________________
૭૬
રૌનક મહેલની રાજખટપટ
આટલું બોલતાં બોલતાં સુલ્તાન કુલિખાંની આંખમાં એક પ્રકારનું તેજ ચમકવા લાગ્યું. તેના મોં પર હાસ્યની છટા ખેલવા લાગી, અને તેણે ઉમેર્યું -“હું નહેતા કહેતે કે નક્કી, કોઈએ શાહના કાન ભંભેર્યા છે, અને ખરી હકીક્ત જતાં તેઓ પાછા પુનઃ કૃપા દર્શાવશે. મુબારકખાં આપ તે હજી નવાસવા છે, પણ શાહની સેવામાં તો મારી શિયાહ દાઢી સુક્ષ્યદ થઈ ગઈ છે.”
હજરત ! જ્યારે માણસની તરકીને વખત આવે છે, ત્યારે ચારે તરફથી ખુશખબરી આવે છે, આતનાં વાદળાં વેરાઈ જાય છે, અને આફતાબ પૂર જોશથી પ્રકાશે છે. હું પણ આપને એવીજ ખુશ ખબર સુણાવવા આવ્યો છું. હરે વાલા! મારી શાદી થવા બાદ તે પત્ર જ્યારે આપના હાથમાં આવશે ત્યારે આપને માર્ગ તદન નિકંટક થશે. આપને પછી કોઈ જાતની ફિકરનું કારણ નહિ રહે. મારી પણ એક મોટી મુરાદ બર આવશે. હું પણ સુખી અને આપ પણ સુખી થશે, એનાથી બીજું વધારે શું જોઈએ ?”
“મુબારકખાં!” સુલ્તાન કુલિખાએ કહ્યું, “હું નથી ધારો કે દિલશાદે રાખૂશીથી હા ભણું હેય. પણ વાસ, આપ આ સિવાય બીજું કંઈ માગે તે આપને વધે છે?”
આ દુનિયામાં અને બીજી ચીજની સ્પૃહા નથી, મારે શી ઉણપ છે? જે જોઈએ તે મારી પાસે મોજુદ છે. માત્ર એક વસ્તુને મારું દિલ ઝંખ્યા કરે છે, અને એ વસ્તુ આપવી આપના હાથમાં છે. હજરત ! આપ ચતુર છે, આપને વધારે કહેવાની કંઈ જરૂર નથી. એ ખરી વાત છે, શાહે આપને પત્ર મક્લી આશ્વાસન આપ્યું છે. પણ તેથી શું? જે આપના દુશમને છે તે જે આપના વિરૂદ્ધ પૂરા શાહની સામે પેશ કરે, આપની તાજ તરફ બેવફાઈ પૂરવાર કરે, તે શાહનું દિલ બદલાતાં વાર લાગવાની નથી. જેમ જેરાવર પવન આગળ કાં પાંદડાં દૂર સરી જાય છે, તેમ સબળ પૂરાવા સામે આપના ખુદ દક્તની મેજી દગીમાં કોઈ પણ બાબત શાહ સ્વીકારે એ બનવા જોગ નથી.”
હુ શાહ તરફ કદિ બેવફા નિવડયો નથી. મારા દુશ્મને પણ એટલે તે યકરાર કરશે કે હું ગમે તે હોઈશ, પણ બાગી નથી. શાહની સેવામાં આ શિયાહ દાઢી સયદ થઈ ગઈ. મારી પાછલી કારકિર્દી એ બાબતની વાહ આપવાને પૂરતી છે,” આવેશમાં સુલ્તાન કુલિખાં બે.
“એ કબૂલ પણ સહજ ભય સૂચવતાં મુબારકે કહ્યું, “આપને પત્ર જે પેશ કરવામાં આવે તે? હું નથી ધારતો કે, આમાં પણ આપનો બચાવ કરી શકે.”
સુલ્તાન કુલિખાં મૌન રહ્યો.
હજરત” થોડીવાર પછી મુબારક બોલ્યો, “પણ આ બધી પીંજણ શું કરવા જોઈએ? જે ખુદ શાહજાદી સાહિબા મારી સાથે નકાહ કરવાને રાજી છે તે પછી આપને શું વાંધો છે? હું ખોટું કહેતે હેઉ તો એમને બોલાવી પૂછી જૂઓ. પછી?”
“એ સર્વ ઠીક, પણ જ્યાં સુધી ખયરુનિસા આપને ત્યાં સ્વામીત્વ ભગવે છે, ત્યાં સુધી દિલશાદખાનમ આપની સાથે સંબંધમાં જોડાય, એ માનવું અશક્ય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com