________________
દિનચર્યા કરે છે; ને થાકની શાંતિ, બળ, સુખ, નિદ્રા, વર્ણ, કમળતા અને આયુષ્યની વૃદ્ધિ કરે છે. માથામાં કરેલ તેલને અત્યંગ જ્ઞાનેન્દ્રિયોને તૃપ્તિ કરનાર છે અને મસ્તકના તમામ વ્યાધિઓને દૂર કરનાર છે. તેવી રીતે નિત્ય કાનમાં તેલનાં ટીપાં નાખવાથી કાનમાંના રોગ, મેલ ને ઓડ તથા દાઢીનું ઝલાઈ જવું વગેરે થતાં નથી; સારી રીતે શબ્દ સંભળાય છે અને બહેરાપણું થતું નથી. તેમજ પગે કરેલ તેલને અત્યંગ પગની સ્થિરતા, નિદ્રા તથા દષ્ટિ દેનાર છે અને પગનો થાક, પગનું કંપન નસો ચઢી જવી તથા પગની ફાડતેડ, કળતર વગેરેનો નાશ કરે છે; માટે સ્નાન કરતાં પહેલાંને અભંગ રોમ, છિદ્ર, નાડીઓ અને નસ દ્વારા શરીરને તૃપ્ત અને બળવાન કરે છે; કારણ જળથી સિંચન કરેલાં મૂળવાળાં વૃક્ષોનાં પાંદડાં વગેરે જેમ વૃદ્ધિ પામે છે, તેમજ મનુષ્યનાં તેલથી સિંચન કરેલ ધાતુ વૃદ્ધિ પામે છે. પણ તુરત તાવ આવેલાએ, અજીર્ણવાળાએ, જલાબ લીધેલાએ, ઉલટી કરેલાએ તથા બસ્તીકર્મ કરેલા મનુષ્ય કોઈ રીતે પણ અભંગ (તેલ ચોળવું) કરવું નહિ. એ પ્રમાણે શરીરે તેલનું મર્દન કર્યા પછી થોડીવાર તે તેલ શરીરની નસોમાં પ્રસરવા દઈ જે ચૂર્ણ વગેરે લેપથી શરીર ઉપર મેલ તથા ચીકાશ દૂર થાય એવી વસ્તુ (સાબુ વગેરે ) જળમિશ્રિત કરી શરીરે ચોળવી ને શરીરે સહન થાય તેવા ટાઢા અગર ઉષ્ણ જળથી સ્નાન કરવું.
સ્નાન અને તે બાબત વાભ અષ્ણાહૃદયની દિનચર્યાધ્યાયમાં કહ્યું છે કે –
उद्यर्तनं कफहरं मेदसः प्रविलापनम् । स्थिरिकरणमंगानां त्वक्प्रसादकरं परं ॥ दीपनं वृष्वमायुष्यं स्नान पूजा बलप्रदम् । कंड्वमलश्रम स्वेद तंद्रा तृड्दाहवाप्मजित् ॥
ચાર શરીરને મસળીને મેલ કાઢ, એ કફને નાશ કરનાર, અવયવને દઢ કરનાર તથા ચામડીને અતિ સ્વચ્છ કરનાર છે અને સ્નાન જઠરાગ્નિ વધારનાર, પુષ્ટિ આપનાર, આયુષ્યની વૃદ્ધિ કરનાર ને ઉત્સાહને બળ આપનાર છે; ખજવાળ, મેલ, થાક, પરસેવો, સુસ્તી, તૃષા, દાહ, તથા મનના મેલને ટાળનાર છે. ઠંડા પાણીનું સ્નાન રક્તપિત્ત રોગને શમાવનાર છે; ને જે ઉના પાણીએ કર્યું હોય તે બળ આપનાર અને વાત તથા કફને ટાળનાર છે, પણ હમેશાં ઘણા ઉના પાણી વડે માથું પલાળવું એ નેત્રનાં તેજને નુકસાન કરે છે, પણ તે વાત તથા કફપ્રકોપ સમયે હિતકારક કહેલ છે. સ્નાન કર્યા પછી સારી રીતે રૂમાલથી શરીરને લોહી નાખવું, એ શરીરને કાંતિ આપનાર તથા શરીરના દોષને ટાળનાર છે. એ રીતે સ્નાન કરી રહ્યા પછી દેશકાળને અનુસરી ઘટે તેવાં શબ્દ ને સુગંધીદાર વસ્ત્ર ધારણ કરવાં અને ત્યારપછી પરમાત્મા ઈષ્ટદેવનું સ્મરણ કરી સુખડ, કેસર, કપૂર વગેરે સુગંધી દ્રવ્યોવાળાં ચંદન તથા પુ૫ની માળાઓ વગેરે ધારણ કરી અગરબત્તી, ઘીનો દીવો વગેરે કરી, મન પ્રફલ્લિત રાખી, ભગવાનનાં નામ, મંત્ર વગેરેને ૧૦૭ એકસો સાત વખત જપ કરવો, એથી મન પ્રસન્ન થાય છે અને પરબ્રહ્મ પરમાત્માની કૃપાથી વિજય પ્રાપ્તિ થાય છે.
ભજન ત્યારપછી જ્યારે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય–અર્થાત્ ભૂખ લાગે ત્યારે આહાર કરવો યોગ્ય છે; કેમકે સારી રીતે પ્રદીપ્ત થયેલા અગ્નિમાં હોમેલું ઘી, જેમ પોતે બળી જઈ અગ્નિને ઉત્તેજન આપે છે, તેમ સારી રીતે ભૂખ લાગ્યા પછી કરેલો આહાર પોતે પાચન થઈને પાછી ભૂખને તાજી કરે છે; પણ જે યથાર્થ ભૂખ લાગ્યાવિના ખાધું હોય, તે તે કરેલો આહાર, જેમ સારી રીતે નહિ પ્રદીપ્ત થયેલા અગ્નિમાં હોમેલું ધી. પોતે બળી ઉત્તેજન આપવાને બદલે અગ્નિને ઠારી નાખે છે, તેમ પોતે પાચન થઈ ભૂખને તાજી કરવાને બદલે જઠરાગ્નિમાં રહેલી પાચનશક્તિને મંદ કરી, ભૂખને મારી નાખે છે અને શરીરમાં અજીર્ણ આદિ રોગ થવાનું કારણ આવી પડે છે. તેવી રીતે બરાબર ભૂખ લાગી હોય તે ખાધું ન હોય તોપણ ભૂખ મરી જાય છે, ને ભૂખ મરી ગયા પછી ખાધેલું અને બરાબર પાચન થતું નથી. વળી વધારે યા ઓછું ખાવાથી પણ નુકસાન થાય છે, તે વિષે સુશ્રુતના સૂત્રસ્થાનના અધ્યાય ૪૬ માં કહ્યું છે કે – “ अप्राप्तकालो भुजानःशरीरे ह्यलधौ नरः । तांस्तान्व्याधीनवाप्नोति मरणं वाधिगच्छति ॥ अतीतकाले भुंजाना वायुनोपहतेऽनलो । प्लच्छाद्विपच्यते भुक्तं द्वितीयं च न कांक्षति ॥
રા. ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com