________________
www.
દિનચર્યા
૨૧૧ આવે તેવા પદાર્થોનો તેણે આહાર કરવો, પ્રતિકૂળ પદાર્થને આહાર કરવો નહિ; કેમકે શરીરમાં વાત, પિત્ત અને કફ, એ ત્રણ પ્રકારના દોષો રહેલા છે. તે જે ત્રણ નિયમમાં હોય તો આરોગ્ય કહેવાય છે ને તેમાંથી એક પણ જે દોષ કાપે તો તે રોગ ઉત્પન્ન કરે છે. એ બાબત વાગ્યદે સૂત્રસ્થાનના પ્રથમાધ્યાયમાં કહ્યું છે કે
वायुः पित्तं कफश्चेति त्रयोदोषाः समासतः । विकृताऽविकृतादेहन्धति ते वर्तयंति च ॥ - શરીરમાં વાયુ, પિત્ત તથા કફ, એ ત્રણ દોષ સંક્ષેપથી કહ્યા છે, જે વિકાર પામતા દેહને નાશ કરે છે ને અવિકારી દેહને નિભાવે છે. માટે એ ત્રણ દોષને નિયમમાં રાખવા સારૂ અનુકૂળ આહારવિહાર વગેરેની જરૂર રહે છે. હવે આહારની પેઠે પાણી પીવાની પણ જરૂર પડે છે, જે તૃષા લાગતાંજ પીવું; કેમકે તૃષા લાગે ને પાણી ન પીવામાં આવે તો લોહીનું શોષણ થાય છે. જમતાં પહેલાં પીધેલું પાણી શરીરને કૃશ કરી જઠરાગ્નિને મંદ કરે છે, વચમાં પીધેલું પાણી સારી રીતે ખાધેલા ખોરાકનું પાચન કરી જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર છે, ને અંતે પીધેલું પાણી શરીરની
કક કરનાર છે અને તેવી રીતે તરસ્યાએ ખાવું નહિ. ને ભૂખ્યાએ પાણી પીવું નહિ, કેમકે તરો ખાય તો તેને દુલમરોગ થાય છે ને ભૂખે પાણી પીએ તો જલંદર નામનો રોગ થાય છે. પણ પાણી પીવું તે દુર્ગધવિનાનું, રસવગરનું, તૃષા ટાળનારું, ગાળી શુદ્ધ કરીને શીતળ કરેલું, નિર્મળ એવું જળપાન કરવાથી હૃદય પ્રસન્ન થાય છે. હવે ભજન કર્યા પછી પ્રથમ કાગળ કરી મુખ સ્વરછ કરવું, કેમકે જમતી વેળાએ દાંતમાં જે અન ભરાયું હોય તે કાઢી કાગળ કરવા, નહિ તે દાંતમાંથી કાઢેલું અને મુખમાં ખરાબ ગંધ ઉત્પન્ન કરે છે અને દાંત સડી જાય છે તથા તેમાંથી દેતોગ થવા સંભવ છે. ત્યારપછી મુખશુદ્ધિ કરવા માટે તાંબુલ વગેરે સુગંધીદાર પદાર્થોનું સેવન કરવું અને ત્યારપછી સો પગલાં ફરીને ડાબે પડખે સહજ સૂઈ રહેવું, પણ દિવસે નિદ્રા ન કરવી; કેમકે તેથી કફ વધે છે, માટે ગ્રીષ્મઋતુસિવાય બીજી ઋતુઓમાં દિવસે સૂવાનો નિષેધ કરેલો છે.
ઉદ્યોગ
ઘણું કરીને દિવસને સમય સર્વને નિર્વાહ સારૂ ઉદ્યોગ કરવા માટે છે અને રાત્રિને સમય ઉદ્યોગથી થાકી ગયેલાને આરામ માને છે; માટે દિવસે સૂવું નહિ ને રાત્રિએ જાગવું નહિ, પણ જેમનો ઉદ્યોગ રાત્રિએ છે તેમણે સુખેથી દિવસે સૂવું ને રાત્રિએ જાગવું. ઉદ્યોગ માટે અને ગર તો બહારની સ્વચ્છ હવા લેવા માટે ઘરથી બહાર જવું પડે છે ત્યારે દેશકાળને અનુસરી સ્વચ્છ વસ્ત્ર, પાઘડી, પગે જોડા, હાથમાં લાકડી તથા છત્રી વગેરે ગ્રહણ કરવાં પડે છે અને તે વિષે વાભટ્ટાચાર્યું સૂત્રસ્થાનના પ્રથમોધ્યાયમાં આજ્ઞા કરી છે કે –૩soft વાન્તિરૂચ જોવાતकफापहम् । लघुतच्छस्यते यस्मादगुरु पित्ताक्षि रोगपत। उपानद्धारणं नेयमायुष्यं पादरोग દત્ત ! સુagવામાā વૃષ્ય પરિવર્તિતનું ત્યાર | પાઘડી કાંતિ આપનાર, કેશને હિતરૂપ અને ધૂળ, વાયુ તથા શરદીને રોકનાર છે, પણ તે હલકી હોવી જોઈએ; કેમકે ભારે હોય તે પિત્ત તથા નેત્રરોગ ઉત્પન્ન કરે છે. જેડાનું પહેરવું પણ નેત્રને હિતકારક, આયુષ્ય વધારનાર, પગના રોગને હણનાર, સુખેથી ચલાવનાર, બળ આપનાર તથા ધાતુ વધારનાર છે. હાથમાં લાકડી
બી એ પણ સત્વ વધારનાર છે. ટેકો આપનાર અને ભયને નાશ કરનાર છત્રી ઓઢવી એ વરસાદ, તડકે, વાયુ, રજ તથા હિમને રોકનાર, આંખને હિતકારક ને સંગલિક કહી છે. એ પ્રમાણે દિવસે દરેક મનુષ્યોએ પિતપોતાની સ્થિતિના પ્રમાણમાં રહી વૈદ્યકશાસ્ત્રના નિયમોને માન આપી વર્તવું જોઇએ. આ પ્રકરણની સાથે આચારનો પણ નિત્ય સંબંધ છે. આચારના સદાચાર ને દુરાચાર એ બે ભેદ છે. સદાચરણથી ઉલટી રીતે વર્તવું તેને દુરાચરણ કહે છે. જેમ જગતમાં જ્ઞાન મેળવવાની જરૂર છે, તેમ સદાચાર જાણીને તે પ્રમાણે વર્તવાની ખાસ જરૂર છે. સદાચાર એ સર્વશક્તિમાન પરમેશ્વરને ઓળખવાનું પહેલું પગથીયું છે, માટે સદાચાર જાણનાર તે પ્રમાણે વર્તવાથી આસ્તિક બની પરમેશ્વરના શરણમાં રહી શાંતિરૂપ સુખને પામે છે; અને તે બાબત કૃણ યજુ ર્વેદના તૈત્તિરીય ઉપનિષની શિક્ષાવદનીમાં આચાર્યો શિષ્યને સદાચ વિષે નીચે પ્રમાણે ઉપદેશ કર્યો છે –ાં વરુ | ધર્મ પર સ્વાધ્યાયાભ્યામ ! આવા પ્રિયધનમાહૃત પ્રજ્ઞાતંતુ माव्यवच्छेत्सीः । सत्यान्नमदितव्यम् । धर्माप्र प्रमदितव्यम् । कुशलान्न प्रमादतव्यम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com