૩૦ પાવરીએ પ્રસીક એસીડની એક બાટલી કાઢી સ્વામીજીને પૂછયું કે, આ પી જશે ? સ્વામીજીએ તરતજ તેમાંથી થોડુંક પિતાની હથેળીમાં કાઢયું અને તે દૂધની પેઠે ઠંડે કલેજે પી ગયા હતા; ત્યાર પછી તેઓ બીજો ડોઝ પણ એજ પ્રમાણે પી ગયા હતા, પણ તેમના પર કોઈ જાતની અસર થઈ નહોતી. આ પ્રયોગથી ડેકટરો ઘણા અજાયબ થયા હતા. પછી ડંડ છે. ટી. મેદીએ પ્રેક્ષકોને સમજાવ્યું કે, પ્રસીક એસીડ ઘણું જલદ અને કાતીલ ઝેર છે અને તેનાં થોડાં ટીપાં લેવાથી તેમજ તેની વાત પણ સુંઘવાથી માણસ મરી જાય છે; પણ સ્વામીજી બે વાર તેને ડેઝ લઈને કંઈ પણ ઈજા પામ્યા વગર જીવતા રહ્યા એ ખરેખર ચમત્કાર છે.
સ્વામીજીની શક્તિનું રહસ્ય તે બાદ પ્રે. રામમૂર્તિ એ સ્વામીજીવિષે ખુલાસો કરતાં કહ્યું કે, તેમણે ૧૫ વરસ હિમાલયમાં તપશ્ચર્યા કરીને ઉપાસનાસિદ્ધિ પ્રાપ્ત કરી છે. જૂના વખતમાં શંકરાચાર્ય તથા સ્વામી દયાનંદ સરસ્વતી પારો તથા કેર પી ગયાની વાત આપણે માનતા નથી, પણ પૂરતી લાયકાત મેળવી માણસ તેમ કરી શકે છે, તેને સ્વામીજી જીવતો જાગતો પૂરાવે છે. આ પ્રોગ્રામમાં પ્રો. રામમૂર્તિના ચેલાઓ તથા બીજા પહેલવાનની જોવા લાયક કસરતો પણ હતી. તેમાં પૃ૦ બાલમૂર્તિ પ૦૦ રતલનો પથ્થર છ ફીટની ઉંચાઇએથી પડતે પોતાની છાતી પર ઝીલે છે તથા એક મજબૂત લેખંડની સાંકળ પોતાના ખભા અને પગ વચ્ચે ખેંચીને તોડી નાખે છે, તે ખાસ વખણાયા હતા. તે સિવાય દેશી ઢબની આસનની કસરતો, કુસ્તી વગેરે પણ હતાં.
છેવટમાં રામમૂતિએ પ્રેક્ષકોનો આભાર માનતાં જણાવ્યું કે, આ ખેલની આવક હું કંઈ પોતે વાપરવાનો નથી, પણ પ્રજાને દેશી કસરત શીખવવાને મેં જે સંસ્થા કાઢી છે, તેના
તેને ઉપયોગ કરવામાં આવશે. પછી તેમણે દેશી કસરના ફાયદા સમજાવતાં કહ્યું કે, આસનની કસરતથી અપચે, કબજી આત વગેરે રે મટી જઈને અંદરના અવશે બળવાન થાય છે, વળી દેશી કુસ્તીથી જે શરીરની ખીલવણી તથા બળ મળે છે, તે યૂરોપીયન પદ્ધતિથી મળતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com