________________
ه همه به یه کی که به ميه ميه ميه ميه ميه ميه ميه ميه ميه
ب
૨૦૮
દિનચર્યા ઇજા ન થાય તે રીતે એક એક દાંત ઘસો. પછી સેના, રૂપ અગર ત્રાંબાની 9મી અથવા તો કમળ દાતણને ચીરી તે વડે ઈજા ન આવે તે રીતે જીભને ઘસવી, એટલે ઉલ ઉતારવી; કારણું તે જીભના મેલ, વિરતા, દુર્ગધ તથા જડતાને નાશ કરનાર છે; પણ કંઠ, તાળ, હોઠ, જીભ તથા દાના રેગિસમયે તેમજ મુખના પાક તથા સાજાસમયે કદી દાતણ કરવું નહિ, દાતણ કર્યો પછી ઠંડા જળવડે વારંવાર કોગળા કરવા; કેમકે તે કફ, તૃષા તથા મેલને નાશ કરનાર અને મુખને અંદરથી શુદ્ધ કરનાર છે. તેમજ સહન થાય એવા ગરમ પાણીના કોગળા, કફ, અરુચ, મેલ તથા દાંતની જડતાને હરનાર ને મુખને હલકુ કરનાર છે, અને એ પ્રમાણે કોગળા કર્યા પછી આખું મુખ સારા જળથી સારી રીતે ધાવું ને રાત્રે ઉંઘતાં આંખની અંદર જે મેલ, પીયા વગેરે ઉઠવ્યા પછી બહાર પાંપણ આગળ એકઠો થઈ બાઝી રહેલા હોય તે પણ ધોઈ નાખીને આંખેને સ્વરછ રાખવી અને ત્યાર પછી આંખને સુરમનું અંજન કરવું. તે વિશે એજ ગ્રંથમાં એજ ઠેકાણે કહ્યું છે કે
અંજન सौधीरमंजन नित्यं हितमक्षणोस्ततो भजेत्। लोचनेभवतस्तेन मनोशे सूक्ष्मदर्शने ॥ पंचराभान्नखश्मथ केशरोमाणि कर्तयते । केशश्मश्रनखादीना कतनं संप्रसाधनम ॥ उत्पाटये जुलोमानिना सायान कदाचन । तदुत्पाटन ता दृष्टर्दोबल्यं स्वरया भवेत् ॥ केशपाशे प्रकुर्वीतं प्रसाधन्या प्रसाधनम् । केशप्रस्तदनकश्यं रजोजन्तु मला पदम् ॥
અર્થ:- આંખને હમેશાં સુરમાનું અંજન હિતકારી છે, કેમકે તે વડે આંખ સુંદર તથા સૂક્ષ્મ જોનારી થાય છે, માટે તેનું અંજન કરવું. પાંચ પાંચ રાત્રિ ગયા પછી નખ, દાદી, મૂળ, કેશ તથા રોમ કતરાવવા; કારણ કે તેમને કાતરવાથી સુશોભિત થાય છે; પણ કયારેય નાકના વાળ ખુંટાવવા નહિ. કારણ તેમ કરવાથી દષ્ટિ ઝાંખી થાય છે. વળી નિત્ય તેલ નાખી કાંસકવડે કેશ એળી સમા કરવા, કેમકે તે કેશને અનુકુળ તથા તેમાંની રજ, જતું અને મેલને નાશ કરનાર છે. ત્યાર પછી નિરંતર શરીર દઢ રહેવા સારૂ સહન થઈ શકે તેવી કસરત કરવી.
વ્યાયામ કસરત કરવા માટે લાભદના અષ્ટાંગ હૃદયના દિનચયોધ્યાયમાં કહ્યું છે કે –
लाघवं कर्मसामर्थ्य दीप्ताग्निर्मदस: क्षयः । विभक्तघनगात्रत्वं व्यायामादुपजायते ।। વ્યાયામદઢાત્રાળ કયાધિ નૈવોપરાને કસરત કરવાથી શરીરમાં હલકાપણું, કામ કરવાનું સામર્થ્ય, જઠરાગ્નિની વૃદ્ધિ, મેદનો ક્ષય અને શરીરના તમામ અવયવો છૂટા તથા દઇ થાય છે. અને કસરતથી જેમનાં શરીર દત હોય છે તેમને વ્યાધિ કયારેય પણ થતો નથી. આ વિના કસરત કરનારને વિરુદ્ધ અથવા કાચું ખાધેલું અન્ન પણ જલદી પચી જાય છે ને એના દેહને વિષે કઈ વખત જરાવસ્થા અને શિથિલતા આવતી નથી, પણ તુરત ભોજન કરેલા, સંભોગ કરેલ તથા શ્વાસરેગી, કાસરોગી, ક્ષયરોગ, રક્તપિત્ત, ઉદક્ષત, શેડી તથા શેરોગી દુર્બળ એટલાઓએ કયારેય કસરત કરવી નહિ. તેમ શરીર ખમી ન શકે તેવી રીતે કસરત કદી કરવી નહિ, કેમકે વા મટ્ટે અષ્ટાંગ હૃદયની દિનચર્યાધ્યાયમાં કહ્યું છે કે-7 : प्रतमको रक्तपिजे श्रमः क्लमः । अति व्यायामतः कासोज्वरत्रछर्दिवजायते ॥ व्यायाम जागराध्वस्त्री हास्य भाष्यादि सादसम् । गजं सिंह इवाकषन् भजन्ना विनश्यति ॥
અતિ કસરત કરવાથી તૃષા, ક્ષય, પ્રતીક નામને શ્વાસ, રકતપિત્ત, થાક, શનિ, કાસ, જવર
ઉલટી થાય છે; કેમકે કસરત, જાગરણ, પંથ, સ્ત્રીસંગ, હાસ્ય તથા ભાષણાદિ આ દશને અતિ સેવનાર મનુષ્ય હાથીને ખેંચનાર સિંહની પેઠે નાશ પામે છે, માટે તે સર્વત્ર વર્ગ એ નિયમને અનુસરવું યોગ્ય છે, એ પ્રમાણે કસરત કર્યા પછી
અલ્પ કરવાની ખાસ જરૂર છે અને તે બાબત ભાવપ્રકાશના પૂર્વ ખંડમાં કહ્યું છે કે –
अभ्यंगं कारयेन्नित्यं सर्वेष्वंगेतु पुष्टिदोशिरः श्रवणपादेषु तं विशेषणशालयेत्-इत्यादि નિરંતર શરીરમાં અભંગ એટલે તેલ ચેળવાથી શરીરને પુષ્ટિ મળે અને તેમાં મસ્તક, કાન તથા પગને વિષે તેલનું મર્દન કરાવવું; કેમકે અભંગ શરીરને પુષ્ટિ આપવા સાથે વાત-કફ દોષને નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com