________________
૨૦
દિનચર્યા
ભૂખ લાગ્યા વગર જમનાર દઢ શરીરવાળે મનુષ્ય પણ, અનેક વ્યાધિને ! મરણના શરણને પામે છે; તેમજ ભૂખ મારીને જમનાર મનુષ્યને બીજી વાર ભજન કરવાની રુચિ થતી નથી; કેમકે વાયુથી નષ્ટ થયેલા જઠરાગ્નિસમયે ખાધેલું અન્ન કષ્ટથી પચે છે, તેમ ચિ છતાં થોડું કરેલું ભોજન તૃત કરતું નથી અને બળનો ક્ષય કરે છે; અને રુચિવિના ખાધેલું ભોજન આળસ, જડતા, પેટમાં ગડબડાટ તથા થાક ઉપન કરે છે; સ્વાદિષ્ટ અન્ન હમેશાં સંતોષ, બળ, પુષ્ટ, ઉત્સાહ, હર્ષ તથા સુખ ઉત્પન્ન કરે છે, અને અસ્વાદિષ્ટ અને હમેશાં એથી ઉલટું કરે છે, માટે ઉપરના દોષોથી રહિત અને પાકશાસ્ત્રની રીત પ્રમાણે રાંધેલું ભોજન હમેશાં જમવું યોગ્ય છે. બીજું એક પહોરમાં જમવું નહિ, તેમ બે પહાસુધી ભૂખ્યા રહેવું નહિ; કેમકે એક પહોરમાં રસની ઉત્પત્તિ થાય છે, ને બે પહોરસુધી ભૂખ્યા રહેવાથી બળનો ય થાય છે. જ્યારે રસદેવ તથા માનો પાક થાય છે, ત્યારે ભૂખ લાગે છે; અને તેજ અને ખાવાને વખત કહેલ છે, એટલે જેને જેટલીવાર ભૂખ લાગે તેને તેટલી વખતે ખાવું યોગ્ય છે. પાચન આહારની બાબતમાં ભાવમિથે ભાવપ્રકાશમાં કહ્યું છે કે-
૩ર શુદ્ધિરાણો રેસ યથોચિત ! પુતા સુપિપાસા ઊંહાસ્ય ચક્ષણમ્ ! શુદ્ધ ઓડકાર, ઉત્સાહ, મળમૂત્રનું સાફ આવિવું, શરીરમાં હલકાપણું અને ભૂખ તથા તરસ લાગવી, એ પાચન થયેલા આહારનું લક્ષણ છે. જઠરાગ્નિ આહારને પચાવે છે; પણ તે વખતસર ન મળે તો કાદિ દોષોને પચાવે છે. દેવને ક્ષય થયાથી ધાતુને; અને ધાતુને ય પછી પ્રાણને પચાવે છે, માટે આહાર એ સંતોષ અને શાંતિ આપનાર છે, દેવને નિભાવનાર છે અને સમૃતિ, આયુષ્ય, શક્તિ, વર્ણ, તેજ, સવ તથા શોભા વધારનાર છે; પણ અયુબણ અને ખાવાથી બળનો નાશ થાય છે, તેમ છે તથા સુ કુ અન્ન તુરત પચતું નથી અને શરીરને વ્યાધ કરનાર થાય છે, માટે હમેશાં રીતસર ભોજન કરવું જોઈએ. આહાર હમેશાં એકાંતમાં કરો તે વ્યાજબી છે; કારણ ઘણા માણસેની દૃષ્ટિ આગળ કરેલો આહાર અનેક પ્રકારના વ્યાધિઓને ઉત્પન્ન કરે છે અને તે વિષે ભાવમિશ્રાચાર્યની ખાસ આજ્ઞા છે કે –“ નાદા: વર્દાિર્વિનને વિષયા: આહાર, મળમૂત્રનો ત્યાગ તથા વિહાર સદા સમજુ મનુષ્ય એકાંતમાં કરવા યોગ્ય છે. કારણ એટલાં વાનાં ખુલ્લી રીતે કરવાથી લાજ આવે છે ને લાજથી જે સ્વાભાવિક વેગ ઉતપન્ન થયો હોય તેને એકાએક અચકો આવતાં તે ક્રિયામાં ફેરફાર પડે છે, જેથી તે સંબંધી શરીરમાં રોગ થવાનો સંભવ રહે છે.
આહારના છ પ્રકાર બીજું આહાર કરવાની વસ્તુ જે કે અનેક પ્રકારની બતાવી છે, તો પણ વૈદ્યકશાસ્ત્રમાં તે સર્વને છ વર્ગમાં સમાવી છે. ચેળ (ચુસવા લાયક આહાર), પિય (પીવા લાયક), લેરી (ચાટવા લાયક), ભાજ્ય (ભોજન કરવા લાયક), ભક્ષ્ય (ભક્ષણ કરવા લાયક), ચર્થ્ય (ચાવવા લાયક), એ પ્રમાણે છે પ્રકારનો આહાર ઉત્તરોત્તર એકબીજાથી ભારે છે, એમ જાણવું. તેમાં ભાત તથા દાળ આદિ ખાવાના પદાર્થો ભાજ્ય, લાડુ તથા મંડકાદિ ભક્ષણ કરવાના પકવાન ભલ્ય, પૌંઆ, ધાણી તથા દાળિયા આદિ ચાવવાના પદાર્થ ચવ્ય, કટિ આદિ ચાટવાના પદાર્થો લેશે, કેરી, તથા શેરડી આદિ ચૂસવાના પદાર્થ પ્ય અને સાકરનું પાણી આદિ પીવાના પદાર્થ પેય કહેવાય છે. સૃષ્ટિમાં કોઈપણ પદાર્થ એવો નથી કે જેમાં ગુણ ન હોય. એ નિયમ પ્રમાણે સર્વ પ્રકારની આહારની વસ્તુમાં પણ ગુણ રહેલા છે, જેથી કોઈ પ્રકારનો આહાર કરતાં શરીરને લાભ અને અલાભ થાય છે. અનુકૂળ પરિણામને લાભ અને પ્રતિકૂળ પરિણામને અલાભ કહેવાય છે, અને તે ઉત્પન્ન કરનાર પદાર્થોમાં રહેલા રસ છે અને તે રસ વૈદ્યકશાસ્ત્રમાં છ પ્રકારના કહેલા છે. વાભટ્ટે અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાનમાં કહ્યું છે કે –રસા: ઢવ તિજ જાચવા: પ. થકતારૂં તુ ચાપૂર્વ ટાવા છે મીઠ, ખાટા, ખારે, કડવો, તીખો તથા તુર એ છ રસ પદાર્થોનો આશ્રય કરી રહ્યા છે. પૂર્વાપર એકબીજાથી બળવાન છે. દરેક વસ્તુમાં રસ, ગુણ, વીર્ય, વિપાક તથા શક્તિ, એ પાંચ પદાર્થો હોય છે, જે પિતપોતાનું કામ કરે છે, જેથી પદાર્થોમાં રસ ઉપરાંત સ્વભાવથી જે ગુણવર્યાદ રહેલા છે, તે પણ પોતપોતાની શક્તિ મુજબ ગુણઅવગુણ ઉત્પન્ન કરે છે, માત્ર એક રસ ઉપર આધાર રહેતો નથી; માટે જેના શરીરને અનુકુળ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com