________________
શાદી મંજૂર
હા.
“હા, આપે ખરું કહ્યું.” શાંત ચહેરે મુબારકે પ્રત્યુત્તર વાળ્યો; “ખયરુન્નિસા તો રૌનક મહેલ છોડી સદાને માટે ચાલી ગઈ છે, તે ફરીથી પાછી આવે એમ નથી.”
સુલ્તાન કુલિખાંએ બાંદીને હાક મારી જે તરત હાજર થઈ, અને તેણે તેને દિલશાદને બેલાવવા આજ્ઞા કરી.
દિલશાદ હાજર થઈ. સુલ્તાન કુલિખા ઉઠી પાછળના ઓરડામાં ગયે. તેને જોતાં જ દિલશાદ બોલી ઉઠી.
અમ્બાન ! આપે મને બેલાવી છે ?
હા, મારી નરેનજર તેના પ્લાન ચેહેરા તરફ જોઈ કુલિખાં છે; “કેમ, આજ તારી તબિયત ઠીક નથી શું?”
“નહિ, અબ્બાજાન! કંઈ જ નથી.”
બેટા!” સુલ્તાન કુલિખાએ કહ્યું -“મુબારક કહે છે કે તે તેની સાથે નકાહ કરવા ખૂશી બતાવી છે, એ શું ખરી વાત ?”
દિલશાદખાનમ નીચું જોઈ રહી. '
“બેટા! તારી મરજી વિરુદ્ધ કંઈ પણ કામ કરવા હું રાજી નથી, સમજી? સાફ દિલથી જે હોય તે કહી દેજે. શું તું આ સંબંધ થાય તે રાજી છે?”
જાણે સ્વમમાં બોલતી હોય તેમ તેણે ધીમેથી, “હા” કહ્યું. “શું તું આજ ને આજ આ સંબંધમાં જોડાવા ઈચ્છે છે?” કુલિખાએ પૂછયું. “ગર આપની મરજી હોય તે મને વાંધો નથી.”
“તને જે તેમ કરવું પસંદ ન હોય તે મારી કંઈ ઉતાવળ નથી.” સુલતાન કલિખાએ કહ્યું, “એવું આજ ને આજ શું વહી જાય છે ?”
“નહિ, અબ્બાજાન! જે એ વાત નક્કી છે, તો પછી આજ કર્યું તે શું? અને ચાર દહાડા રહીને કર્યું તે શું?”
વા, મારી નરેનજર! તું જેમ કહીશ એમ કરીશું. થયુંની ? જો, હું જરા અંદર જઈ પૂછી કરીને આવું છું.” _. એટલું કહી સુલ્તાન કુલિખાં ત્યાંથી જનાનખાનામાં ચાલી ગયો.
દિલશાદ મૃદુ પગલે બહાર આવી અને પોતાની સ્થિર રુષ્ટિ મુબારકપર પી. તેનું વદન હમેશની માફક પ્રફૂલ્લ નથી. તે વિલાયલી કમલિનીના જેવી ભાસે છે. તેના નયનમાં હમેંશનું તેજ નથી, કે નથી તે ખૂમારી. તેના બદનપર એક પ્રકારની કિકાશ છાઈ છે. જાણે કપુરની પુતળી હોય એમ તે અત્યારે ભાસે છે. જે સંબંધમાં તે જોડાવા માગતી હતી, તે પિતાની ઈચ્છાપૂર્વક સ્વીકારેલ ન હતે. વળી ઇકામદૌલા જે તેને સખીદિલ અને નેકચલન જણાતું હતું, જેના કહેવા પર તેને શ્રદ્ધા હતી, જેના પ્રતિ તેને પ્રેમ ઢળવા લાગ્યો હતો, તે એક નીચ જાસુસ અને બેવફા પૂરવાર થતાં તેના દિલને એક કારી જન્મે લાગ્યો હતો, તેણે કરેલા ગુન્હા બાબત તેના દિલમાં જરા પણ શંકા ન હતી. આ જોઈ તેના જીગરના ટાંકા ટૂટી ગયા હતા. દિલશાદખાનને જોતાં જ મુબારક બેલી ઉઠશે –
આ, શાહજાદી સાહિબા! આપની તબિયત તો ઠીક છે ને?” “ઘણું જ સારી છે. દિલશાદે જવાબ આપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com