________________
૫૬,
રૌનક મહેલની રાજખટપટ “આપના હાસ્ય આગળ તે દૃષ્ટિ દીન બની જશે, તેનું કંઈ વળશે નહિ, એની મને પાકી ખાત્રી છે.”
“હવે આ કયારે બધું બંધ થશે ?” “શું?” ખયરુન્નિસાએ પૂછ્યું. “આસ્ત” મિજલશ તરફ હાથ કરી કહ્યું, “એ ક્યારે બંધ થશે વારૂ?” “કેમ વારૂ? આપને ગાન પસંદ નથી આવતું કે શું?” “ના, ના, તેમ નથી. સેહેજ પૂછું છું.”
“, એ ગાન પૂરું થયે કંઈ મિજલશ પૂરી થવાની નથી. હજી તે કંઈક રાગરંગ થશે.”
“એમ?”
“એમ નહિ તે હજી તે શરાબપાણુ તે લેવાશે, કંઈ રમત રમાશે, કંઇક મજ લુંટાશે. ગાનારીઓ એમને એમ જવાની છે થોડી ?”
“એટલામાં બાહાર સુલ્તાન કુલિખાં ઉઠશે. કારણ કે ગાન એટલામાં જરા બંધ પડ્યું. મલેક મુબારક વળાવવા ઉભે થયે, અને પૂછ્યું, “કેમ, આપે આટલી બધી ઉતાવળ કીધી ?”
જરા કામ છે, ને તબિયત પણ ઠીક નથી.” “વાર, જેવી મરજી.” “હા, પણ બાંદીને મેકલી દિલશાદને તૈયાર થવાનું કહે છે.”
“જી, પણ દિલશાદખાનમ તે હમણું આમ ચાલી ગયાં. આપને ખબર નથી ?”
સુલ્તાન કુલિખાએ મુબારકને હાથ પોતાના હાથમાં લીધે અને ચાલતાં ચાલતાં કહ્યું:
મુબારકખાં! દિલશાદખાનમ આપની સાથે લગ્ન કરવા રાજી નથી. હું પરાણે તેને તેમ કરવા ફરજ પાડીશ નહિ, સમજ્યા ? આપને જે કરવું હોય તે બેલાશક કરી લેજે.” એટલું કહી સુલ્તાન કુલિખાં ત્યાંથી ચાલી ગયે.
તેને ચાલી ગયાને બહુ વાર નહિ થઈ હોય એટલામાં ગુફને આવી પૂછ્યું: “હજરત ! આકા અહીંથી ચાલી ગયાં વાર?” હ?” મલેક મુબારકે જવાબ આપે. “અને શાહજાદી સાહિબા ?” તેઓ પણ સાથે જ ગયાં.”
જુફન ત્યાંથી ચાલી ગઈ. તેને લાગ્યું કે, સમશેરખાંની સાથે મજામાં વખત જશે. જે થયું તે ઠીક છે. ઘણુંય ડું ઘર જવાશે એમાં શું?”
આણુ તરફ મલેક મુબારકને એક બાંદી તરફથી ઇશારે થયું હતું કે દિલશાદખાનમ મળવા માગે છે. દિલશાદખાનમને શેધી કાઢી તે શું કહેવા માગે છે તે જાણવાને તેને વિચાર થયો. તેણે પોતાની વિશ્વાસુ બાંધીને બેલાવી અને કહ્યું,
જો, દિલશાદખાનને સૂચના કર કે આ દિવાનખાનાના પાસેના ઓરડામાં હું તેમની રાહ જોઉં છું. તેમને જણાવજે કે, બેગમ મહલ કરતાં અહીં એકાંત છે અને અહીં વાતચીત કરવા વાંધો નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com