________________
મિજલ
૫૫
માંના લગભગ બધા જ ફારસીથી અવગત હતા. પેશવાજમાં સજજ થયેલી અણિયાળી આંખવાળી ખેારાસાનની ગાયિકા દિલચસ્પ, ઈશ્કથી લબાલબ ગજલ છેડી:
ગઝલ દિલમ દર આશકી આવારેહુ શુદ-આવારે તરબાદ; તનમ અજ બિદિલી બિચારેહુ શુદ-બિચારે તરબાદા. ૧ બતાં રાજે અસિરાં ગુલ્ફ તે અધ્યાર મિ દારદ; બખૂન રિજે ગરિબાં ચમે તે અધ્યારે તરબાદા. ૨ રાત્ત તાજેઅગલત બહરે મુઈને ખુદ તાજે તરખાહમ; દિલત ખારસ્ત બહરે કુતને મન ખારે તરબાદા. ૩ અગર અય ઝાહિદ દુઆએ ખયર મી ગઈ મરા ઇન્ગ; કે આન આવારે એકએ બુતાં આવારે તરબાદા. ૪ દિલે મન પરિહ ગત અજગે ને જાગુનેહ કે બે હા ગરદદ; અગર જાન બદીન શાદસ્ત યા રબૈ પાર તરબાદા. ૫ હમેહ ગઇદ કે અઝ ખૂન ખારીબસ ખલ્દી બજાં આમદ; મનીન ગુચ્ચમ કે બહરે જાનેમન ખૂનખારે તરબાદા. ૬ શુબા તર દામની ખૂ કર્દ ખુશરે બાદુ ચમે તરફ બિઆબે ચમે મિઝગાં દામનશ હવારે તરબાદા. ૭
અમીર ખુશરે. તેની નાજુક અદા હવામાં કિરણની માફક સરવા લાગી. તેને ભૂક્ષેપ કાતીલ કટારીનું કામ કરવા લાગ્યો. તેના અંગના મરડાટે જીગરમાં શૂળીની માફક ઇશ્કનો ઘા કર્યો. અહા! શું ભાવપૂર્ણ ગઝલ હતી ! સભાજનો છક્ક થઈ ગયા. “વાહ વાહ”ના પિકારથી સભાગૃહ ગાજી રહ્યું. સુરીલા સૂરથી ગાયિકાએ બીજું ગાન છોડ્યું.
જે સમયે આમ ગારંગ ઉડતા હતા તે વખતે ઇમામુદૌલા એકલો તે ઓરડીમાં જ વિચારમગ્ન હતો.
ત્યાંથી ખયરુન્નિસા જતી હતી તેણે તેને જોયો અને બોલી:“વાહ, હજરત! આપ અહીં શું કરે છે? અને આ શું? આપના ચહેરા પર આ ક્રોધનાં ચિહ્ન શાં? આપની આંખે જાણે કોઇને કરડી ખાવા જતી હોય એવી લાગે છે જે.”
કેણુ? ખયરુન્નિસા!” જાણે એકાએક જાગૃત થયો હોય તેવે સ્વરે ઈઠામદૌલા બે; આપ હું શું કરું છું તેની તપાસ રાખે છે કે ? આપ આમ જાસૂસી કરવાનું કયારથી શિખ્યાં ?”
“ઘણું વખતથી. આપ જે મુબારકની છાતી ચીરી નાખવા જતા હો, ને તે વખતે જેવી તમારી આંખ જણાય તેવી અત્યારે જણાય છે.”
“બાનુ! આપ ખાલી વેહેમાવ છો. મારી આંખમાં કશું નથી. આપને તો ખાલી ભ્રમ છે. ઘણી વખત મારે ચેહેરે એમ ભાસે છે. હું પોતે જેની સાથે મમતા બાંધું છું, તેના પર પણ મને એવી દૃષ્ટિ ફેંકવાની ટેવ છે.”
વારૂ, તે આપ મારાપર એવી કરડી દૃષ્ટિ ફેંકે.”
* પરિશિષ્ટ ઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com