________________
આળ આવ્યું
૭.
“તે શું? સલ્તનતના ઘણા દુશમને છે, દિલશાદખાનને જવાબ આપ્યો.
“કબૂલ, શાહજાદી સાહિબા! પણ એ તો ખસેને કે આપના પિતા સલ્તનતના એક મોટા હાકેમ છે. વળી–”
તેઓ સલ્તનતના એક હાકેમ છે તેથી શું.? હું નથી ધારતી કે, તેઓ હાકેમ છે માટે તેમનું કેઈ નુકસાન કરે.”
નહિ, તેમના પ્રત્યે અંગત ષ હોય એવા માણસે ચેડા છે. પણ સtનતના નુકસાનમાં તેમનું નુકસાન છે, ને વળી સલ્તનતના દુશ્મન એ તેમના દુશમન છે, એ વાત તો ખરી ને ?”
“ખરી. પણ જે ખુદાની મહેર છે તે કોઈ તેમને વાંકે વાળ કરી શકે એમ નથી,” દિલશાદખાનમ બેલી.
બરાબર છે. પણ શાહજાદી સાહિબા ! હું આપને એક વાત કરું કે ન કરું એમ મારા મનમાં થયા કરે છે. પણું નહિ હું તે વાત આપને આજે જણવીશ. આપને મલેક મુબારકે ગમે તેવી જાલમાં સપડાવ્યાં હોય તેથી શું? હજી કંઈ આપે તેની સાથે નકાહ કર્યા નથી, અને ખુદા કરશે તો તેમ થશે પણ નહિ. હું આપના દિલ પર કાબુ મેળવીશ અને આપને મારાં કરીશ. એક નાનો કીડે સખ્ત પત્થરના અંદર રહે છે, તે ઈન્સાન શું દિલબરના દિલમાં વાસ નહિ કરી શકે? શાહજાદી સાહિબા! હું આપને અરજ કરું છું કે, જે આપને જે હરક્ત ન હોય તે જણાવવા કૃપા કરશો કે? જે આપનાપર દબાણું ન હોય તો આપ રૅનક મહેલનાં રાણી થવા પસંદ કરશે કે ? આપ એક અદના સિપહાલાર સાથે લગ્ન કરવા રાજી થશે?”
એટલું કહી તે દિલશાદખાનમની સામે જોઈ રહ્યો. ચંદ્રને ધવલ પ્રકાશ સૃષ્ટિને આલિંગી રહ્યો હતો. પાઘડીના પટની માફક રસ્તો લાંબે જણ હતા. સઘળે નીરવતા વ્યાપી હતી. માત્ર તેઓ જે ગાડીમાં બેસી જતાં હતાં, તેના ઘોડાની કોર્ટમાં ધંટડીને અવાજ થતા હતા. દિલશાદખાનમને ચૂપ જોઈ તે ફરીથી બો:
“શાહજાદી સાહિબા ! હું આપને ફરીથી અરજ કરું છું, કે હું આપની ઉતને ગુલામ છે. તે પાક પરવરદેગાર જાણે કે કેવા સાચા દિલથી હું આપને ચહાઉં છું. જે દિવસે આપ નજરે પડ્યાં, તે દિવસથી આપે મારા હૃદયમંદિરમાં વાસે કર્યો છે. આપ શું એવાં સંગદિલ છે કે, મારી આરજી પર ધ્યાન નહિ આપો ? શાહજાદી સાહિબા ! હું અહીંની થોડી વાતથી વાકેફગાર છું. આપ કાની નળમાં સપડાયાં છે, તે પણ મને ખબર છે. મલેક મુબારકને આપના માર્ગની આડે આવતાં કેમ દૂર કર, એ હું સારી રીતે સમજું છું. આપને મારા બોલવા પર શું વિશ્વાસ નથી? જે આ હૃદય ચીરી બતાવાતું હેત તો આપને બતાવત કે તે આપના પવિત્ર પ્રેમથી લબાલબ ભરેલું છે. ગર આપનું જે આ મુકદર ત્યાં લઈ ન જતું હેત તો આપ મારી માગણી કબૂલ કરત કે નહિ?”
ઇઝામુદોલાના આવેશ ભર્યા બોલવાથી તેના શરીએ એક પ્રકારનો કમ્પ થયું. તેણે લાગણી રહિત સ્વરે જવાબ આપે.
મુકદ્દર એ મુદ્ર છે. તે કોઈનાથી ટાળ્યું ટળે એમ નથી. હજૂર! આ દુનિયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com