________________
નક મહેલની રાજખટપટ
ખસ? ગરીબની એક હાય સામગતા જ તેમનું હૈયું કાંપી ઉઠે છે ઈમામુદૌલાના આઘાતથી બે ત્રણ જણાએ પોતાના હાથ તરવાર પર મૂક્યા. તરત જ ઈઝામુદોલાની તરવાર મ્યાન બહાર નીકળી. મલેક મુબારકે જોયું કે મામલો ગંભીર રૂપ પક ડતો જાય છે, અને રંગમાં ભંગ થશે તથા નાહક ખૂન રેડાશે. આવી વસ્તુસ્થિતિ જોઈ તે બોલ્યો -
“મિત્રો! આમ નાહક લોહી રેલાવવામાં કંઈ સાર નથી,” ઈઝામુદૌલા તરફ વળી કહ્યું;-“અજીજ દોસ્ત! આ આપ યુવતીની આબરુને જેટલી નિષ્કલંક જેવા ઉસુક છે, એટલો જ ઉત્સુક હું છું, અને તેની આબરુ નિર્મળ રહે એ મને પ્રિય છે. દિલશાદખાનમની આબરને કલંક લાગ્યું નથી અને તેથી તેને રક્તથી ધોઈ નાંખવાની કંઈ જરૂર નથી. મિત્રો ! ખરી વાત એ છે કે દિલશાદખાનમ કંઈ ખાસ અગત્યની વાતચીત માટે મને મળવા આવ્યાં હતાં, અને તે વાત માત્ર મને ખાનગીમાં જણાવવાની હતી એ આપને જણાવવામાં કંઈ હરક્ત નથી. દોસ્તો ! ખરી વાત એ છે કે, શાહજાદી દિલશાદખાન મારી સાથે લગ્ન સંબંધમાં જોડાવાનાં છે, તેને માટે કંઈ અગત્યની ગોઠવણ કરવાને માટે અહીં આવ્યાં હતાં.”
ઈમામુદોલા દિલશાદખાનમને સામું જોઈ રહ્યો. તે ચૂપચાપ ઉભી રહી. ઇમામુદૌલા બોલ્યા- “હું નથી ધારતે કે એ વાત ખરી હોય.”
આપને ચકિન ન હોય, તે આ રહ્યાં શાહજાદી સાહિબા, એમને પૂછો.” ઇઝામુદૌલા પુન: શાહજાદી તરફ વળ્યો અને બોલ્યાશાહજાદી સાહિબા ! આ શું ખરી વાત છે?” પુન: શાહજાદી ચૂપ રહી.
આપના બલવામાં લેશ પણ સચ્ચાઈ હોય એમ જણાતું નથી.” તિરસ્કાર વ્યંજક સ્વરે અને ધૃણદર્શક ચેહેરે ઇઝામુદોલા છે.
શાહજાદી સાહિબા ! હું બોલે છે તે ખરું છે કે નહિ?” હિંસક પશુના જેવી વિકાળ દૃષ્ટિ ઇકમુદૌલા તરફ ફેંકી મલેક મુબારકે શાહજાદીને પૂછ્યું.
દિલશાદખાનમ ચૂપચાપ ઉભી રહી હતી. તેની દષ્ટિ એકદમ નીચી હતી. મલેક મુબારના સાક્ષીઓ મુગે મોંએ આ સર્વ તમાસો જોઈ રહ્યા હતા.
“શું હું ખોટું કહું છું શાહજાદી સાહિબા?” મલેક મુબારકે ફરીથી પૂછ્યું.
ના, આપનું કહેવું ખોટું નથી.”
જાણે કોઈ પ્રતિસ્પર્ધિને પરાભવ કરી વિજય મેળવ્યું હોય એવી ગર્વ ભરી દષ્ટિ ઇઝામુદોલાપર નાંખી મલેક મુબારક શાહજાદી તરફ વળે. અને જાણે તે તેને કંઈ કહેવા જતો હોય તેમ તેની સન્નિધ આવ્યો, પણ એટલામાં દિલશાદખાનામ જાણે કોઈ મલિન પદાર્થને છો તેના શરીરને સ્પર્શ કરતો હેય તેમ તે પાછી સરકી. જાણે કોઈને મદદ કરવા આહ્વાન કરતી હોય, તેમ તેણે ત્યાં ઉભેલા માણસે પ્રતિ દષ્ટિપાત કર્યો. પળવાર નિશ્ચય ન કરી શકી હોય તેમ ચૂપ ઉભી રહી, અને આખરે ઇઝામુદૌલા ભણું વળી કહ્યું -
“હજરત! આપ મહેરબાની કરી મને અહીંથી મારા મકાન સુધી લઈ જવા કપા કરે.”
ઇકામુદોલાએ પિતાની તરવારને હજી મ્યાનમાં બંધ કરી ન હતી. તે બે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com