________________
નક મહેલની રાજખટપટ સપાટામાં આવેલ છે, તે વખતે તેણે ઇઝામુદૌલાનું નામ હોઠપર આપ્યું ન હતું તેથી જ્યારે ઇકામદોલાએ તેને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તે તેની સામું જોઈ રહી. પણ તરત જ તે બોલી:
“આપ એક સિપહાલાર છે એ હું જાણું છું. આપ એક ઉમદા સૈનિક છે, અને લડાઈમાં નામના મેળવી છે, એ વાત મારે કાને આવી છે; પણ આપનું અહીં આવાગમન શા માટે થયું છે, તે હું જાણતી નથી. આપ રૌનક મહેલમાં આવી ઉતર્યા છે, તેથી હું ધારું છું કે આપને અને અખ વચ્ચે જોઈએ તે સદ્ભાવ નથી, છતાં આપ મારી વહારે ધાયા તે પરથી જે હું એમ અનુમાન કરે કે આપ મુબારકની બૂરી ખટપટમાં સામેલ નથી તે ખોટું નથી.”
શાહજાદી સાહિબા ! આપ શા માટે મુબારકની સાથે લગ્નની બેડીમાં જોડાઈ આત્મોન્સર્ગ કરવા તૈયાર થયાં છે, તે જણાવશે?”
હજરત ! એ વાત મને પૂછતા ના.માફ કરે, હજૂર ! હું તે કહી શકતી નથી. મહેરબાન ! મને તે વાત કહેવાને આગ્રહ કરતા ના, એમ હું આપને આજીજીથી કહું છું.”
આપની કહેવાની મરજી નથી તે પછી તે વાત જાણવાને હું આગ્રહ કરતો નથી,” કામુદૌલાએ કહ્યું પણ જે હું એમ કહ્યું કે, હું અહીં કોઈ રાજખટપટને માટે આવ્યો છું, અને તે ખટપટને લીધે કદાચ આપના વાલિદને નુકસાન થવાનો સંભવ છે તો?”
ઇકામુદોલાનું આવું કથન સાંભળતાંની વાર દિલશાદખાનમના મગજમાં એક વિચાર વિજળીની ત્વરાથી ફુરી આવ્યું. તેને લાગ્યું કે કદાચ ઈઝામુદૌલા મલેક મુબારકની બૂરી મુરાદ બર આણવામાં મદદ કરવા શા માટે ન આવ્યો હોય ? વળી તેના મગજમાં આવિરૂદ્ધ વિચાર આવ્યો: ના, ના, એમ બને નહિ; કારણ કે જે તે તેને મદદ કરવા આવ્યો હોય તે આમ બધાં માણસો વચ્ચે તેની સામે માથું ઉચકે, તેનું અપમાન સુદ્ધાં કરે, અને બેપરવાહથી સામે થાય, એમ બને કેમ? જે એ મલેક મુબારકની સામે થાય તો તે તેના કામમાં ઉભો રહે ખરે? નહિ જ. વળી ઈમુદોલા મલેક મુબારકને પિતાના સ્વાર્થની હાનિ કરી દુશ્મન બનાવે ખરે? નહિ જ. પણ કદાચ તે મલેક જુબારકની વર્તણુથી વાકેફ ગાર હોય, કદાચ તે જાણતા હોય કે મલેક મુબારકપર વિશ્વાસ રાખવો એ નકામું છે, તેના બેલેલા બેલ જળની રેલ સમાન છે, એટલું જ નહિ, પણ કદાચ - મલેક મુબારક તેની સાથે દગાબાજી-સ્મ છે, એ વાતની એને ખબર પડી હોય તે? ક્ષણવાર દિલશાદખાનને ખરી હકીક્ત કહી દેવાનું મન થયું પણ વળી તેમ કરતાં તેનું મન પાછુ હઠયું. અજાણ્યા માણસાર એટલે બધા વિશ્વાસ રાખ, એ તેને યોગ્યે લાગ્યું નહિ. પોતાના પિતાને માટે, પોતાના પિતાની આબરૂને માટે મલેક બારક સાથે લગ્ન કરવા પ્રસ્તુત થઈ હતી, એ કુટુમ્બની ખાનગી વાત તેને જણાવવી, એ દિલશાદખાન મને દુરસ્ત લાગ્યું નહિ. જે જાળમાં સુલ્તાન કુલિખાં સપડાયા હતા તે અજાણ્યાને જણાવવાથી ફાયદો શો, એમ તેણે વિચાર્યું, અને આપણું લાગેલું આપણે જ ભોગવી લેવું, એવો તેણે નિશ્ચય કર્યો.
શાહજાદી સાહિબા? આપ મારા સવાલનો જવાબ આપતાં નથી. જે હું એમ કહું કે સલ્તનતને હું દુમન છું તે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com